સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૨૦૧૨માં યુક્રેઇનના ન્ઝહ્નયા અપસામાં ત્રણ દિવસનું સંમેલન

ફસલ તો ઘણી છે!

ફસલ તો ઘણી છે!

ઈસુએ ભાખ્યું હતું કે અંતના સમયે તેમના શિષ્યો ઘણી ફસલનો આનંદ માણશે. (માથ. ૯:૩૭; ૨૪:૧૪) ચાલો જોઈએ કે, કઈ રીતે તેમના શબ્દો યુક્રેઇનના ટ્રેન્સકારપાથિયા વિસ્તારમાં અજોડ રીતે સાચા પડ્યા છે. એ વિસ્તારના ત્રણ શહેરોમાં ૫૦ મંડળો છે અને ૫,૪૦૦ કરતાં વધુ પ્રકાશકો છે. * નવાઈની વાત છે કે, એ ત્રણ શહેરોની કુલ વસ્તીમાં દર ચારમાંથી એક વ્યક્તિ યહોવાની સાક્ષી છે!

ત્યાંનો પ્રચાર વિસ્તાર કેવો છે? સ્થાનિક ભાઈ વાસીલે જણાવ્યું કે, ‘લોકો બાઇબલનો આદર કરે છે, ન્યાયથી વર્તે છે, કુટુંબ માટે ઊંડો પ્રેમ રાખે છે અને દિલથી એકબીજાને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ આપણી માન્યતાઓ સાથે દર વખતે સહમત થતા નથી. પરંતુ, આપણે બાઇબલમાંથી કંઈ બતાવીએ તો, તેઓ ધ્યાનથી સાંભળે છે.’

જોકે, પ્રકાશક દીઠ લોકો ઓછા હોવાથી ભાઈ-બહેનોને એક અલગ જ પ્રકારના પડકારનો સામનો કરવો પડે છે. દાખલા તરીકે, એક મંડળમાં ૧૩૪ પ્રકાશકો છે, પણ તેઓના પ્રચાર વિસ્તારમાં ફક્ત ૫૦ ઘરો છે. આવા સંજોગોમાં પ્રકાશકો શું કરે છે?

ઘણાં ભાઈ-બહેનો વધુ જરૂર છે ત્યાં જઈને ખુશખબર ફેલાવે છે. ૯૦ વર્ષના ભાઈ યોનાશ જણાવે છે કે, ‘અમારા મંડળના વિસ્તારમાં એક પ્રકાશકના ભાગે બે ઘરો આવે છે. હવે મારી તબિયત સારી રહેતી ન હોવાથી હું ગામમાં જ પ્રચાર કરું છું. પરંતુ, અગાઉ હું ૧૬૦ કિ. મી. મુસાફરી કરીને, જ્યાં પ્રચાર થયો નથી એવા વિસ્તારમાં હંગેરીયન ભાષામાં ખુશખબર ફેલાવતો હતો.’ બીજા વિસ્તારમાં જઈને મદદ કરવા માટે પ્રકાશકોએ ઘણું બધું જતું કરવું પડે છે. ભાઈ આગળ કહે છે: ‘ટ્રેન પકડવા હું વહેલી સવારે ૪ વાગે ઊઠતો. પછી, ઘરે પાછા જવા સાંજે ૬ વાગ્યાની ટ્રેન પકડું ત્યાં સુધી હું ખુશખબર ફેલાવતો હતો. એવું હું અઠવાડિયામાં બે-ત્રણ વાર કરતો હતો.’ શું તેમને કદી લાગ્યું કે પોતે નકામી મહેનત કરી રહ્યા છે? એ વિશે ભાઈ જણાવે છે કે, ‘સેવાકાર્યની એ રીત મને ખૂબ ગમતી હતી. દૂરના વિસ્તારમાં રહેતા કુટુંબને સત્ય શીખવવાની મને ઘણી મજા આવતી હતી.’

સમજી શકાય કે, એ મંડળોના બધા લોકો દૂરના વિસ્તારમાં જઈને પ્રચાર કરી શકતા નથી. પરંતુ, પોતાના વિસ્તારને પૂરેપૂરો આવરવાનો દરેક પ્રકાશક પ્રયત્ન કરે છે, જેમાં વૃદ્ધ પ્રકાશકોનો પણ સમાવેશ થાય છે. શું ટ્રેન્સકારપાથિયા વિસ્તારનાં ભાઈ-બહેનોની મહેનત રંગ લાવી? ૨૦૧૭માં આ ત્રણ શહેરોની સ્મરણપ્રસંગની કુલ હાજરી પ્રકાશકોની સંખ્યા કરતાં બમણી હતી. એટલે કે, એ શહેરોની અડધી વસ્તી. એમાં કોઈ શંકા નથી કે આપણે ભલે ગમે એ જગ્યાએ સેવા આપતા હોઈએ, પણ હજુ “પ્રભુની સેવામાં પુષ્કળ” કામ છે.—૧ કોરીં. ૧૫:૫૮.

^ ફકરો. 2 એ શહેરોનાં નામ હુબોકા પુટોક, સેરેડ્નયે વોડ્યાને, ન્ઝહ્નયા અપસા છે.