ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ મે ૨૦૨૦

આ અંકમાં જુલાઈ ૬–ઑગસ્ટ ૨, ૨૦૨૦ માટેના અભ્યાસ લેખો છે.

અંતના સમયમાં “ઉત્તરનો રાજા”

અભ્યાસ લેખ ૧૯: જુલાઈ ૬-૧૨, ૨૦૨૦. દાનીયેલે ‘ઉત્તરના રાજા’ અને ‘દક્ષિણના રાજા’ વિશે ભવિષ્યવાણી કરી હતી. એ આજે પૂરી થઈ રહી છે, જેના પુરાવા છે. પણ આપણે એટલી ખાતરીથી કઈ રીતે કહી શકીએ કે એ ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે? એ ભવિષ્યવાણીને સારી રીતે સમજવી શા માટે ખૂબ જરૂરી છે?

અંતના સમયે ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા

ઉત્તરના રાજા અને દક્ષિણના રાજા માટે કરેલી ભવિષ્યવાણી એક જ સમયગાળામાં પૂરી થાય છે. એ ભવિષ્યવાણી પરથી કઈ રીતે ખબર પડે કે દુનિયાનો અંત નજીક છે?

આજે “ઉત્તરનો રાજા” કોણ છે?

અભ્યાસ લેખ ૨૦: જુલાઈ ૧૩-૧૯,૨૦૨૦. આજે “ઉત્તરનો રાજા” કોણ છે? અને એનો અંત કઈ રીતે આવશે? એનો જવાબ જાણવાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે અને નજીકના ભવિષ્યમાં આવનાર કસોટીઓ માટે તૈયાર થવામાં આપણને મદદ કરશે.

શું તમે ઈશ્વરે આપેલી ભેટની કદર કરો છો?

અભ્યાસ લેખ: જુલાઈ ૨૦-૨૬, ૨૦૨૦. આ લેખમાં આપણે યહોવાએ આપેલી ત્રણ ભેટની ચર્ચા કરીશું. એનાથી યહોવા માટે અને તેમણે આપેલી ભેટ માટે આપણી કદર વધશે. આપણે એ પણ શીખીશું કે જેઓ ઈશ્વરમાં માનતા નથી, તેઓની શંકા દૂર કરવા કઈ રીતે મદદ કરી શકીએ.

અદૃશ્ય ભેટ માટે કદર બતાવીએ

અભ્યાસ લેખ ૨૨: જુલાઈ ૨૭-ઑગસ્ટ ૨, ૨૦૨૦. અગાઉના લેખમાં ચર્ચા કરી કે ઈશ્વરે આપણને અમુક કીમતી ભેટ આપી છે, જે આપણે જોઈ શકીએ છીએ. આ લેખમાં જોઈશું કે એવી ભેટ પણ છે, જે નરી આંખે જોઈ શકાતી નથી. એ બધી ભેટને આપણે કીમતી ગણવી જોઈએ. એમ કરવાથી એ ભેટ આપનાર યહોવા ઈશ્વર માટે વધુ કદર બતાવી શકીશું.