સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અંતના સમયે ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા

અંતના સમયે ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા

આ ચાર્ટમાં બતાવેલી અમુક ભવિષ્યવાણીઓ એક જ સમયગાળામાં પૂરી થાય છે. એનાથી સાબિત થાય છે કે આપણે ‘અંતના સમયમાં’ જીવી રહ્યા છીએ.—દાની. ૧૨:૪.

  • કલમો: પ્રકટી. ૧૧:૭; ૧૨:૧૩, ૧૭; ૧૩:૧-૮, ૧૨

    ભવિષ્યવાણી: “જંગલી જાનવર” ઘણાં વર્ષોથી રાજ કરે છે. અંતના સમયમાં એનું સાતમું માથું ઘવાયું. પછી, એ માથાના ઘા રુઝાયા અને “આખી પૃથ્વીના લોકો” એની પાછળ ચાલવા લાગ્યા. શેતાન એ જાનવરનો ઉપયોગ કરીને “બાકીના” અભિષિક્તો સાથે ‘યુદ્ધ કરે’ છે.

    પૂરી થવા વિશે સમજણ: જળપ્રલય પછી એવી સરકારો આવી જેઓ યહોવાનો વિરોધ કરતી. વર્ષો પછી, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, બ્રિટનનું સામ્રાજ્ય નબળું પડી ગયું. અમેરિકાએ એની સાથે હાથ મિલાવ્યો ત્યારે એ પાછું બળવાન થયું. શેતાને બધી સરકારોનો ઉપયોગ કરીને ઈશ્વરભક્તોને સતાવ્યા છે, ખાસ તો અંતના સમયમાં તેણે એવું કર્યું છે.

  • કલમો: દાની. ૧૧:૨૫-૪૫

    ભવિષ્યવાણી: અંતના સમયમાં ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા સત્તા માટે એકબીજા વિરુદ્ધ લડાઈ કરશે.

    પૂરી થવા વિશે સમજણ: બ્રિટન-અમેરિકા સામે જર્મની લડ્યું. ૧૯૪૫માં સોવિયેત યુનિયન અને એના મિત્ર દેશો ઉત્તરનો રાજા બન્યા. ૧૯૯૧માં, સોવિયેત યુનિયન પડી ભાંગ્યું. સમય જતાં, એની જગ્યાએ રશિયા અને એના મિત્ર દેશો ઉત્તરનો રાજા બન્યા.

  • કલમો: યશા. ૬૧:૧; માલા. ૩:૧; લુક ૪:૧૮

    ભવિષ્યવાણી: યહોવા પોતાના “દૂતને” મોકલશે જેથી મસીહનું રાજ આવે એ પહેલાં ‘તે માર્ગ તૈયાર કરે.’ એ દૂત ‘દીનોને વધામણી કહેશે’ એટલે કે ખુશખબર જણાવશે.

    પૂરી થવા વિશે સમજણ: ૧૮૭૦થી સી. ટી. રસેલ અને તેમના સાથીદારો બાઇબલનું સત્ય સમજવા ઊંડો અભ્યાસ કરવા લાગ્યા. ૧૮૮૧માં તેઓને સમજાયું કે ઈશ્વરભક્તોએ બીજાઓને ખુશખબર જણાવવી જોઈએ. તેઓએ આવા લેખો બહાર પાડ્યા: “૧,૦૦૦ પ્રચારકોની જરૂર છે”; “પ્રચાર કરવા માટે અભિષિક્ત.”

  • કલમો: માથ. ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩

    ભવિષ્યવાણી: એક દુશ્મન ઘઉંના ખેતરમાં કડવા છોડના બી વાવી દેશે. એ કડવા છોડને ઘઉં સાથે વધવા દેવામાં આવશે. એ કડવા છોડ ઘઉંના છોડને ઢાંકી દેશે. કાપણીના સમયે ઘઉંને કડવા છોડથી અલગ કરવામાં આવશે.

    પૂરી થવા વિશે સમજણ: ૧૮૭૦થી સાચા ખ્રિસ્તીઓ અને જૂઠા ખ્રિસ્તીઓ વચ્ચેનો ફરક સાફ દેખાવા લાગ્યો. અંતના સમયે, સાચા ખ્રિસ્તીઓને જૂઠા ખ્રિસ્તીઓથી અલગ કરીને મંડળોમાં ભેગા કરવામાં આવ્યા.

  • કલમો: દાની. ૨:૩૧-૩૩, ૪૧-૪૩

    ભવિષ્યવાણી: એક મૂર્તિ અલગ અલગ ધાતુની બનેલી છે. એના પગની પાટલીઓ લોઢા અને માટીની બનેલી છે.

    પૂરી થઈ માટી સામાન્ય લોકોને બતાવે છે, જેના પર બ્રિટન અને અમેરિકા રાજ કરે છે. લોકો એ મહાસત્તા વિરુદ્ધ બળવો કરે છે. એના કારણે એ મહાસત્તા પોતાની લોઢા જેવી શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતી નથી.

  • કલમો: માથ. ૧૩:૩૦; ૨૪:૧૪, ૪૫; ૨૮:૧૯, ૨૦

    ભવિષ્યવાણી: ‘ઘઉંને’ “કોઠારમાં” ભરવામાં આવશે. ‘વિશ્વાસુ અને સમજુ ચાકરને’ “ઘરના સેવકો” પર કારભારી ઠરાવવામાં આવશે. “રાજ્યની આ ખુશખબર” જોરશોરથી “આખી દુનિયામાં” ફેલાવવામાં આવશે.

    પૂરી થવા વિશે સમજણ: ૧૯૧૯થી વિશ્વાસુ ચાકરને ઈશ્વરભક્તોની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી. એ સમયથી બાઇબલ વિદ્યાર્થીઓ જોરશોરથી ખુશખબર ફેલાવવા લાગ્યા. આજે, યહોવાના સાક્ષીઓ ૨૦૦થી વધારે દેશોમાં ખુશખબર ફેલાવે છે અને હજારેક ભાષામાં સાહિત્ય બહાર પાડે છે.

  • કલમો: દાની. ૧૨:૧૧; પ્રકટી. ૧૩:૧૧, ૧૪, ૧૫

    ભવિષ્યવાણી: બે શિંગડાંવાળું જંગલી જાનવર લોકોને બીજા ‘જંગલી જાનવરની મૂર્તિ’ બનાવવાનું કહેશે. પછી બે શિંગડાંવાળું જંગલી જાનવર એ ‘મૂર્તિમાં શ્વાસ ફૂંકશે.’

    પૂરી થવા વિશે સમજણ: બ્રિટન-અમેરિકાએ લીગ ઓફ નેશન્સને શરૂ કરવામાં મોટો ભાગ ભજવ્યો. એ સંગઠનને બીજા દેશોએ ટેકો આપ્યો. પછી, ઉત્તરનો રાજા પણ એમાં જોડાયો. પણ એ ફક્ત ૧૯૨૬થી ૧૯૩૩ સુધી એનો સભ્ય રહ્યો. લોકોને લાગતું કે લીગ ઓફ નેશન્સ દુનિયા પર શાંતિ લાવશે. પછીથી લોકોને યુનાઈટેડ નેશન્સ વિશે પણ એવું જ લાગતું. જ્યારે કે ઈશ્વરનું રાજ્ય જ દુનિયા પર શાંતિ લાવશે.

  • કલમો: દાની. ૮:૨૩, ૨૪

    ભવિષ્યવાણી: એક વિકરાળ રાજા “અદ્‍ભુત રીતે નાશ કરશે.”

    પૂરી થવા વિશે સમજણ: બ્રિટન-અમેરિકા મહાસત્તાએ ઘણા લોકોને મારી નાખ્યા અને મોટા પાયે વિનાશ કર્યો. દાખલા તરીકે, બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન-અમેરિકા મહાસત્તાના દુશ્મન દેશ પર અમેરિકાએ બે બૉમ્બ ફેંક્યા. એના જેવો વિનાશ પહેલા ક્યારેય થયો ન હતો.

  • કલમો: દાની. ૧૧:૩૧; પ્રકટી. ૧૭:૩, ૭-૧૧, ૧૬

    ભવિષ્યવાણી: દસ શિંગડાંવાળું ‘ઘેરા લાલ રંગનું’ જંગલી જાનવર અનંત ઊંડાણમાંથી બહાર નીકળશે અને એ આઠમો રાજા બનશે. દાનીયેલના પુસ્તકમાં આ રાજાને વિનાશ કરનારી “ધિક્કારપાત્ર વસ્તુ” કહેવામાં આવ્યો છે.

    પૂરી થવા વિશે સમજણ: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લીગ ઓફ નેશન્સ પડી ભાંગ્યું. યુદ્ધ પછી યુનાઈટેડ નેશન્સ ‘ઊભું કરવામાં આવ્યું.’ લીગ ઓફ નેશન્સની જેમ યુનાઈટેડ નેશન્સનો જયજયકાર થયો. પણ હકીકતમાં ઈશ્વરના રાજ્યનો જયજયકાર થવો જોઈએ. યુનાઈટેડ નેશન્સ ધર્મો પર હુમલો કરશે.

  • કલમો: ૧ થેસ્સા. ૫:૩; પ્રકટી. ૧૭:૧૬

    ભવિષ્યવાણી: બધા દેશો ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત કરશે. “દસ શિંગડાં” અને “જંગલી જાનવર” એ ‘વેશ્યા’ પર હુમલો કરશે અને એનો નાશ કરશે. પછીથી બધા દેશોનો નાશ કરવામાં આવશે.

    પૂરી થવા વિશે સમજણ: બધા દેશો કદાચ દાવો કરે કે તેઓએ શાંતિ અને સલામતી લાવી દીધી. યુનાઈટેડ નેશન્સને ટેકો આપનાર દેશો જૂઠાં ધાર્મિક સંગઠનોનો નાશ કરશે. એનાથી મહાન વિપત્તિની શરૂઆત થશે. આર્માગેદનમાં બાકીની દુષ્ટ દુનિયાનો નાશ થશે ત્યારે એ મહાન વિપત્તિ પૂરી થશે.

  • કલમો: હઝકી. ૩૮:૧૧, ૧૪-૧૭; માથ. ૨૪:૩૧

    ભવિષ્યવાણી: ગોગ ઈશ્વરભક્તો પર હુમલો કરશે. પછી, દૂતો “પસંદ કરાયેલાને” ભેગા કરશે.

    પૂરી થવા વિશે સમજણ: ઉત્તરનો રાજા અને દુનિયાની બાકીની સરકારો ઈશ્વરભક્તો પર હુમલો કરશે. એ હુમલો શરૂ થયાના થોડા સમય પછી બાકી રહેલા અભિષિક્તોને સ્વર્ગમાં લઈ લેવામાં આવશે.

  • કલમો: હઝકી. ૩૮:૧૮-૨૩; દાની. ૨: ૩૪, ૩૫, ૪૪, ૪૫; પ્રકટી. ૬:૨; ૧૬:૧૪, ૧૬; ૧૭:૧૪; ૧૯:૨૦

    ભવિષ્યવાણી: ‘સફેદ ઘોડા પર જે બેઠો હતો,’ તે ગોગ અને તેની સેનાનો નાશ કરીને પોતાની ‘જીત પૂરી કરશે.’ ‘જંગલી જાનવરને ગંધકથી બળતા અગ્‍નિના સરોવરમાં નાખી દેવામાં આવશે.’ મોટી મૂર્તિને ભાંગીને ટુકડેટુકડા કરી નાખવામાં આવશે.

    પૂરી થવા વિશે સમજણ: રાજા ઈસુ ઈશ્વરભક્તોને બચાવશે. ૧,૪૪,૦૦૦ અભિષિક્તો અને સ્વર્ગદૂતો સાથે મળીને ઈસુ એ બધા દેશોનો નાશ કરશે, જેઓ ઈશ્વરભક્તો પર હુમલો કરે છે. એનાથી શેતાનની દુનિયાનો અંત આવશે.