સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ માટે વિષય

અન્યાય સહેવા શું કરી શકો?

અન્યાય સહેવા શું કરી શકો?

ઉત્પત્તિ ૩૭:૨૩-૨૮; ૩૯:૧૭-૨૩ વાંચો અને જાણો કે અન્યાય સહેવા વિશે યૂસફ પાસેથી શું શીખી શકીએ.

આ બનાવની આગળ-પાછળની કલમો વાંચો. બીજાઓએ કેમ યૂસફ સાથે અન્યાય કર્યો? (ઉત. ૩૭:૩-૧૧; ૩૯:૧, ૬-૧૦) યૂસફે કેટલો સમય અન્યાય સહ્યો? (ઉત. ૩૭:૨; ૪૧:૪૬) એ દરમિયાન યહોવાએ યૂસફ માટે શું કર્યું અને શું ન કર્યું?—ઉત. ૩૯:૨, ૨૧; w૨૩.૦૧ ૧૭ ¶૧૩.

બનાવમાં ઊંડા ઊતરો. પોટીફારની પત્નીએ યૂસફ પર જૂઠા આરોપ મૂક્યા. પણ બાઇબલમાં ક્યાંય જણાવ્યું નથી કે યૂસફે પોતાના બચાવમાં કહ્યું હોય કે પોટીફારની પત્ની જૂઠી છે. કૌંસમાં આપેલી કલમોથી કઈ રીતે જાણવા મળે છે કે યૂસફ કેમ ચૂપ રહ્યા અથવા બાઇબલમાં કેમ બધી માહિતી જણાવી નથી? (નીતિ. ૨૦:૨; યોહા. ૨૧:૨૫; પ્રે.કા. ૨૧:૩૭) અન્યાય સહેવા યૂસફને કયા ગુણોથી મદદ મળી હશે?—મીખા. ૭:૭; લૂક ૧૪:૧૧; યાકૂ. ૧:૨, ૩.

તમે શું શીખ્યા એનો વિચાર કરો, પછી એ પ્રમાણે કરો. પોતાને પૂછો: