સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૭

“તારો હાથ પાછો ખેંચી ન રાખ”

“તારો હાથ પાછો ખેંચી ન રાખ”

“સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ.”—સભા. ૧૧:૬.

ગીત ૪૪ સંદેશો બધે વાવીએ

ઝલક *

૧-૨. સભાશિક્ષક ૧૧:૬માંથી ખુશખબર ફેલાવવા વિશે આપણને શું શીખવા મળે છે?

અમુક દેશોમાં લોકોને ખુશખબર સાંભળવા મળે ત્યારે તેઓની ખુશીનો પાર રહેતો નથી. તેઓને એવું લાગે છે કે જાણે કોઈ ખજાનો મળી ગયો હોય. જ્યારે કે બીજા દેશોમાં લોકો ઈશ્વર કે બાઇબલ વિશે ખાસ કંઈ સાંભળવા માંગતા નથી. તમે જ્યાં રહો છો એ વિસ્તારના લોકો વિશે શું? ભલે તેઓ સાંભળે કે ન સાંભળે, યહોવા ચાહે છે કે તે ના પાડે નહિ, ત્યાં સુધી આપણે એ કામ કરતા રહીએ.

યહોવાએ નક્કી કરેલા સમયે ખુશખબર ફેલાવવાનું કામ બંધ થઈ જશે અને ત્યારે “અંત આવશે.” (માથ. ૨૪:૧૪, ૩૬) એ દિવસ આવે ત્યાં સુધી આપણે યહોવાની આ આજ્ઞા પાળતા રહીએ: “તારો હાથ પાછો ખેંચી ન રાખ.” *સભાશિક્ષક ૧૧:૬ વાંચો.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

ગયા લેખમાં જોઈ ગયા કે ‘માણસોને ભેગા કરવાનું’ કામ કરવા આપણામાં ચાર ગુણો હોવા જરૂરી છે. (માથ. ૪:૧૯) હવે જોઈશું કે આ ત્રણ રીતોથી ખુશખબર ફેલાવવાના કામમાં લાગુ રહી શકીએ છીએ: (૧) ધ્યાન ફંટાવવા ન દો, (૨) ધીરજ રાખો અને (૩) શ્રદ્ધામાં મજબૂત થાઓ. એ ત્રણ રીતો કેમ જરૂરી છે એ પણ જોઈશું.

ધ્યાન ફંટાવવા ન દો

૪. યહોવાએ સોંપેલા કામમાંથી આપણું ધ્યાન કેમ ફંટાવવા ન દેવું જોઈએ?

ઈસુએ જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં કેવા બનાવો બનશે અને લોકો કેવા હશે. તે જાણતા હતા કે એવી બાબતોને લીધે ખુશખબર ફેલાવવાના કામમાંથી શિષ્યોનું ધ્યાન ફંટાય શકે છે. એટલે તેમણે શિષ્યોને સલાહ આપી કે “જાગતા રહો.” (માથ. ૨૪:૪૨) નુહના સમયમાં લોકોનું ધ્યાન ફંટાય ગયું હતું. એવી જ રીતે આજે પણ અમુક બાબતોને લીધે આપણું ધ્યાન ફંટાઈ શકે છે. (માથ. ૨૪:૩૭-૩૯; ૨ પીત. ૨:૫) એટલે યહોવાએ સોંપેલા કામમાંથી આપણું ધ્યાન ફંટાવવા ન દઈએ.

૫. પ્રેરિતોનાં કાર્યો ૧:૬-૮માં ખુશખબર ફેલાવવાના કામ વિશે શું જણાવ્યું છે?

આજે ખુશખબર ફેલાવવાના કામ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. ઈસુએ કહ્યું હતું કે તેમના મરણ પછી પણ શિષ્યો ખુશખબર ફેલાવતા રહેશે અને તેમના કરતાં વધારે એ કામ કરશે. (યોહા. ૧૪:૧૨) ઈસુના મરણ પછી તેમના અમુક શિષ્યો માછલી પકડવાના કામમાં પાછા લાગી ગયા. સજીવન થયા પછી ઈસુએ ચમત્કાર કર્યો, જેથી શિષ્યો ઘણી બધી માછલીઓ પકડી શક્યા. એમ કરીને તેમણે શિષ્યોને સમજાવ્યું કે બીજાં બધાં કામ કરતાં ખુશખબર ફેલાવવાનું કામ સૌથી મહત્ત્વનું છે. (યોહા. ૨૧:૧૫-૧૭) સ્વર્ગમાં જતા પહેલાં ઈસુએ શિષ્યોને જણાવ્યું કે તેમણે શરૂ કરેલું કામ પૃથ્વીના છેડા સુધી ફેલાશે. (પ્રેરિતોનાં કાર્યો ૧:૬-૮ વાંચો.) વર્ષો પછી, ઈસુએ પ્રેરિત યોહાનને દર્શન આપ્યું કે “પ્રભુના દિવસમાં” * શું થશે. એક દર્શનમાં પ્રેરિત યોહાને જોયું કે દૂત પાસે “હંમેશાં ટકનારી ખુશખબર” હતી. તે “દરેક દેશ, કુળ, બોલી અને પ્રજાને” ખુશખબર જણાવી રહ્યો હતો. (પ્રકટી. ૧:૧૦; ૧૪:૬) એનાથી સાફ જોવા મળે છે કે યહોવાએ સોંપેલું કામ દુનિયા ફરતે આપણે કરતા રહીએ.

૬. આપણે ખુશખબર ફેલાવવાના કામમાં કઈ રીતે પૂરું ધ્યાન આપી શકીએ?

યહોવા આપણને ઘણી મદદ કરે છે, એનો વિચાર કરીશું તો ખુશખબરના કામ પરથી આપણું ધ્યાન ફંટાશે નહિ. યહોવાએ આપણને ઘણાં બધાં સાહિત્ય આપ્યાં છે. જેમ કે, છાપેલાં અને ઇલેક્ટ્રૉનિક સાહિત્ય, ઑડિયો-વીડિયો અને બ્રૉડકાસ્ટિંગ. હજાર કરતાં વધારે ભાષામાં આપણી વેબસાઇટ છે! (માથ. ૨૪:૪૫-૪૭) રાજકારણ, ધર્મ અને પૈસાને લીધે આજે દુનિયાના લોકોમાં ભાગલા પડી ગયા છે. દુનિયાના લોકો અને યહોવાના લોકોમાં આભ-જમીનનો ફરક છે. દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ ૮૦ લાખ કરતાં વધુ છે, છતાં તેઓ ભેગા મળીને યહોવાની ભક્તિ કરે છે. દાખલા તરીકે, શુક્રવાર ૧૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ તેઓએ ભેગા મળીને દરરોજના વચનની ચર્ચા કરી હતી. એ વિશેનો તેઓએ વીડિયો જોયો હતો. એ સાંજે ઈસુના સ્મરણપ્રસંગમાં ૨,૦૯,૧૯,૦૪૧ લોકો ભેગા થયા હતા. આપણને પણ એમાં ભાગ લેવાનો અદ્‍ભુત લહાવો મળ્યો હતો. એના પર વિચાર કરીશું તો આપણે ખુશખબર ફેલાવવાના કામ પર પૂરું ધ્યાન આપી શકીશું.

ઈસુ ખુશખબર ફેલાવતા રહ્યા અને પોતાનું ધ્યાન ફંટાવવા ન દીધું (ફકરો ૭ જુઓ)

૭. ઈસુના પગલે ચાલવાથી કઈ રીતે ખુશખબર ફેલાવવાના કામમાં પૂરું ધ્યાન આપી શકીએ?

બીજી એક રીતે પણ આપણે ખુશખબર ફેલાવવાના કામ પર ધ્યાન આપી શકીએ છીએ. એ છે ઈસુના પગલે ચાલીને. તેમણે કોઈ પણ બાબતને ખુશખબર ફેલાવવાના કામને આડે આવવા દીધી નહિ. (યોહા. ૧૮:૩૭) શેતાને “દુનિયાનાં બધાં રાજ્યો અને એની જાહોજલાલી” આપવાની લાલચ આપી ત્યારે ઈસુ લલચાયા નહિ. અરે, લોકો તો તેમને રાજા બનાવવા માંગતા હતા પણ તેમણે સાફ ના પાડી. (માથ. ૪:૮, ૯; યોહા. ૬:૧૫) તે ધનદોલતની મોહમાયામાં ફસાયા નહિ કે વિરોધીઓથી ડરી ગયા નહિ. (લુક ૯:૫૮; યોહા. ૮:૫૯) આપણી શ્રદ્ધાની કસોટી થાય ત્યારે પ્રેરિત પાઊલની આ સલાહ ધ્યાનમાં રાખીએ. તેમણે કહ્યું હતું કે ઈસુના પગલે ચાલશો તો તમે ‘થાકી નહિ જાઓ અને હિંમત નહિ હારો.’—હિબ્રૂ. ૧૨:૩.

ધીરજ રાખો

૮. આજે ખાસ ધીરજ રાખવી કેમ જરૂરી છે?

જીવનમાં ઘણી વાર એવા સંજોગો આવે છે, જેમાં આપણે ધીરજ રાખવી પડે છે. જેમ કે, મુશ્કેલીઓ દૂર થાય એની આપણે રાહ જોઈએ છીએ. અથવા સારી બાબત થાય એની રાહ આપણે જોઈએ છીએ. પ્રબોધક હબાક્કૂક યહુદામાંથી દુષ્ટતા દૂર થાય એની લાંબા સમયથી રાહ જોતા હતા. (હબા. ૧:૨) ઈસુના શિષ્યો આશા રાખતા હતા કે, ઈશ્વરનું રાજ્ય “જલદી જ દેખાશે” અને તેઓને રોમનોના પંજામાંથી છોડાવશે. (લુક ૧૯:૧૧) આપણે પણ ઈશ્વરનું રાજ્ય દુષ્ટતા દૂર કરે, એની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. એ રાજ્ય એવી નવી દુનિયા લાવશે જેમાં બધા લોકો નેક હશે. (૨ પીત. ૩:૧૩) યહોવાએ નક્કી કરેલો સમય આવે ત્યાં સુધી આપણે ધીરજ રાખીએ અને રાહ જોઈએ. ચાલો જોઈએ કે યહોવા આપણને કઈ રીતે ધીરજ રાખવાનું શીખવે છે?

૯. શા પરથી કહી શકાય કે યહોવા ધીરજ રાખે છે?

ધીરજ રાખવામાં યહોવાએ સૌથી ઉત્તમ દાખલો બેસાડ્યો છે. તેમણે નુહને વહાણ બનાવવા અને “સત્યનો માર્ગ જાહેર” કરવા પૂરતો સમય આપ્યો હતો. (૨ પીત. ૨:૫; ૧ પીત. ૩:૨૦) સદોમ અને ગમોરાહનો નાશ કરવાનું યહોવાએ નક્કી કર્યું હતું. એ વિશે ઈબ્રાહીમે વારંવાર સવાલો પૂછ્યા ત્યારે યહોવાએ ધીરજથી તેમનું સાંભળ્યું. (ઉત. ૧૮:૨૦-૩૩) વર્ષો સુધી બેવફા ઇઝરાયેલીઓ માટે યહોવાએ ઘણી ધીરજ રાખી. (નહે. ૯:૩૦, ૩૧) આજે પણ યહોવા ધીરજ રાખી રહ્યા છે, જેથી નમ્ર લોકોને “પસ્તાવો કરવાની તક મળે.” (૨ પીત. ૩:૯; યોહા. ૬:૪૪; ૧ તિમો. ૨:૩, ૪) ખુશખબર ફેલાવવાના કામમાં ધીરજ રાખી શકીએ માટે યહોવાના દાખલામાંથી ઘણી મદદ મળે છે. બાઇબલમાં આપેલા એક દાખલાથી પણ યહોવા આપણને ધીરજ રાખવાનું શીખવે છે.

એક ખેડૂત ખૂબ મહેનત કરે છે અને ધીરજ રાખે છે આપણે પણ તેની જેમ કરવું જોઈએ (ફકરા ૧૦-૧૧ જુઓ)

૧૦. યાકૂબ ૫:૭, ૮માં આપેલા ખેડૂતના દાખલામાંથી કયા મહત્ત્વના ગુણ વિશે શીખવા મળે છે?

૧૦ યાકૂબ ૫:૭, ૮ વાંચો. આપણે એક ખેડૂત પાસેથી પણ ધીરજનો ગુણ શીખી શકીએ છીએ. અમુક છોડ જલદી ઊગી નીકળે છે. પણ મોટા ભાગના છોડને ઊગતા વાર લાગે છે, ખાસ તો જેના પર ફળ આવતા હોય એને. ઇઝરાયેલમાં ખેતી કરવાનો સમય આશરે છ મહિના જેટલો રહેતો. પાનખરના પહેલા વરસાદ પછી ખેડૂત બીજ વાવતો અને વસંતઋતુના છેલ્લા વરસાદ પછી તે ફસલ કાપતો. (માર્ક ૪:૨૮) ફસલ તૈયાર થાય ત્યાં સુધી ખેડૂતે રાહ જોવાની હતી. એમ કરવું અઘરું હતું તોપણ તે રાહ જોતો હતો. ખેડૂતે બતાવેલી ધીરજમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ.

૧૧. ખુશખબર ફેલાવવાના કામમાં ધીરજનો ગુણ આપણને કઈ રીતે મદદ કરી શકે?

૧૧ માણસોને રાહ જોવી ગમતી નથી. તેઓ જે કામ કરે છે એનું તેઓને જલદી જ પરિણામ જોઈએ છે. જો આપણને સારો પાક જોઈતો હોય તો એનું ધ્યાન રાખવું પડે. જેમ કે, ખોદવું પડે, રોપવું પડે, કાપકૂપ કરવું પડે અને પાણી પાવું પડે. શિષ્ય બનાવવાનું કામ પણ મહેનત માંગી લે એવું છે. લોકો આપણું ન સાંભળે ત્યારે નિરાશ ન થવા ધીરજનો ગુણ આપણને મદદ કરે છે. અમુક લોકો આપણું સાંભળવા તૈયાર થાય ત્યારે પણ ધીરજ રાખવી જોઈએ. એવી જ રીતે વિદ્યાર્થીના મનમાંથી ખોટી માન્યતાઓ અને ભેદભાવ દૂર કરવા સમય લાગે છે. એક બાઇબલ વિદ્યાર્થીને શ્રદ્ધા કેળવવા આપણે દબાણ કરી શકતા નથી. એક સમયે ઈસુના શિષ્યોને ઈસુની વાત સમજતા થોડી વાર લાગી હતી. (યોહા. ૧૪:૯) પણ યાદ રાખીએ કે આપણે રોપી શકીએ છીએ અને પાણી પાઈ શકીએ છીએ. પણ શ્રદ્ધા કેળવવા લોકોને ઈશ્વર જ મદદ કરી શકે છે.—૧ કોરીં. ૩:૬.

૧૨. આપણા સગા-વહાલાઓને ખુશખબર જણાવતી વખતે શા માટે ધીરજ રાખવી જોઈએ?

૧૨ બીજા એક સંજોગોમાં પણ ધીરજ રાખવી અઘરું બને છે. આપણા સગા-વહાલાઓને ખુશખબર જણાવવી સહેલું હોતું નથી. એ માટે આપણને સભાશિક્ષક ૩:૧, ૭માં આપેલો સિદ્ધાંત મદદ કરશે. એમાં જણાવ્યું છે, “ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત” હોય છે. આપણાં સારાં વાણી-વર્તનથી સગા-વહાલાઓ આપણો સંદેશો સાંભળવા તૈયાર થશે. પછી તક મળે ત્યારે આપણે તેઓને યહોવા વિશે જણાવવા તૈયાર રહેવું જોઈએ. (૧ પીત. ૩:૧, ૨) આપણે ઉત્સાહથી ખુશખબર ફેલાવીએ અને શિષ્યો બનાવીએ ત્યારે બધા સાથે ધીરજથી વર્તવું જોઈએ. એમાં આપણા સગા-વહાલાઓ પણ આવી જાય છે.

૧૩-૧૪. જેઓએ ધીરજ રાખી હોય એવા અમુક દાખલાઓ જણાવો.

૧૩ બાઇબલ સમયના અને આજના સમયના ઈશ્વરભક્તોના દાખલામાંથી આપણે ધીરજનો ગુણ શીખી શકીએ છીએ. હબાક્કૂક ચાહતા હતા કે જલદી જ દુષ્ટતા દૂર થાય, પણ તેમણે ધીરજ રાખી. તેમણે પૂરા ભરોસા સાથે કહ્યું, “હું મારી ચોકી પર ઊભો રહીશ.” (હબા. ૨:૧) પ્રેરિત પાઊલને પોતાનું સેવાકાર્ય ‘પૂરું કરવાની’ દિલથી ઇચ્છા હતી, છતાં તેમણે ઉતાવળ કરી નહિ. પણ તે ધીરજથી “ખુશખબર વિશે પૂરેપૂરી સાક્ષી” આપતા રહ્યા.—પ્રે.કા. ૨૦:૨૪.

૧૪ આપણા સમયના એક યુગલના દાખલા પર વિચાર કરો. ગિલયડ પછી તેઓને એવા દેશમાં મોકલવામાં આવ્યાં, જ્યાં ખૂબ ઓછા સાક્ષી હતા. એ જગ્યાએ ઓછા ખ્રિસ્તી હતા અને લોકોને બાઇબલ શીખવામાં રસ ન હતો. બીજા દેશમાં ગયેલા તેઓના સાથીદારોને સારાં પરિણામો મળી રહ્યાં હતાં, જ્યારે કે તેઓને નહિ. તેઓ હિંમત હાર્યાં નહિ, પણ કામ કરતા રહ્યાં. આખરે આઠ વર્ષે તેઓના એક બાઇબલ વિદ્યાર્થીએ બાપ્તિસ્મા લીધું. એ તેઓ માટે ખુશીની વાત હતી. બાઇબલ સમયના અને આપણા સમયના દાખલામાં એક ખાસ વાત જોવા મળી. તેઓ નિરાશ થયા નહિ કે તેઓએ પોતાનો હાથ પાછો ખેંચી રાખ્યો નહિ. તેઓની મહેનત રંગ લાવી. તેઓએ બતાવેલી ધીરજ માટે યહોવાએ આશીર્વાદ આપ્યો. ચાલો આપણે પણ ‘જેઓ શ્રદ્ધા અને ધીરજને લીધે વચનોના વારસ છે, તેઓને પગલે ચાલીએ.’—હિબ્રૂ. ૬:૧૦-૧૨.

શ્રદ્ધામાં મજબૂત થાઓ

૧૫. આપણી શ્રદ્ધા મજબૂત કરવા શું કરવું જોઈએ?

૧૫ આપણા સંદેશામાં આપણને શ્રદ્ધા હોવાથી બને એટલા લોકોને એ જણાવીએ છીએ. આપણને ભરોસો છે કે બાઇબલમાં આપેલાં વચનો ચોક્કસ પૂરાં થશે. (ગીત. ૧૧૯:૪૨; યશા. ૪૦:૮) આપણા સમયમાં બાઇબલની ભવિષ્યવાણી પૂરી થતા આપણે જોઈ છે. લોકોને બાઇબલની સલાહ લાગુ પાડીને પોતાના જીવનમાં ફેરફાર કરતા આપણે જોયા છે. એનાથી આપણને વધુ ખાતરી મળે છે કે દરેકને ખુશખબર જણાવવી જરૂરી છે.

૧૬. (ક) ગીતશાસ્ત્ર ૪૬:૧-૩ પ્રમાણે યહોવામાં શ્રદ્ધા રાખવાથી કેવી મદદ મળે છે? (ખ) આપણે કેમ ઈસુમાં ભરોસો રાખવો જોઈએ?

૧૬ આપણને યહોવા અને ઈસુ પર શ્રદ્ધા છે. આપણે જે ખુશખબર ફેલાવીએ છીએ, એ યહોવાએ આપી છે અને તેમના રાજ્યના રાજા ઈસુ છે. (યોહા. ૧૪:૧) ભલે ગમે એવા સંજોગો આવે યહોવા હંમેશાં આપણને રક્ષણ અને હિંમત આપશે. (ગીતશાસ્ત્ર ૪૬:૧-૩ વાંચો.) વધુમાં, આપણને ભરોસો છે કે ઈસુ સ્વર્ગમાંથી ખુશખબર ફેલાવવાના કામની દેખરેખ રાખે છે. એ માટે તે યહોવાએ આપેલા અધિકાર અને શક્તિનો ઉપયોગ કરે છે.—માથ. ૨૮:૧૮-૨૦.

૧૭. આપણે કેમ જોરશોરથી ખુશખબર ફેલાવતા રહેવું જોઈએ? દાખલો આપો.

૧૭ શ્રદ્ધા હોવાના લીધે આપણને ભરોસો છે કે યહોવા આપણી મહેનત પર આશીર્વાદ આપશે. અરે, આપણે વિચાર્યું નહિ હોય એવી રીતે આપશે. (સભા. ૧૧:૬) દાખલા તરીકે, આપણે ટ્રોલી પર સાહિત્ય મૂકીએ છીએ જ્યાંથી દરરોજ લાખો લોકો પસાર થાય છે. શું એ રીતથી કોઈ ફાયદો થયો છે? હા, ચોક્કસ. નવેમ્બર ૨૦૧૪ની આપણી રાજ્ય સેવામાં કૉલેજમાં ભણતી એક છોકરીનો અનુભવ આપવામાં આવ્યો છે. તેને યહોવાના સાક્ષીઓ પર નિબંધ લખવો હતો. પણ, તેને પ્રાર્થનાઘર મળતું ન હતું. પછી તેણે પોતાના કૉલેજ કેમ્પસમાં આપણી ટ્રોલી જોઈ. તેને નિબંધ લખવા જે માહિતી જોઈતી હતી એ સાહિત્યમાંથી મળી ગઈ. પછી તેણે બાપ્તિસ્મા લીધું અને હવે તે એક નિયમિત પાયોનિયર છે. એ અનુભવથી જોઈ શકાય છે કે હજુ એવા લોકો છે જેઓ સંદેશો સાંભળવા માંગે છે. તો ચાલો આપણે જોરશોરથી ખુશખબર ફેલાવતા રહીએ.

તમારો હાથ પાછો ખેંચી ન રાખો

૧૮. આપણે શા માટે ખાતરી રાખી શકીએ કે ખુશખબર ફેલાવવાનું કામ નક્કી કરેલા સમયે પૂરું થશે?

૧૮ આપણે ખાતરી રાખી શકીએ કે ખુશખબર ફેલાવવાનું કામ એના નક્કી કરેલા સમયે પૂરું થઈ જશે. યહોવા દરેક કામ સમયસર કરે છે. યાદ કરો કે નુહના સમયમાં શું થયું હતું. આશરે ૧૨૦ વર્ષ પહેલાં યહોવાએ નક્કી કરી દીધું હતું કે જળપ્રલય ક્યારે લાવશે. જળપ્રલયના ૪૦થી ૫૦ વર્ષ પહેલાં તેમણે નુહને વહાણ બનાવવાનું કામ સોંપ્યું. નુહે એ કામ પૂરાં તન-મનથી કર્યું. ભલે લોકોએ આંખઆડા કાન કર્યા, પણ નુહ ચેતવણી આપતા રહ્યા. યહોવાએ પ્રાણીઓને વહાણમાં લઈ જવાનું ન કહ્યું ત્યાં સુધી નુહ ચેતવણી આપતા રહ્યા. પછી નક્કી કરેલા સમયે ‘યહોવાએ બારણું બંધ કર્યું.’—ઉત. ૬:૩; ૭:૧, ૨, ૧૬.

૧૯. આપણે પોતાનો હાથ પાછો ખેંચી ન રાખીએ તો કેવું ભાવિ જોવા મળશે?

૧૯ જલદી જ યહોવા જણાવશે કે ખુશખબર ફેલાવવાનું કામ પૂરું થઈ ગયું છે. ‘યહોવા બારણું બંધ કરી દેશે’ એટલે કે શેતાનની દુષ્ટ દુનિયાનો નાશ કરી દેશે. એ પછી નવી દુનિયાનો સોનેરી યુગ આવશે, જ્યાં નેકદિલ લોકો હશે. એ દિવસ આવે ત્યાં સુધી આપણે નુહ, હબાક્કૂક અને બીજા ઈશ્વરભક્તોના પગલે ચાલતા રહીએ. તેઓની જેમ આપણે પણ પોતાનો હાથ પાછો ખેંચી ન રાખીએ. આપણે પોતાનું ધ્યાન ફંટાવવા ન દઈએ, ધીરજ રાખીએ તેમજ યહોવા અને તેમનાં વચનો પર અડગ શ્રદ્ધા રાખીએ.

ગીત ૧૦ હું હાજર છું તારા માટે

^ ફકરો. 5 અગાઉના લેખમાં આપણે જોઈ ગયા કે ઈસુએ માણસો ભેગા કરવાનું આમંત્રણ આપ્યું હતું. જે બાઇબલ વિદ્યાર્થીઓ જીવનમાં ફેરફાર કરી રહ્યાં છે, તેઓને એ આમંત્રણ સ્વીકારવા એમાં ઉત્તેજન આપ્યું હતું. આ લેખમાં ત્રણ રીતોની ચર્ચા કરીશું, જેનાથી આપણને યહોવા ના પાડે નહિ, ત્યાં સુધી એ કામમાં લાગુ રહેવા મદદ મળે છે. પછી ભલે આપણે નવાં હોઈએ કે વર્ષોથી સત્યમાં હોઈએ.

^ ફકરો. 2 શબ્દોની સમજ: “તારો હાથ પાછો ખેંચી ન રાખ” શબ્દોનો આ લેખમાં અર્થ થાય છે કે યહોવા ના પાડે નહિ, ત્યાં સુધી ખુશખબર ફેલાવવાનું કામ કરતા રહીએ.

^ ફકરો. 5 ઈસુએ ૧૯૧૪માં રાજ કરવાનું શરૂ કર્યું ત્યારે “પ્રભુનો દિવસ” શરૂ થયો અને એ હજાર વર્ષના રાજના અંતે પૂરો થશે.