સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

સભાશિક્ષક ૫:૮માં કોના વિશે વાત કરવામાં આવી છે, માણસો વિશે કે યહોવા વિશે?

આ મહત્ત્વની કલમમાં લખ્યું છે: ‘જો ગરીબો પર થતા જુલમને તથા દેશમાં ઇન્સાફ તથા ન્યાયને ઊંધા વાળતા જોરજુલમને તું જુએ, તો એ વાતથી નવાઈ ન પામ. કેમ કે ઊંચાઓ કરતાં જે ઊંચો છે તે લક્ષ આપે છે અને તેઓ કરતાં એક ઊંચો છે.’—સભા. ૫:૮.

એ કલમ વાંચવાથી માણસોને લાગે કે એમાં મોટા મોટા અધિકારીઓની વાત કરવામાં આવી છે. એના પર વધારે વિચાર કરવાથી જાણવા મળે છે કે એમાં યહોવા વિશે પણ બતાવવામાં આવ્યું છે. એ જાણીને આપણને દિલાસો અને ખાતરી મળે છે.

સભાશિક્ષક ૫:૮માં એવા અધિકારી વિશે બતાવ્યું છે કે જે ગરીબો પર જુલમ અને અન્યાય કરે છે. એવા અધિકારીએ યાદ રાખવું જોઈએ કે તેની ઉપર પણ કોઈ મોટો અધિકારી છે, જે તેને જોઈ રહ્યો છે. વધુમાં, એનાથી પણ ઉપર મોટા અધિકારીઓ હોય શકે. દુઃખની વાત છે કે એ બધા અધિકારીઓ ભ્રષ્ટ હોય શકે. એના લીધે સામાન્ય લોકોએ સહેવું પડે છે.

એ બધી બાબતોને લીધે આપણે નિરાશાનાં વાદળોમાં ઘેરાય જઈએ. પણ આપણી પાસે આશાનું એક કિરણ છે. એ છે કે યહોવા એવા બધા અધિકારીઓને જોઈ રહ્યા છે. એ જાણીને આપણને દિલાસો મળે છે. આપણે પોતાનો બોજો યહોવા પર નાખીએ અને તેમની પાસે મદદ માંગીએ. (ગીત. ૫૫:૨૨; ફિલિ. ૪:૬, ૭) આપણે જાણીએ છીએ કે ‘યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું હૃદય તેમની તરફ પૂરેપૂરું ઢળેલું છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.’—૨ કાળ. ૧૬:૯.

સભાશિક્ષક ૫:૮થી એ યાદ રાખવા મદદ મળે છે કે આ દુનિયામાં દરેક અધિકારીની ઉપર એક મોટો અધિકારી હોય છે. સૌથી મહત્ત્વનું તો યહોવા જ સૌથી મોટા અધિકારી છે. તેમની પાસે સૌથી વધારે અધિકાર છે. હમણાં યહોવા, પોતાના દીકરા ઈસુ દ્વારા રાજ કરી રહ્યા છે. ઈસુ તેમના રાજ્યના રાજા છે. યહોવાની નજરથી કોઈ બચી શકે નહિ. તે બધું જ જોઈ રહ્યા છે. તે બધા સાથે ન્યાયથી વર્તે છે અને તેમના દીકરા પણ તેમના જેવા છે.