સંશોધન માટે સૂચન
બાળકોને શીખવવા માટે
માતા-પિતા, તમારા માથે એક મોટી જવાબદારી છે. એ છે, બાળકોને યહોવા વિશે શીખવવું. (એફે. ૬:૪) તમને મદદ મળે એ માટે યહોવાના સંગઠને ઘણાં લેખો, વીડિયો અને ગીતો પૂરાં પાડ્યાં છે. બાળકોને શીખવવા તમે કઈ રીતે એ બધાંનો ઉપયોગ કરી શકો?
JW.ORG પર જાઓ. એમાં બાળકો અને યુવાનો માટે ઘણી માહિતી છે. જેમ કે, વીડિયો અને અમુક ઍક્ટિવિટી, જેમાં બાળકો જવાબ લખી શકે કે ચિત્ર દોરી શકે. a એ માટે “શોધો” બૉક્સમાં “બાળકો” કે “યુવાનો” લખો.
તમારા બાળક માટે જે માહિતી યોગ્ય હોય, એ પસંદ કરો. “બાળકો” વિભાગમાં ઘણાં વીડિયો, ગીતો અને ઍક્ટિવિટી છે. તમે વિચારી શકો કે તમારા બાળકને શામાંથી મદદ મળશે.
બાળકો સાથે ચર્ચા કરો. બસ બાળક શાંતિથી બેસી રહે એ માટે તેને વીડિયો ચાલુ કરીને આપી ન દો કે પછી કોઈ ઍક્ટિવિટી કરવા આપી ન દો. એને બદલે એ માહિતી પર તેઓ સાથે ચર્ચા કરો અને યહોવાના પાકા દોસ્ત બનવા મદદ કરો.
a JW લાઇબ્રેરી પર હાલમાં બાળકો અને યુવાનો માટે બધા વીડિયો છે, પણ અમુક જ ઍક્ટિવિટી પ્રાપ્ય છે.