સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ માટે સૂચન

અભ્યાસ કરો, નવું નવું શીખવા તૈયાર રહો

અભ્યાસ કરો, નવું નવું શીખવા તૈયાર રહો

અભ્યાસ કરતા પહેલાં આપણે કદાચ પોતાને પૂછીએ, ‘મને આ અહેવાલમાંથી શું શીખવા મળશે?’ કદાચ આપણે પહેલેથી જ ધારી લઈએ કે એમાંથી કયો મુદ્દો શીખવા મળશે. પણ એનો અર્થ એ નથી કે એમાં નવા મુદ્દા નહિ હોય, જે યહોવા આપણને શીખવવા માંગે છે. અભ્યાસ કરતી વખતે નવા નવા મુદ્દા શીખવા શું કરવું જોઈએ?

પ્રાર્થનામાં ડહાપણ માંગો. યહોવા હમણાં તમને શું શીખવવા માંગે છે, એ સમજવા તેમની પાસે મદદ માંગો. (યાકૂ. ૧:૫) તમે પહેલેથી જે જાણો છો, ફક્ત એનાથી જ સંતોષ ન માનો.—નીતિ. ૩:૫, ૬.

બાઇબલની શક્તિને નજરઅંદાજ ન કરો. “ઈશ્વરનો સંદેશો જીવંત” છે. (હિબ્રૂ. ૪:૧૨) જ્યારે પણ બાઇબલ વાંચીએ છીએ, ત્યારે કંઈ ને કંઈ નવું શીખવા મળે છે અને એ જીવનના અલગ અલગ પાસાંમાં મદદ કરે છે. પણ એવું ક્યારે શક્ય બનશે? ઈશ્વર જે શીખવે છે, એ શીખવાની જરૂર છે એવું સ્વીકારીશું ત્યારે.

યહોવાની મેજ પર રાખેલા દરેક પકવાનની મજા માણો. આપણી શ્રદ્ધા મજબૂત કરવા યહોવા જે ખોરાક આપે છે, એ “જાતજાતનાં પકવાનોની . . . મિજબાની” જેવો છે. (યશા. ૨૫:૬) એટલે ગમતાં પકવાનની જ નહિ, ન ગમતાં પકવાનની પણ મજા માણો. ભલે લાગતું હોય કે કોઈ વિષય પર અભ્યાસ કરવામાં મજા નહિ આવે, તોપણ એ વાંચો, અભ્યાસ કરો. એમ કરવાથી અભ્યાસ કરવામાં મજા આવશે અને તમે યહોવાને પસંદ છે એવી વ્યક્તિ બની શકશો!