સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | શું આપણે પ્રાર્થના કરવી જોઈએ?

ઈશ્વર કેમ આપણને પ્રાર્થના કરવા કહે છે?

ઈશ્વર કેમ આપણને પ્રાર્થના કરવા કહે છે?

ઈશ્વર દોસ્તીનો હાથ લંબાવે છે.

સારા સંબંધો જાળવી રાખવા દોસ્તો એકબીજા સાથે વાતચીત કરતા રહે છે. એવી જ રીતે, ઈશ્વર પણ આપણને તેમની સાથે વાત કરવા આમંત્રણ આપે છે, જેથી તેમની સાથે ગાઢ મિત્રતા કેળવી શકીએ. ઈશ્વર જણાવે છે, ‘તમે મને હાંક મારશો, અને તમે મને પ્રાર્થના કરશો, એટલે હું તમારું સાંભળીશ.’ (યિર્મેયા ૨૯:૧૨) ઈશ્વર સાથે વાત કરતા રહેશો તેમ, ‘તમે તેમની પાસે જશો અને તે તમારી પાસે આવશે.’ (યાકૂબ ૪:૮) પવિત્ર શાસ્ત્ર ખાતરી આપે છે કે, ‘જેઓ તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે.’ (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮) આપણે જેટલી વધારે પ્રાર્થના કરીએ, એટલી ઈશ્વર સાથેની મિત્રતા ગાઢ બને છે.

‘જેઓ તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮

ઈશ્વર તમને મદદ કરવા ચાહે છે.

ઈસુએ કહ્યું: ‘તમારામાં એવો કયો માણસ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે, તો તેને સાપ આપશે? એ માટે જો તમે તમારાં બાળકોને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતા પાસે જેઓ માગે છે તેઓને કેટલાં વિશેષે કરીને તે સારાં વાનાં આપશે?’ (માથ્થી ૭:૯-૧૧) હા, ઈશ્વર ચાહે છે કે તમે તેમને પ્રાર્થના કરો. કેમ કે, “તે તમારી સંભાળ રાખે છે” અને મદદ કરવા ચાહે છે. (૧ પીતર ૫:૭) ઈશ્વર એ પણ ચાહે છે કે આપણે પોતાની તકલીફો તેમને જણાવીએ. પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે, “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.”—ફિલિપી ૪:૬.

મનુષ્યોને ભક્તિની ભૂખ છે.

મનુષ્યોના સ્વભાવ પર અભ્યાસ કરતા નિષ્ણાતોને જોવા મળ્યું છે કે, કરોડો લોકોને પ્રાર્થના કરવાની જરૂર લાગે છે. અરે, જેઓ ઈશ્વરમાં માનતા નથી તેઓ પણ પ્રાર્થના કરે છે. * એ બતાવે છે કે મનુષ્યોને ભક્તિની ભૂખ સાથે બનાવવામાં આવ્યા હતા. ઈસુએ જણાવ્યું હતું: “જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે.” (માથ્થી ૫:૩, ઈઝી-ટુ-રીડ-વર્ઝન) ભક્તિની ભૂખ સંતોષવાની એક રીત છે કે, આપણે ઈશ્વર સાથે નિયમિત વાત કરીએ.

ઈશ્વરની ઇચ્છા પ્રમાણે પ્રાર્થના કરવાથી કેવા ફાયદા થઈ શકે? (w૧૫-E ૧૦/૦૧)

^ ફકરો. 8 સાલ ૨૦૧૨માં કરેલા એક સર્વે મુજબ અમેરિકામાં રહેતા નાસ્તિકોમાંના ૧૧ ટકા લોકો મહિનામાં ઓછામાં ઓછી એક વાર પ્રાર્થના કરે છે.—પ્યુ રિસર્ચ સેન્ટર.