જ્યાં જુઓ ત્યાં લોકો નફરતનો શિકાર બને છે
આજે આખી દુનિયામાં નફરત એક મહામારીની જેમ ફેલાય ગઈ છે.
આજે ઘણા લોકો કોઈ ધર્મ, જાતિ કે ભાષા વિરુદ્ધ એવું કંઈક બોલે કે લખે છે જેનાથી નફરતની આગ ફેલાય છે. તેઓને મારે છે અથવા લૂંટફાટ કરે છે. ઘણા લોકો બીજાઓ સાથે ભેદભાવ કરે છે અથવા તેઓ કહે છે કે આ જાતિ કે ભાષાના લોકો એવા જ હોય છે. તેઓની મજાક ઉડાવે છે, અપમાન કરે છે, ડરાવે-ધમકાવે છે અથવા તેઓને ત્યાં તોડફોડ કરે છે. કેટલાક લોકો તો બીજાઓ સાથે જાનવરો જેવું વર્તન કરે છે. તમે કદાચ સોશિયલ મીડિયા પર કે સમાચારોમાં આવા ઘણા બનાવો વિશે સાંભળ્યું હશે. સાચે જ, આજે જ્યાં જુઓ ત્યાં નફરતની આગ ભડકે બળે છે.
આ મૅગેઝિનમાં બતાવ્યું છે કે કઈ રીતે નફરતને ખતમ કરી શકાય. આ કોઈ સપનું નથી, પણ સાચે જ એવું બની શકે છે. આજે આખી દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓએ પોતાનાં મનમાંથી નફરતને કાયમ માટે કાઢી નાખી છે.