પવિત્ર શાસ્ત્ર શું કહે છે?
ચિંતાનો સામનો કરવા શું પવિત્ર શાસ્ત્ર મદદ કરી શકે?
તમે શું કહેશો?
હા
ના
કદાચ
શાસ્ત્ર શું કહે છે?
‘તમે તમારી સર્વ ચિંતાઓ ઈશ્વર પર નાખી દો.’ (૧ પીતર ૫:૭) શાસ્ત્ર ખાતરી આપે છે કે, ઈશ્વર આપણને ચિંતાઓમાંથી બહાર આવવા મદદ કરી શકે છે.
શાસ્ત્રમાંથી બીજું શું શીખી શકીએ?
પ્રાર્થના કરવાથી આપણે “ઈશ્વરની શાંતિ”નો અનુભવ કરી શકીએ છીએ, જે ચિંતામાંથી મુક્ત થવા મદદ કરે છે.—ફિલિપીઓ ૪:૬, ૭.
વધુમાં, શાસ્ત્ર વાંચવાથી તણાવભર્યા સંજોગો સામે લડવા મદદ મળે છે.—માથ્થી ૧૧:૨૮-૩૦.
શું ચિંતા વગરનું જીવન શક્ય છે?
અમુક લોકો માને છે . . . ચિંતા અને તણાવ તો માનવજીવનનો ભાગ છે. બીજા અમુક માને છે કે મરણ પછી બીજી દુનિયાના જીવનમાં જ સાચી શાંતિનો અનુભવ થઈ શકે છે. તમારું શું માનવું છે?
શાસ્ત્ર શું કહે છે?
ઈશ્વર આપણી એકેએક ચિંતા દૂર કરશે. “મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ.”—પ્રકટીકરણ ૨૧:૪.
શાસ્ત્ર બીજું શું શીખવે છે?
ઈશ્વર પૃથ્વી પર રાજ કરશે ત્યારે, મનુષ્યો સાચી શાંતિ અને સલામતીનો અનુભવ કરશે.—યશાયા ૩૨:૧૮.
કોઈ તણાવ નહિ હોય અને કોઈ ચિંતા નહિ સતાવે.—યશાયા ૬૫:૧૭.