“તે તમારી સંભાળ રાખે છે”
જીવનમાં ભલે બધા તમારો સાથ છોડી દે, પણ કોઈક એવું છે જે તમારો સાથ કદી નહિ છોડે. તે કોણ છે?
જૂના જમાનામાં થઈ ગયેલા રાજા દાઊદે કહ્યું હતું: ‘ભલે મારાં માતા-પિતા મારો ત્યાગ કરે, પણ યહોવા મારી સંભાળ રાખશે.’—ગીતશાસ્ત્ર ૨૭:૧૦, NW.
યહોવા “દયાળુ પિતા અને દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે. તે આપણી બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે.”—૨ કોરીંથી ૧:૩, ૪.
“તમારી સર્વ ચિંતાઓ તેમના પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પીતર ૫:૭.
ઈશ્વર તમને કઈ રીતે મદદ કરવા માંગે છે? એ વિશે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૧૨ જુઓ. એ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. તમે આ વેબસાઇટ પરથી પણ એ ડાઉનલોડ કરી શકો: www.pr418.com/gu