પવિત્ર શાસ્ત્ર સાથે પોતાની માન્યતા સરખાવી જુઓ
શુંતમે એક ખ્રિસ્તી છો? જો એમ હોય, તો તમે એવા બે અબજ લોકોમાંના એક છો, જેઓ પોતાને ખ્રિસ્તના અનુયાયીઓ માને છે. દર ત્રણ વ્યક્તિમાં એક પોતાને ખ્રિસ્તી ગણે છે. આજે હજારો પંથો ખ્રિસ્તી તરીકે ઓળખાય છે. છતાં, તેઓની માન્યતાઓ અને વિચારો એકબીજાથી અલગ છે. કદાચ બીજા ખ્રિસ્તીઓ કરતાં તમારી માન્યતા સાવ જુદી હશે. તમે જે માનો છો, એનાથી શું કોઈ ફરક પડે છે? હા. જો તમે બાઇબલ પ્રમાણે ચાલવા માંગતા હો, તો ફરક પડે છે.
ઈસુ ખ્રિસ્તના શરૂઆતના અનુયાયીઓ “ખ્રિસ્તી કહેવાયા.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૬) તેઓને કોઈ બીજા નામથી ઓળખાવાની જરૂર ન હતી, કેમ કે તેઓ બધાની માન્યતા એક શ્રદ્ધા પર આધારિત હતી. ઈસુ ખ્રિસ્તના શિક્ષણ અને માર્ગદર્શનને ખ્રિસ્તીઓ એક થઈને અનુસર્યા, કેમ કે ઈસુએ જ ખ્રિસ્તી ધર્મનો પાયો નાખ્યો હતો. તમારા ચર્ચ વિશે શું? શું તમને ખાતરી છે કે ખ્રિસ્તે શીખવ્યું હતું અને શરૂઆતના ખ્રિસ્તીઓ જે માનતા હતા, એ જ તમારું ચર્ચ શીખવે છે? તમે કઈ રીતે એની ખાતરી કરી શકો? એક જ રીત છે. બાઇબલને માપદંડ તરીકે વાપરીને સરખામણી કરો.
જરા વિચાર કરો: ઈસુ ખ્રિસ્ત માનતા હતા કે શાસ્ત્ર ઈશ્વરની વાણી છે, એટલે તેમને એના પ્રત્યે ખૂબ માન માર્ક ૭:૯-૧૩) આપણે એ ખાતરી રાખી શકીએ કે ઈસુના સાચા અનુયાયીઓ પોતાની માન્યતાનો આધાર બાઇબલ પર રાખે છે. એટલે દરેક ખ્રિસ્તીએ પોતાને પૂછવું જોઈએ: ‘શું મારા ચર્ચનું શિક્ષણ બાઇબલ પ્રમાણે છે?’ એ સવાલનો જવાબ મેળવવા, તમે પોતે જુઓ કે બાઇબલ શું કહે છે અને તમારું ચર્ચ શું શીખવે છે.
હતું. ઈસુના સમયમાં અમુક લોકો શાસ્ત્રના શિક્ષણ કરતાં મનુષ્યોએ બનાવેલા રીત-રિવાજોને વધારે મહત્ત્વ આપતા હતા. એ બધું ઈસુએ ચલાવી લીધું નહિ. (ઈસુએ કહ્યું કે ઈશ્વરની ભક્તિ સત્યતાથી કરવી જોઈએ અને એ સત્ય બાઇબલમાં રહેલું છે. (યોહાન ૪:૨૪; ૧૭:૧૭) પ્રેરિત પાઊલે કહ્યું કે “સત્યનું સંપૂર્ણ જ્ઞાન” લઈશું તો જ તારણ પામીશું. (૧ તીમોથી ૨:૪) તેથી, જરૂરી છે કે આપણી માન્યતાઓનો પાયો બાઇબલ સત્ય પર આધારિત હોય. નહિતર, આપણું તારણ જોખમમાં આવી જશે!
બાઇબલ સાથે પોતાની માન્યતાઓ કઈ રીતે સરખાવશો
ચાલો છ સવાલો જોઈએ. એ પણ જોઈએ કે બાઇબલ એના શું જવાબ આપે છે. કલમો જુઓ અને એના જવાબો પર વિચાર કરો. પછી, પોતાને પૂછો, ‘મારા ચર્ચનું શિક્ષણ શું બાઇબલના શિક્ષણ સાથે મેળ ખાય છે?’
પોતાની માન્યતાઓને બાઇબલ સાથે સરખાવવા આ સવાલ-જવાબ તમને મદદ કરશે. શું તમે તમારા ચર્ચની બીજી માન્યતાઓને બાઇબલ સાથે સરખાવવા માંગો છો? બાઇબલમાં જણાવેલું સત્ય જોવા, યહોવાના સાક્ષીઓ તમને ખુશી ખુશી મદદ કરશે. યહોવાના સાક્ષીઓને પૂછો, તેઓ તમને શાસ્ત્રમાંથી મફત શીખવશે. અથવા, અમારી વેબસાઇટ jw.org/gu પર જાઓ. (wp16-E No. 4)