સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ગુજરી ગયેલા જીવતા થઈ શકે?

શું ગુજરી ગયેલા જીવતા થઈ શકે?

મરણના પંજામાંથી કોઈ છટકી શકતું નથી. શું એનો અર્થ એવો થાય કે ગુજરી ગયેલાઓને કાયમ માટે ભૂલી જઈએ? શું તેઓને આપણે ફરી ક્યારેય મળી શકીશું?

બાઇબલ શું કહે છે?

ગુજરી ગયેલાઓને ઈશ્વર ભૂલી ગયા નથી

‘જેઓ કબરમાં છે તેઓ બધા બહાર નીકળી આવશે.’​—યોહાન ૫:૨૮, ૨૯.

ઈશ્વર તેઓને યાદ રાખે છે અને પાછા ઉઠાડશે.

ગુજરી ગયેલાઓને પૃથ્વી પર જીવતા કરવામાં આવશે

“સારા લોકો અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.”​—પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫.

લાખો ને કરોડો લોકોને જીવતા કરવામાં આવશે. તેઓ પાસે હંમેશ માટે સુખ-ચેનથી જીવવાની તક હશે.

ઈશ્વરે પોતે વચન આપ્યું છે, તમે ભરોસો મૂકી શકો!

‘ઈશ્વર તારાઓની ગણતરી કરે છે; તે સર્વને નામો આપે છે.’​—ગીતશાસ્ત્ર ૧૪૭:૪.

ઈશ્વર અબજો તારાઓને નામથી ઓળખે છે. ગુજરી ગયેલાઓને પણ તે સહેલાઈથી યાદ રાખે છે અને જીવતા કરશે.