સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરને તમારી ખૂબ ચિંતા છે

ઈશ્વરને તમારી ખૂબ ચિંતા છે

બાઇબલમાં જીવન જીવવા વિશે સૌથી સારી સલાહ આપવામાં આવી છે, કેમ કે એ ઈશ્વરની પ્રેરણાથી લખવામાં આવ્યું છે. જોકે એ સારવારને લગતું પુસ્તક નથી, તોપણ એમાં આપેલાં અમુક સૂચનો અલગ અલગ સંજોગો સામે લડવા મદદ કરે છે. જેમ કે ડર અથવા ચિંતાઓ આપણને કોરી ખાય, કોઈ એકની એક વાત વિચાર કરીને હેરાન થઈએ, દુઃખના લીધે રડવું આવે કે પછી શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને લીધે નિરાશ થઈ જઈએ.

સૌથી સારી વાત એ છે કે બાઇબલમાંથી એવી ખાતરી મળે છે કે આપણને બનાવનાર ઈશ્વર યહોવા a આપણા વિચારો અને લાગણીઓ સમજે છે. તે આપણને બીજાઓ કરતાં વધારે સારી રીતે સમજે છે. એટલું જ નહિ તે આપણને મદદ કરવા આતુર છે, પછી ભલેને આપણા પર કોઈ પણ મુશ્કેલીઓ આવી પડે. ચાલો હવે, બાઇબલની એવી બે કલમો પર ધ્યાન આપીએ જેનાથી દિલાસો મળે છેઃ

“દુઃખી લોકોના પડખે યહોવા છે. કચડાયેલા મનના લોકોને તે બચાવે છે.”—ગીતશાસ્ત્ર ૩૪:૧૮.

“હું યહોવા તારો ઈશ્વર, તારો જમણો હાથ પકડી રાખું છું. હું તને કહું છું: ‘ડરીશ નહિ, હું તને મદદ કરીશ.’”—યશાયા ૪૧:૧૩.

પણ યહોવા માનસિક સ્વાસ્થ્યને લગતી તકલીફોનો સામનો કરવા કઈ રીતે આપણી મદદ કરે છે? હવે પછીના લેખોમાં જણાવ્યું છે કે યહોવાને ખરેખર આપણી ચિંતા છે અને તે આપણી મદદ કરવા ચાહે છે.

a પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.