ઈશ્વરે આપ્યું વચન, થશે સ્વસ્થ મન
ઈશ્વર બાઇબલ દ્વારા એવા લોકોને સલાહ અને દિલાસો આપે છે, જેઓ અલગ અલગ માનસિક બીમારીઓ સામે લડી રહ્યા છે.
એટલું જ નહિ તેમણે વચન આપ્યું છે કે જે કારણોને લીધે માનસિક બીમારીઓ થાય છે, એવાં બધાં જ કારણોને તે હંમેશ માટે મિટાવી દેશે.
ઈશ્વર જ્યારે પોતાનું એ વચન પૂરું કરશે ત્યારે ડર, ચિંતા કે નિરાશાની લાગણીઓ આપણને ફરી ક્યારેય હેરાન નહિ કરે. ‘અગાઉના ખરાબ બનાવો યાદ પણ નહિ આવે, અરે! એ કોઈના મનમાં પણ નહિ આવે.’—યશાયા ૬૫:૧૭.
ઈશ્વર પોતાનું એ વચન ક્યારે અને કઈ રીતે પૂરું કરશે? જો તમે એ વિશે જાણવા માંગતા હો, તો યહોવાના સાક્ષીઓ તમને મદદ કરવા હંમેશાં તૈયાર છે.