હંમેશાં કામ લાગે એવી સલાહ આજે ક્યાંથી મળી શકે?
આજે દુનિયાના સંજોગો ઝડપથી બદલાઈ રહ્યા છે. એવામાં કઈ રીતે ભરોસો રાખી શકો કે તમે જે નિર્ણયો લેશો, એના સારાં જ પરિણામો આવશે? તમે કઈ રીતે ખાતરી રાખી શકો કે જે વાતોને આજે સાચી માનવામાં આવે છે, એ કાલે ખોટી નહિ પડે?
બાઇબલની સલાહ પાળીને આપણે એવા નિર્ણયો લઈ શકીએ છીએ, જેનો ક્યારેય અફસોસ નહી થાય. શું ખરેખર એવું બની શકે? હા, આપણને બનાવનાર ભગવાને બાઇબલ લખાવ્યું છે. એટલે તે જાણે છે કે આપણે કઈ રીતે સારું જીવન જીવી શકીએ અને ખુશ રહી શકીએ.
“સારું શું છે, એ તેમણે તને જણાવ્યું છે.”—મીખાહ ૬:૮.
બાઇબલમાં આપેલી સલાહો એકદમ સરસ છે. આપણે ભરોસો રાખી શકીએ એવી સલાહો છે. બાઇબલની વાતો ‘વિશ્વાસપાત્ર હતી, આજે છે અને હંમેશાં રહેશે.’—ગીતશાસ્ત્ર ૧૧૧:૮.
તમે પોતે જાણવાની કોશિશ કરો કે દુનિયાના બદલાતા સંજોગોમાં બાઇબલ તમને કઈ રીતે મદદ કરી શકે છે.