સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારવાર એવી હોવી જોઈએ, જે ફક્ત લક્ષણો જ ન પારખે પરંતુ ઇલાજ પણ કરે

મુશ્કેલી

આપણી તકલીફોનું કારણ શોધવું

આપણી તકલીફોનું કારણ શોધવું

આપણા જીવનમાં ઘણી તકલીફો છે, જેનાથી આપણી શાંતિ-સલામતી છીનવાઈ જાય છે. એના લીધે આપણું ભાવિ ધૂંધળું દેખાય છે. શું તમને લાગે છે કે માણસજાત એ તકલીફો દૂર કરી શકે? બીમારીનો ઇલાજ ત્યારે જ થાય, જ્યારે એનું કારણ ખબર હોય. એવી જ રીતે, મુશ્કેલીઓનું કારણ ખબર હશે તો જ એનો ઉકેલ મળી શકશે.

એ સમજવા એક દાખલો લઈએ. ટોમભાઈ બીમાર હતા અને પછી મરણ પામ્યા. તેમના મરણનું કારણ શું હતું? ટોમને મરણના થોડા સમય પહેલાં બીજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંના ડોક્ટરે જણાવ્યું: ‘શરૂ શરૂમાં બીમારીના લક્ષણો દેખાયા ત્યારે, એનું મૂળ કારણ શોધવા કોઈએ પ્રયત્ન કર્યો ન હતો.’ એવું લાગે છે કે શરૂઆતમાં તેમનો ઇલાજ કરનાર ડોક્ટરો ફક્ત સાદી દવાઓ આપ્યા કરતા, જેથી તેમને રાહત મળે.

આજે માણસો પણ તકલીફો વિશે એ ડોક્ટરો જેવી જ રીત અજમાવે છે. તેઓ લોકોને મીઠી ગોળી આપે છે. દાખલા તરીકે, હિંસા કાબૂમાં રાખવા સરકાર નિયમો બનાવે છે, સી. સી. ટીવી કેમેરા ગોઠવે છે અને પોલીસનો કાફલો વધારે છે અને તેઓને વધારે સાધનો આપે છે. એવી બાબતો અમુક હદે કામ કરે છે, પણ તકલીફોનું મુખ્ય કારણ દૂર થતું નથી. હકીકતમાં લોકોએ પોતાના વાણી-વર્તનમાં સુધારો કરવાની જરૂર છે. તેઓનાં વિચારો, લાગણીઓ અને ઇચ્છાઓથી દેખાય આવે છે કે તેઓ કેવા છે.

ડેનિયલ દક્ષિણ આફ્રિકાના એક ગરીબ દેશમાં રહે છે. તે જણાવે છે: ‘એક સમયે અમે સુખેથી જીવતા હતા. હિંસક લુટારાઓનો ડર ન હતો. હવે તો એકેય ગામ કે નગરમાં શાંતિ જોવા મળતી નથી. દેશની બગડતી હાલત બતાવે છે કે મોટા ભાગના લોકો લોભી થઈ ગયા છે. તેઓને બીજાઓના જીવનની અને માલમિલકતની જરાય પડી નથી.’

મધ્ય-પૂર્વ એશિયામાં થઈ રહેલી અંધાધૂંધીને કારણે એક માણસ ત્યાંથી નાસી છૂટ્યો. પછીથી તેણે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. અગાઉના સમય વિશે તે કહે છે: ‘અમારા શહેરમાં ઘણા યુવાનોને રાજકીય તથા ધાર્મિક સંસ્થાઓ તરફથી લડાઈમાં જોડાવા ઉત્તેજન આપવામાં આવતું. અરે, તેઓનું કુટુંબ પણ એ વાતને ટેકો આપતું, જેથી લોકો તેઓને હીરો ગણે. વિરોધીઓ પણ પોતાના યુવાનોને એવું જ શીખવતા. આ બધાથી હું સાફ જોઈ શક્યો કે માણસોની સરકાર પર ભરોસો મૂકવાથી ફક્ત નિરાશા જ હાથ લાગે છે.’

એક પ્રાચીન ગ્રંથ આમ જણાવે છે:

  • “માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે.”—ઉત્પત્તિ ૮:૨૧.

  • “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે; તેને કોણ જાણી શકે?”—યિર્મેયા ૧૭:૯.

  • ‘દુષ્ટ વિચારો, હત્યાઓ, વ્યભિચાર, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ હૃદયમાંથી નીકળે છે.’—માથ્થી ૧૫:૧૯.

માણસોમાં ખોટી ઇચ્છાઓ છે, જેના લીધે તેઓ બીજાઓને દુઃખ પહોંચાડે છે. એ ખોટી ઇચ્છાઓને કોઈ માણસ દૂર કરી શકતો નથી. હકીકતમાં તો એ ખોટી ઇચ્છાઓ ફૂલીફાલી રહી છે. એનાથી ઘણી તકલીફો ઊભી થાય છે, જેના વિશે આપણે અગાઉના લેખમાં જોઈ ગયા. (૨ તિમોથી ૩:૧-૫) આજે ભલે માણસો માહિતી અને ટેક્નોલૉજીના યુગમાં જીવી રહ્યા હોય, તોપણ તકલીફો દૂર કરી શક્યા નથી. શા માટે માણસો શાંતિ-સલામતી લાવી શક્યા નથી? શું માણસો પોતાની પાસે વધુ પડતી અપેક્ષા રાખી રહ્યા છે? શાંતિ-સલામતી લાવવી શું માણસોના ગજા બહારની વાત છે?

શાંતિ-સલામતી લાવવી શું માણસોના ગજા બહારની વાત છે?

માની લો કે માણસો કોઈ ચમત્કારથી ખોટી ઇચ્છાઓને કાઢી નાખે પણ શાંતિ-સલામતી વિશે શું? એ તો અશક્ય છે. કારણ કે માટીના માણસો માટે એ ગજા બહારની વાત છે.

હકીકત આ છે: ‘પોતાનાં પગલાં ગોઠવવાં એ મનુષ્યનું કામ નથી.’ (યિર્મેયા ૧૦:૨૩) માણસોને એ રીતે બનાવવામાં આવ્યા નથી કે તેઓ એકબીજા પર રાજ કરે. જેમ માણસો પાણીની અંદર કે અવકાશમાં રહી શકતા નથી, એમ તેઓ એકબીજા પર રાજ કરી શકતા નથી!

જેમ માણસો પાણીની અંદર રહી શકતા નથી, એમ તેઓ એકબીજા પર રાજ કરી શકતા નથી!

દાખલા તરીકે, જીવન જીવવા વિશે અને સંસ્કારો વિશે સલાહ મળે ત્યારે લોકો મોં ચડાવે છે. બાળકોને શિસ્ત આપવી, ગર્ભપાત કે મોતની સજા જેવા વિષયો પર અમુકને બીજાઓના વિચારો ગમતા નથી. એવા તો ઘણા વિષયો છે, જેના લીધે લોકોમાં મતભેદ ઊભા થાય છે. ભલે બાઇબલ જે કહે એ સ્વીકારવું અઘરું લાગે પણ એ જ ખરો ઉકેલ છે. બીજાઓ પર રાજ કરવાનો આપણને અધિકાર નથી અને આપણી પાસે આવડત પણ નથી. તો પછી મદદ માટે કોની તરફ મીટ માંડી શકીએ?

મદદ માટે સર્જનહાર તરફ મીટ માંડવી યોગ્ય કહેવાય! કારણ કે તેમણે આપણને બનાવ્યા છે. ભલે અમુક લોકોને લાગે કે તે આપણને ભૂલી ગયા છે, પણ એ સાચું નથી. બાઇબલમાં જોવા મળે છે કે તે આપણી કાળજી રાખે છે. જો આપણે એ અજોડ પુસ્તકનો અભ્યાસ કરીશું, તો માણસજાત વિશે જાણી શકીશું. માણસજાતનો ઇતિહાસ કેમ દુઃખોથી ભરેલો છે, એ વિશે આપણને જાણવા મળશે. એ વિશે જર્મનીના એક ફિલોસોફરે કહ્યું હતું: ‘લોકો અને સરકારો ઇતિહાસમાંથી જરાય બોધપાઠ લેતા નથી. એટલે તેઓનાં વાણી-વર્તનમાં કોઈ સુધારો જોવા મળતો નથી.’

બાઇબલની સમજણ, કરે આપણું રક્ષણ

એક જ્ઞાની વ્યક્તિએ કહ્યું હતું: “ડહાપણ પોતાનાં કાર્યોથી ખરું સાબિત થાય છે.” (લુક ૭:૩૫) આપણને યશાયા ૨:૨૨ના શબ્દોમાં ડહાપણ જોવા મળે છે, જે કહે છે: “તમે માણસની આશા છોડો.” એ સલાહથી આપણને ખોટી આશા અને અપેક્ષા ન રાખવા મદદ મળે છે. ઉત્તર અમેરિકાના એક શહેરમાં હિંસાએ માઝા મૂકી છે. ત્યાં રહેતા કેનેથ જણાવે છે: ‘એક પછી એક નેતાઓ આવતા જાય છે અને વચનો આપતાં રહે છે, પણ પૂરાં કરતા નથી. એનાથી સાફ દેખાય આવે છે કે બાઇબલ જે કહે છે એ સાચું છે.’

અગાઉ જેમના વિશે જોઈ ગયા એ ડેનિયલ જણાવે છે ‘માણસો એકબીજા પર રાજ કરી શકતા નથી, એવી ખાતરી દિવસે ને દિવસે પાકી થતી જાય છે. બૅન્કમાં પૈસા હોવાથી કે અમુક રોકાણ કરવાથી તમારું ભાવિ સુરક્ષિત થઈ જતું નથી. પણ પૈસા પર ભરોસો મૂકનારાઓને મેં રાતા પાણીએ રડતા જોયા છે.’

ખોટી અપેક્ષા રાખવાને બદલે બાઇબલ આપણને સોનેરી આશા રાખવા મદદ કરે છે. એના વિશે આપણે હવે પછીના લેખોમાં જોઈશું.