સજાગ બનો! નં. ૧ ૨૦૨૨ | આફતથી ઘેરાયેલી દુનિયામાં—સાચી સલાહ મેળવો
દુનિયાની હાલત દિવસે દિવસે બગડતી જાય છે. એનાં બે કારણો હોઈ શકે: (૧) કુદરતી આફતો (૨) માણસોને લીધે આવતી મુશ્કેલીઓ. આપણામાંથી ઘણાએ એનાં ખરાબ પરિણામો પણ ભોગવ્યાં હશે. આ મૅગેઝિનમાંથી તમને શીખવા મળશે કે આવી આફતોમાંથી બચવા તમે શું કરી શકો. એ પણ જાણી શકશો કે તમને અને તમારા સ્નેહીજનોને સાચી સલાહ ક્યાંથી મળી શકે.
આફતથી ઘેરાયેલી દુનિયામાં સાચી સલાહ મેળવો
આફત આવી પડે ત્યારે, પોતાના માટે અને પોતાના કુટુંબ માટે પગલાં ભરવાં તૈયાર રહો.
૧ | તમારી તંદુરસ્તી સાચવો
જો તમે તંદુરસ્ત હશો તો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકશો.
૨ | તમે સમજી-વિચારીને પૈસા વાપરો
જો તમે અત્યારે પૈસા બચાવશો તો આફતના સમયે તમારી પાસે અમુક પૈસા હશે.
૩ | તમારા સંબંધો સાચવો
લગ્નબંધન મજબૂત કરવા, દોસ્તો સાથે સંબંધો જાળવી રાખવા અને બાળકો સાથે સંબંધ મજબૂત કરવા આ સૂચનો પર વિચાર કરો.
૪ | આશાનો દીવો સળગતો રાખો
જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા બાઇબલ સાચી સલાહ આપે છે અને ભાવિની સુંદર આશા આપે છે.
સજાગ બનો!ના આ અંકમાં
આ લેખો તમને અને તમારા કુટુંબને મદદ કરશે કે આફતના સમયે કઈ રીતે બચી શકાય.