સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રસ્તાવના

પ્રસ્તાવના

કુટુંબ સુખી બનાવો બાર રીતો અજમાવો

આપણને એવી ઘણી બાબતો વિશે સાંભળવા મળે છે, જેના લીધે કુટુંબોમાં તિરાડ પડે છે.

  • ૧૯૯૦થી ૨૦૧૫ સુધીમાં યુનાઈટેડ સ્ટેટ્‌સમાં છૂટાછેડાનું પ્રમાણ પ૦થી વધુ ઉંમરના લોકોમાં બે ગણું અને ૬૫થી વધુ ઉંમરના લોકોમાં ત્રણ ગણું થઈ ગયું છે.

  • માતા-પિતા આ કારણને લીધે ગૂંચવણમાં પડી ગયાં છે: અમુક નિષ્ણાતો સલાહ આપે છે કે બાળકોના વારંવાર વખાણ કરવા જોઈએ. બીજા અમુક કહે છે કે બાળકો સાથે કડક રહેવું જોઈએ.

  • સફળ થવા માટે આવડતો હોવી જરૂરી છે. પણ યુવાનો એ આવડતો વગર મોટા થઈ રહ્યા છે.

ભલે લોકો ગમે એ વિચારે, પણ કુટુંબો સફળ થઈ શકે છે:

  • લગ્‍નજીવન કાયમ માટે ટકી શકે છે અને આશીર્વાદો લાવી શકે છે.

  • માબાપ પોતાનાં બાળકોને પ્રેમથી શિસ્ત આપવાનું શીખી શકે છે.

  • યુવાનોને જે આવડતોની જરૂર પડે છે, એ તેઓ શીખી શકે છે.

સજાગ બનો!ના આ અંકમાં કુટુંબ સુખી બનાવવાની બાર રીતો આપી છે.