સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કઈ રીતે નક્કી કરી શકો?

તમે કઈ રીતે નક્કી કરી શકો?

“વિશ્વ કોઈની મદદ વગર બની શકે છે અને એ રીતે જ બન્યું છે.”​—ભૌતિક વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ અને લિયોનાર્ડ મ્લોડીનોવ, ૨૦૧૦.

“ઈશ્વરે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.”—બાઇબલ, ઉત્પત્તિ ૧:૧.

શું વિશ્વ, માણસો, પ્રાણીઓ અને ઝાડપાન એ બધું આપોઆપ આવી ગયું કે ભગવાને એને બનાવ્યું છે? એ વિશે ભૌતિક વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ અને લિયોનાર્ડ મ્લોડીનોવે જે કહ્યું અને બાઇબલમાં જે લખ્યું છે, એ એકબીજાથી એકદમ અલગ છે. ઘણા લોકો એ વૈજ્ઞાનિકોની વાત માને છે. ઘણા લોકો બાઇબલમાં જે લખ્યું છે એ માને છે. પણ ઘણા એવાં છે, જે નથી જાણતા કે એ બેમાંથી સાચું શું છે? જાણીતા પુસ્તકો અને ટીવી પ્રોગ્રામોમાં એ વિષયને લઈને વાદવિવાદ જોવા મળે છે.

કદાચ તમે સ્કૂલમાં શીખ્યા હશો કે વિશ્વ, માણસો, પ્રાણીઓ અને ઝાડપાન એ બધું આપોઆપ આવી ગયું છે, એને કોઈએ બનાવ્યા નથી. પણ શું કોઈ પુરાવો આપ્યો કે ઈશ્વર નથી? બીજી બાજુ તમે ધર્મગુરુઓ પાસેથી સાંભળ્યું હશે કે ઈશ્વર છે. તેઓએ તમને એનો કોઈ પુરાવો આપ્યો કે પછી એમ કહ્યું કે બસ “શ્રદ્ધા” રાખો કે ઈશ્વર છે, કેમ કે એ જ સાચું છે.

કદાચ તમને લાગતું હશે કે ઈશ્વર છે કે નહિ, એ તો કોઈ નથી જણાવી શકતું. એવું પણ થયું હશે કે એ જાણીને હું શું કરું?

આ અંકમાં સૌથી પહેલા અમુક પુરાવા જોઈશું, જેનાથી ઘણા લોકો માનવા લાગ્યા કે ઈશ્વર છે અને તેમણે જ બધું બનાવ્યું છે. એ પછી જોઈશું કે એ જાણવું કેમ જરૂરી છે કે આ બધું કેવી રીતે આવ્યું.