સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સર્જનહાર વિશે જાણવું કેમ જરૂરી છે?

સર્જનહાર વિશે જાણવું કેમ જરૂરી છે?

પુરાવા તપાસ્યા પછી શું તમને ભરોસો થયો કે ઈશ્વર છે? જો તમને ભરોસો થયો હોય તો, એ પણ તપાસીને નહિ જુઓ કે બાઇબલ ઈશ્વરે લખાવ્યું છે કે નહિ? એ જાણવું કેમ જરૂરી છે? જો તમને ભરોસો થઈ જાય કે બાઇબલમાં લખેલી માહિતી એકદમ સાચી છે, તો તમને બહુ જ ફાયદો થશે. ચાલો એ વિશે જોઈએ.

જીવનમાં ખુશી આવશે

બાઇબલમાં લખ્યું છે: ‘ઈશ્વર ભલાઈ બતાવે છે. તેમણે તમારા માટે આકાશમાંથી વરસાદ વરસાવ્યો, ફળદાયી ઋતુઓ આપી, ખોરાકથી તમને સંતોષ આપ્યો અને આનંદથી તમારું હૃદય ભરી દીધું.’—પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૭.

એનો શું અર્થ થાય? આપણે દુનિયામાં જે બધી કુદરતી વસ્તુઓનો આનંદ માણીએ છીએ, એ બધી ઈશ્વર તરફથી ભેટ છે. તમે જાણશો કે ઈશ્વરને તમારા પર કેટલો પ્રેમ છે, ત્યારે તમે એ બધી કુદરતી વસ્તુઓની હજુ વધારે કદર કરશો.

આજે કામ આવે એવી સલાહ

બાઇબલમાં લખ્યું છે: ‘તમને સમજાશે કે ખરાં ધોરણો, ન્યાય અને સચ્ચાઈ કોને કહેવાય, તમને ખ્યાલ આવશે કે સાચો માર્ગ કોને કહેવાય.’—નીતિવચનો ૨:૯.

એનો શું અર્થ થાય? ઈશ્વરે આપણને બનાવ્યા છે એટલે તે જાણે છે કે આપણા માટે સૌથી સારું શું છે. બાઇબલમાં તેમણે સૌથી સારી સલાહ લખાવી છે. બાઇબલ વાંચશો ત્યારે, તમને જાણવા મળશે કે ખુશ રહેવા શું કરવું જોઈએ.

તમારા સવાલોના જવાબ મળશે

બાઇબલમાં લખ્યું છે: “ઈશ્વરનું જ્ઞાન તારે હાથ લાગશે.”—નીતિવચનો ૨:૫.

એનો શું અર્થ થાય? ઈશ્વર છે એ જાણવાથી તમને બાઇબલમાંથી ઘણા મહત્ત્વના સવાલોના જવાબ મળશે. જેમ કે, ઈશ્વરે માણસને કેમ બનાવ્યો? આપણા પર દુઃખો કેમ આવે છે? મરણ પછી શું થાય છે?

ઉજ્જવળ ભાવિની આશા

બાઇબલમાં લખ્યું છે: “યહોવા કહે છે, ‘મને ખબર છે કે હું તમારા માટે શું કરવાનો છું. હું તમારા પર આફતો નહિ લાવું, પણ તમને શાંતિ આપીશ. હું તમને ઉજ્જવળ ભાવિ અને આશા આપીશ.’”—યર્મિયા ૨૯:૧૧.

એનો શું અર્થ થાય? ઈશ્વર વચન આપ્યું છે કે બહુ જલદી તે બધી દુષ્ટતા અને દુઃખ-તકલીફોનો અંત લાવશે. એ વખતે મરણ પણ નહિ હોય. ઈશ્વરના એ વચનો પર જો તમને ભરોસો બેસશે, તો આજની મુશ્કેલીઓમાં પણ તમે ખુશ રહેશો અને હિંમત નહિ હારો.