સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

પોશાક“આપણો પોશાક—એનું શું મહત્ત્વ?” (માર્ચ ૮, ૧૯૯૯) એ લેખ વિષે હું તમને લખી રહ્યો છું. તમે અમને “વખતસર ખાવાનું” પૂરું પાડો છો એની હું કદર કરું છું. (માત્થી ૨૪:૪૫) પરંતુ લેખમાંની કેટલીક ટીકાઓ વ્યક્તિગત અભિપ્રાય હોય એવું લાગે છે. તમે એમ લખો છો કે “ટી-શર્ટ પર તમારી મનપસંદ ફિલ્મ કે રમતવીરનું ચિત્ર હોય તો . . . એ તમને એની ઉપાસના કરવા પણ દોરી શકે,” એમ હંમેશા બનતું નથી. બાઇબલની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યા વિના, રમતવીરોની પ્રશંસા કરીએ, એમાં કંઈ ખોટું નથી.

એમ. ડી., ફ્રાન્સ

અમે તમારી ટીકાની કદર કરીએ છીએ, પરંતુ પહેરવેશ વિષે નિયમ બનાવવાનો અમારો કોઈ ઇરાદો ન હતો. અમારો લેખ વાચકોને પહેરવેશની પસંદગીમાં ‘મર્યાદાનો’ ઉપયોગ કરવા ઉત્તેજન આપતો હતો. (૧ તીમોથી ૨:૯, ૧૦) ટી-શર્ટ વિષેની ટીકા નિયમ નથી, પણ શક્ય છે કે, ખુદ પહેરનારને નુકસાન થઈ શકે. ખરું કે, કોઈ વ્યક્તિની કુશળતાઓ અને આવડતના વખાણ કરવામાં કંઈ ખોટું નથી. પરંતુ શું એ ખ્રિસ્તી માટે ડહાપણભર્યું છે કે, એ પહેરીને તે બીજાઓ પર એવી છાપ પાડે કે, બાઇબલના ધોરણો પ્રમાણે ન જીવનારાની જીવન-ઢબ અને નૈતિકતાના તમે ચાહક છો?—સંપાદક.

માબાપને પત્ર “પોતાના માબાપને ખાસ પત્ર” (એપ્રિલ ૮, ૧૯૯૯)ના લેખથી મને ઘણું ઉત્તેજન મળ્યું. મારા માબાપને પણ મારે એ જ લખવું જોઈતું હતું. તેઓ ખ્રિસ્તી સભાઓમાં અને પ્રચારકાર્યમાં નિયમિત રીતે ભાગ લેતા. તેમ જ પરોણાગત બતાવવામાં સારૂ ઉદાહરણ હતા. મારા પિતા સેવકાઈ ચાકર હતા; તેથી તેમને મંડળમાં ઘણું જ કામ રહેતું. છતાં, તે ઘણી વાર અમારા માટે મનોરંજનની યોજના કરતા, તેથી અમને કદી પણ અમારા સહાધ્યાયીઓની અદેખાઈ થતી નહિ. તે ખ્રિસ્તી મહાસંમેલનમાંથી ઘરે આવતી વખતે ગાડીના અકસ્માતમાં મૃત્યુ પામ્યા, અને અમારું જીવન સાવ બદલાઈ ગયું. પરંતુ તે દેવનું રાજ્ય તેમના જીવનમાં પ્રથમ મૂકતા, એ મને બરાબર યાદ છે. તેમ જ મારી મમ્મીનો વિશ્વાસ જોઈને મને પણ યહોવાહની સેવા કરવા ઉતેજન મળ્યું છે.

એસ. કે., જાપાન

કટોકટી હેઠળ બાળકો “કટોકટી હેઠળ બાળકો—તેઓનું રક્ષણ કોણ કરશે?” મે ૮, ૧૯૯૯ના અંક માટે હું આભારી છું. મને લાગે છે કે બાળ અત્યાચાર વિષે કાયમ લેખો હોવા જોઈએ, જેથી સમાજ જાગી ઊઠે. આપણાં બાળકોનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. તમે તમારું સારું કામ ચાલુ જ રાખો એમ હું ઇચ્છું છું.

પી. પી., બાળ સલાહકારોની ઑફિસ, રોમ, ઇટાલી

આપણે ૨૧મી સદીના ઉંબરે આવી પહોંચ્યા છીએ. છતાં, ઘણાં બાળકોનો હજુ પણ ગુલામ તરીકે અને બીજાઓને મારી નાખવા ઉપયોગ થાય છે, એ આઘાતજનક છે. એ માનવું પણ અઘરું છે કે, તેઓમાંના મોટાં ભાગનાં બાળકોને સારા જીવનની કોઈ આશા નથી. ફરીથી, સજાગ બનો!એ ખરેખર જગતનાં બાળકોની હાલતનું વર્ણન કર્યું છે.

એસ. આર, બી., બ્રાઝિલ

છત્રીસ વર્ષના લગ્‍નજીવન પછી મારા છૂટાછેડા થયા. મને ખબર પડી કે, મારી વહાલી દીકરીઓની મારા પતિ વર્ષોથી જાતીય પજવણી કરતા હતા. (તે ખ્રિસ્તી નથી.) મેં એ જાણ્યું ત્યારે હું માની જ ન શકી. જાતીય પજવણીની ગંભીરતા અને એનાથી નિર્દોષ બાળકો કેટલું સહન કરે છે, એ કોઈ સમજતું ન હોય એમ લાગ્યું. તેથી, તમે આ જાતીય શોષણ વિષે જે લેખ આપ્યો એ માટે હું યહોવાહનો આભાર માનું છું.

એન. એમ., યુનાઈટેડ સ્ટેટ્‌સ