સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આજે પણ તેને એ ગીત યાદ છે

આજે પણ તેને એ ગીત યાદ છે

આજે પણ તેને એ ગીત યાદ છે

“શાળામાં મેં એક ગીત ગાયું હતું જેના શબ્દો આ પ્રમાણે હતા, ‘મહાન યહોવાહ તેમના મહિમામાં બિરાજે છે.’ હું ઘણી વાર વિચારતી હતી કે ‘આ યહોવાહ કોણ છે?’”

આ ટીકા ગ્વેન ગૂચે આપી હતી જે યહોવાહના એક સાક્ષી છે અને તેમનું જીવનવૃતાંત ચોકીબુરજ સામયિકમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. * અમેરિકાના સિઍટલ, વૉશિંગ્ટનમાં રહેતી વીરા યાદ કરે છે, “મને પણ આવો જ અનુભવ થયો હતો.”

કોઈ એક ચોક્કસ ગીત સાંભળીને વીરાને પણ ગ્વેન ગૂચની જેમ આશ્ચર્ય થયું હતું કે આ યહોવાહ કોણ છે. વીરાને ૧૯૪૯માં એનો જવાબ મળ્યો જ્યારે તેના ભાઈએ પહેલીવાર તેને બાઇબલમાંથી યહોવાહ, પરમેશ્વરનું વ્યક્તિગત નામ છે એમ બતાવ્યું.

ત્યારથી લઈને આજ સુધી વીરા લગભગ પચાસ વર્ષોથી યહોવાહની એક સાક્ષી છે. પરંતુ શાળાના દિવસોમાં તેણે ગાયેલા ગીતને તે ભૂલી શકી નથી, હજુ પણ તેને એ યાદ છે. તે કહે છે, “વર્ષોથી મેં એ ગીતના ઉદ્‍ભવ વિષે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.” છેવટે, સંગીતની એક દુકાનની મદદથી તેને જાણવા મળ્યું. આ ગીત ફ્રાંત્સ શૂબર્તે ૧૮૨૫માં લખ્યું હતું. આ ગીતના શબ્દો સંગીતના લય સાથે મળીને યહોવાહની સ્તુતિ કરતા હતા. ઉદાહરણ તરીકે, ગીતના કેટલાક શબ્દો આ પ્રમાણે હતા:

“પ્રભુ યહોવાહ છે મહાન! પૃથ્વી અને આકાશ તેમની શક્તિનું કરે છે એલાન . . . પ્રચંડ તોફાન પણ તેમની અમાપ શક્તિનો આપે છે સંદેશ, નદીઓના વહેણ . . . જંગલોનો સૂસવાટ, મકાઈના લહેરાતા સોનેરી ખેતરો, વિવિધરંગી ફુલોની સુગંધ અને તારાઓથી ભરેલા ભૂરા આકાશમાં દેખાય છે તેમની શક્તિનો વૈભવ . . . યહોવાહની શક્તિ છે અજોડ . . . વાદળાંના ગડગડાટથી તેમની શક્તિની થાય છે અનુભૂતિ, વીજળીના ચમકારાથી આકાશમાં ફેલાય છે પ્રકાશ. આ જોઈને કહે છે હૃદયનો ધબકાર, કરો યહોવાહના ગુણગાન, તે છે સનાતન અને શક્તિમાન! સ્વર્ગમાં છે તે વિરાજમાન, માંગો એમની પાસે દયાનું દાન . . . પ્રભુ યહોવાહ ખરેખર છે મહાન!”

વીરા નોંધે છે: “મેં ઘણી વાર આ ગીતની પંક્તિઓનો ઉપયોગ કરીને લોકોને બતાવ્યું છે કે ૧૮૦૦ની સાલમાં પણ કેટલાક લોકો હતા જેઓ દેવનું નામ જાણતા હતા અને તેમની સ્તુતિ કરતા હતા.” સત્ય તો એ છે કે પ્રાચીન સમયમાં પુરુષો અને સ્ત્રીઓને યહોવાહમાં વિશ્વાસ હતો અને એ વિશ્વાસ તેમને ગીતો ગાઈને યહોવાહની સ્તુતિ કરવા માટે પ્રેરતો હતો. આ વર્ષોથી ચાલતું આવ્યું છે અને સદાકાળ ચાલતું રહેશે, કારણ કે આકાશ અને પૃથ્વીના ઉત્પન્‍નકર્તા ખરેખર એને યોગ્ય છે.

[ફુટનોટ]

^ માર્ચ ૧, ૧૯૯૮નું ચોકીબુરજ જુઓ.

[પાન ૧૩ પર ચિત્ર]

વીરા