સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ - નંદદાયી યુગલ ગાયકો

આ - નંદદાયી યુગલ ગાયકો

- નંદદાયી યુગલ ગાયકો

કેન્યામાંના સાજાગ બનો!ના ખબરપત્રી તરફથી

બે ગાયકો એકબીજાને નિહાળતા, ગાવાની તૈયારીમાં છે. મુખ્ય ગાયકે પોતાની ડોક નમાવીને મધુર, સ્પષ્ટ સૂર કાઢ્યો જે એકદમ સૂરીલો હતો જે સવારના પવનની લહેરખી સાથે લાંબા અંતર સુધી ફેલાય જાય છે. પછીથી બીજા ગાયકે પ્રભાવશાળીપણે ડોક નમાવીને એજ ઘડીએ એથી પણ મોટા સ્વરે સૂર વહેતો મૂક્યો. યુગલને ગતિ અને સંવેગ મળતા, બંનેનો સૂર એકાકાર થઈ ગયો. હું તો અચંબાથી તેઓને સાંભળી જ રહ્યો અને તેઓની સારી પ્રતિભા તથા તેઓના અવાજની મધુરતાથી આશ્ચર્યમાં પડી ગયો.

આ સુગમ સંગીત કોઈ ભરચક હૉલમાં રજૂ કરવામાં આવતું નથી. પરંતુ, એ કેન્યામાં મારા ઘર પાસેના ઝાડ પરની ડાળી પર રજૂ કરવામાં આવે છે—બે પક્ષીઓ દ્વારા. તેઓનું સંગીત પૂરું થાય છે ત્યારે, પીંછાધારી ગાયકો એકદમ ઊભા થઈ જાય છે અને પોતાની પાંખો ફેલાવીને દૂર ઊડી જાય છે.

ઘણી વાર એમ કહેવામાં આવે છે કે “હંમેશા એક જ પ્રકારનાં પક્ષીઓ ટોળે વળતાં હોય છે.” તો પછી, નોંધપાત્રપણે જ કેટલાંક પક્ષીઓ ભેગાં મળીને ગાવાનો આનંદ માણે છે—અને એની સાથે તાલ મીલાવે છે! બંને પક્ષીઓ જોયા વિના એટલા એકરાગિતાથી ગાતાં હોય છે કે, સાંભળનારાઓને ઘણી વાર એ નક્કી કરવું મુશ્કેલ લાગે છે કે બે ભિન્‍ન પક્ષીઓ એ ગાઈ રહ્યાં છે! અરે વૈજ્ઞાનિકોને પણ એની ખબર નહોતી. આમ, કેવળ તાજેતરમાં જ એ જાણવા મળ્યું કે પક્ષીઓ મધ્યે પણ આ પ્રકારનાં યુગલ ગીતો હોય છે.

બેલ પક્ષી

દાખલા તરીકે, ઉષ્ણકટિબંધના બુબુ ખાસ કરીને નિપુણ ગાયક છે. આફ્રિકાના અમુક ભાગોમાં એ જોવા મળ્યું છે કે, ધાતુના બે ટુકડાને અફાળવાથી વાંસળી જેવો અજોડ સૂર ઉત્પન્‍ન થાય છે. આમ, એને સામાન્ય રીતે બેલ પક્ષી કહેવામાં આવે છે. બુબુનું માથું, ગળું અને પાંખો કાળી ચમકદાર હોવાથી સોહામણું દેખાય છે. એની ઉજળા બરફ જેવી છાતી પરના પીછાં અને સફેદ પાંખ વચ્ચેનો પટ્ટો એને એકદમ આકર્ષક બનાવે છે. બુબુ હંમેશા જોડીમાં જ જોવા મળે છે તથા નર અને માદામાં ચિહ્‍ન તથા રંગ બાબતે સરખાપણું જોવા મળે છે.

ઘટાદાર જંગલ કે ઝાડીઓમાં થઈને જતી વખતે એને જોયા વગર જ બુબુની હાજરીની કોઈને પણ ખબર પડી જાય છે. નર ઘણી વાર ત્રણ વખત ઘંટનાદ જેવો ઝડપી સૂર કાઢે છે. એ જ પળે માદા કર્કશપણે ક્વી કરીને એનો જવાબ આપે છે. કેટલીક વખત એક પોતે સતત રીતે સૂર કાઢે છે જ્યારે એનો સાથી એ અનુસાર એકલ અવાજે તાલ મીલાવે છે—એક કર્ણપ્રિય સૂર જે કોઈ પણ જાતના ભંગાણ વિના એકધારો વહે છે.

આ સમન્વય કઈ રીતે મેળવવામાં આવે છે એ વિષે ચોક્કસપણે વૈજ્ઞાનિકો પણ પૂરી રીતે સમજી શક્યા નથી. કેટલાક વિચારે છે કે, અમુક કિસ્સામાં ઓછામાં ઓછું, એ મહાવરાની વાત છે જેમ કહેવત જણાવે છે “મહાવરો વ્યક્તિને પૂર્ણ બનાવે છે.” નર અને માદા હંમેશા ભેગા મળીને ગાવાથી, ગાવા બાબતે પાવધરા બની જાય છે.

રસપ્રદપણે, બુબુ ઘણી વાર સ્થળ પ્રમાણે ભિન્‍ન “છટા”થી ગાય છે. સ્થાનિક અવાજ અને બીજાં પક્ષીઓના કલરવોને સાંભળીને તેઓ એ પ્રમાણે ગાતા હોય એમ લાગે છે. એ પ્રક્રિયાને સ્વર નકલ કહેવામાં આવે છે. પરિણામે, દક્ષિણ આફ્રિકાની ઝાડીઓમાં સંભળાતા બુબુનાં ગીતો પૂર્વ આફ્રિકાના નીચાણના પ્રદેશમાં સંભળાતાં ગીતો કરતાં કંઈક અલગ હોય છે.

જીવનભરના સાથી

ધ ટ્રાયલ્સ ઑફ લાઇફમાં, ડેવિડ એટનબરોએ અવલોક્યું: “કુદરતી રીતે, યુગલ ગીત ગાનાર જોડી જોવા મળતી નથી પરંતુ જેમ જેમ ઋતુઓ આવે છે તેમ તેઓ હર વખત ભેગા રહે છે.” આ મજબૂત બંધન માટે કયું કારણ છે? એટનબરો આગળ જણાવે છે: “તેઓ એ રીતે મહાવરો કરે છે કે તેઓ વચ્ચેનું બંધન મજબૂત થાય છે, ડાળી પર એકબીજાની બાજુમાં બેઠા હોય ત્યારે પણ અટપટું યુગલ ગીત ગાય છે; અને કેટલીક વાર એકાદ જોડી હાજર ન હોય તો પણ, એકલવાયું પક્ષી એનો પણ ભાગ ગાઈને આખું ગીત ખંતપૂર્વક મધુર રીતે પૂરું કરે છે.”

ગીતો પક્ષીને ઘટાદાર જંગલમાં પોતે ક્યાં છે એ જણાવવામાં મદદ કરે છે. નર પોતાના સાથીનું સ્થળ જાણવા માંગતું હોય તો, તે મધુર ગીત ગાવાનું શરૂ કરે છે અને માદા પણ તેની સાથે જોડાય છે, પછી ભલેને તે એકદમ દૂર હોય. તેઓના સમય એકદમ નિશ્ચિત હોય છે કે તેઓ અગાઉથી ગીત ગાતા હોય.

કામ કરતી વખતે સીસોટી

શું તમે કામ કરતી વખતે સંગીતનો આનંદ માણો છો? જોવા મળ્યું છે કે ઘણાં પક્ષીઓ એમ જ કરે છે. માઈકલ બ્રિટ પોતાના પુસ્તક ધ પ્રાઈવેટ લાઇફ ઑફ બડ્‌ર્સમાં નોંધે છે કે પક્ષીઓનાં ગીતો બીજાં પક્ષીઓમાં શારીરિક જોમ પેદા કરે છે, “નર અને માદા બંનેના હૃદયના ધબકારા વધારે છે.” વધુમાં, કેટલાક માદાં પક્ષીઓ નર પક્ષીનું ગીત સાંભળીને “પોતાના માળા ઝડપથી બનાવે છે” અને “વધારે ઈંડા મૂકવા માટે પ્રેરાય છે.”

એમાં શંકા નથી કે વૈજ્ઞાનિકોએ યુગલ ગાયકો વિષે મુગ્ધ કરી નાખનાર બાબતો શોધી કાઢવાનું ચાલું જ રાખ્યું છે, દાખલા તરીકે ઉષ્ણકટિબંધનું બુબુ. પરંતુ તેઓનાં રોમાંચક ગીતોથી ભલેને ગમે તેટલા મૂલ્યવાન કાર્ય પાર પાડે, આપણે અન્ય મહત્ત્વના હેતુને પણ કદી ન ભૂલીએ. તેઓ કદરદાન પુરુષો અને સ્ત્રીઓના કાનોને આનંદ આપે છે! વધુમાં, આવું આશ્ચર્ય પમાડતું સંગીત “આકાશનાં પક્ષીઓ”ના સર્જનહારને મહિમા આપવા આપણને પ્રેરણા આપે છે.—ગીતશાસ્ત્ર ૮:૮.