‘મોટા મોટા ફેરફારો’
‘મોટા મોટા ફેરફારો’
“ઇતિહાસની કોઈ પણ સદી કરતાં વીસમી સદીએ સૌથી મોટા ફેરફારો જોયા છે.” —વીસમી સદીનો ટાઈમ્સ એટલાસ (અંગ્રેજી).
વી સમી સદીનો વિચાર કરતાં, મોટા ભાગે ઘણા લોકો ચોક્કસ ટાઈમ સામયિકના તંત્રી વોલ્ટર ઈઝાક્શન સાથે સહમત થશે જેમણે કહ્યું: “બીજી સદીઓ કરતાં આ સદી સાવ અલગ છે: અજોડ, અમુક વખત ભયજનક, હંમેશા પ્રભાવશાળી.”
નૉર્વેના એક વખતના વડાપ્રધાન ગ્રો હારલેમ બ્રુન્ડસ્ટેન્ડે પણ આ સદી વિષે એવું જ કહ્યું કે, “હદ વગરની સદી, . . . જેમાં મનુષ્યની દુષ્ટતા સખત વધી છે.” તેણે લખ્યું કે, “આ સદીમાં મહાન પ્રગતિ થઈ છે [અને અમુક દેશોમાં] માની પણ ન શકાય એવી આર્થિક પ્રગતિ થઈ છે.” છતાં, એ જ સમયે ગરીબ વિસ્તારોનું ભાવિ અંધકારમય છે. “વસ્તીમાં થતો ઝડપી વધારો અને ગરીબીના કારણે ત્યાં ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે.”
રાજકીય ઊથલપાથલ
વીસમી સદીની શરૂઆત થઈ ત્યારે, ચીનમાં માન્ચુનું રાજવંશ, ઓટોમાન રાજસત્તા અને બીજા કેટલાંક યુરોપીય રાજ્યો મોટા ભાગની પૃથ્વી પર રાજ કરી રહ્યા હતા. બ્રિટીશ રાજ્ય એકલું જ પૃથ્વીના ચોથા ભાગ પર રાજ કરતું હતું. એનો અર્થ એ થાય કે, પૃથ્વીની દર ચાર વ્યક્તિઓમાંથી એક પર તે રાજ કરતું હતું. આ સદીના અંત પહેલા, ઉપરના બધાં રાજ્યોની પડતી થઈ છે અને હવે એ ફક્ત ઇતિહાસનાં પુસ્તકોમાં જ જોવા મળે છે. “વર્ષ ૧૯૪૫માં સામ્રાજ્યવાદનો અંત આવ્યો હતો,” એવું વીસમી સદીનો ટાઈમ્સ એટલાસ (અંગ્રેજી)એ કહ્યું.
વસાહતવાદની પડતી થવાથી, ૧૭થી ૧૯મી સદી વચ્ચે યુરોપમાં અને પછી પૃથ્વીના અન્ય ભાગોમાં રાષ્ટ્રવાદ ફેલાયો. બ્રિટાનીકાનો નવો જ્ઞાનકોષ (અંગ્રેજી) કહે છે: “બીજા વિશ્વયુદ્ધ પછી ઘણા યુરોપિયન દેશોમાં રાષ્ટ્રવાદ ઓસરવા લાગ્યો . . . છતાં, એશિયા અને આફ્રિકામાં, રાષ્ટ્રવાદ ઝડપથી વધ્યો, ખાસ કરીને વસાહતવાદની વિરુદ્ધમાં એ વધ્યો.” જગત ઇતિહાસનો કોલિન્સ એટલાસ (અંગ્રેજી) અનુસાર, “વિકાસ પામતા દેશો ઝડપથી અસ્તિત્વમાં આવવા લાગ્યા, પાંચ સદીઓથી યુરોપીય દેશોનો જે પ્રભાવ હતો એ રહ્યો નહિ.”
રાજ્યો પડી ભાગ્યાં તેમ દેશો સ્વતંત્ર થવા લાગ્યા અને તેની જગ્યાએ ઘણી લોકશાહી સરકારો આવવા લાગી. મોટા ભાગે લોકશાહી સરકાર આવે ત્યારે ખૂબ જ વિરોધ હોય છે. જેમ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એશિયા અને યુરોપમાં સરમુખત્યારશાહી સરકાર આવી હતી. એ સત્તાઓ વ્યક્તિગત સ્વતંત્રતા પર પ્રતિબંધ લાવી અને આર્થિક, સમાચાર માધ્યમ તથા શસ્ત્રદળો એ સર્વને પોતાના હાથ નીચે રાખ્યા. પૈસાનું પાણી કર્યું અને લાખો માનવ જીવનોનો ભોગ લીધા પછી, જગત પર હક્ક જમાવવાનું છોડ્યું.
યુદ્ધથી ભરેલી સદી
ખરેખર, વીસમી સદીના યુદ્ધો, અગાઉની સદીઓ કરતાં ભિન્ન હતા. પ્રથમ વિશ્વયુદ્ધ વિષે, જર્મન ઇતિહાસકાર ગવીડો ક્નોપ લખે છે: “ઑગસ્ટ ૧, ૧૯૧૪: એ દિવસે કોઈ એવું માનતું પણ ન હતું કે, ૧૯મી સદીમાં યુરોપમાં જે લાંબા સમયથી શાંતિ હતી. એનો એ દિવસે અંત આવી ગયો છે; અને કોઈએ એની નોંધ પણ લીધી ન હતી કે ૨૦મી સદી એ યુદ્ધથી જ શરૂ થઈ ગઈ છે જે સમયગાળો ત્રીસ વર્ષ સુધી ચાલ્યો, જેમાં દેખાઈ આવ્યું કે, મનુષ્ય બીજા મનુષ્ય પર કેટલો ક્રૂર રીતે વર્તે છે.”
ઇતિહાસના પ્રાધ્યાપક, હ્યું બ્રોગન આપણને યાદ કરાવે છે કે, “યુનાઈટેડ સ્ટેટ્સ પર એ યુદ્ધની ખૂબ જ ઊંડી અસર થઈ હતી. એની આજ [૧૯૯૮] સુધી અસર થઈ રહી છે.” હારવડ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રાધ્યાપક, અકીરા ઈરીયેએ લખ્યું: “પૂર્વ એશિયા અને યુનાઈટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં પ્રથમ વિશ્વયુદ્ધ એક મોટો ફેરફાર હતો.”
તેથી, બ્રિટાનીકાનો નવો જ્ઞાનકોષ (અંગ્રેજી) પહેલા અને બીજા વિશ્વયુદ્ધ વિષે આમ કહે છે: “ભૌગોલિક રીતે ૨૦મી સદીના ઇતિહાસમાં મોટા મોટા ફેરફારો થયા છે.” એ નોંધે છે કે “પ્રથમ વિશ્વયુદ્ધથી
ચાર મહા સત્તાઓની પડતી થઈ . . . તેથી, રશિયામાં સામ્યવાદી ક્રાંતિ થઈ, અને . . . એ કારણે બીજા વિશ્વયુદ્ધ માટે એક બહાનું મળ્યું.” એ આપણને જણાવે છે કે, બંને વિશ્વયુદ્ધોમાં ખરેખર “અસામાન્ય કતલ અને વિનાશ કરવામાં આવ્યો હતો.” ગવીડો ક્નોપનું પણ એવું જ કહેવું છે: “મનુષ્ય પ્રત્યે અણગમો અને ક્રૂરતા છેલ્લી હદે પહોંચી. લડાઈ મેદાનમાં, એવા બી વાવવામાં આવ્યાં કે જેમાં મનુષ્યના જીવનનું કોઈ મહત્ત્વ ન હતું, અને માનવતા તો જાણે મરી પરવારી હતી.”આ પ્રકારનાં ભયંકર યુદ્ધો ન થાય માટે ૧૯૧૯માં લીગ ઑફ નેશન્સ સંસ્થા રચાઈ. પરંતુ, જગતમાં શાંતિ જાળવી રાખવામાં તેઓ નિષ્ફળ ગયા. તેથી, ૧૯૪૬માં બીજી એક સંસ્થા, યુનાઈટેડ નેશન્સની રચના કરવામાં આવી. જોકે, તેઓ ત્રીજું વિશ્વયુદ્ધ થતું અટકાવી શક્યા. પરંતુ, યુએન શીતયુદ્ધને અટકાવી ન શક્યું. જેના વડે વર્ષોથી અણુયુદ્ધની ધમકી ચાલી રહી છે. વળી, બાલ્કાન્સ જેવી નાની લડાઈઓ જે આખા જગતમાં ચાલી રહી છે એને પણ તેઓ રોકી શક્યા નથી.
આજે ઘણા નવા દેશો વધી રહ્યા છે. પરંતુ, તેઓ વચ્ચે શાંતિ જાળવી રાખવી કંઈ સહેલું નથી. પ્રથમ વિશ્વયુદ્ધ થયું એના અગાઉના નકશા સાથે આધુનિક નકશો સરખાવીએ તો, આજે આફ્રિકામાં નવા ૫૧ દેશો અને એશિયામાં ૪૪ દેશો થયા છે જે પહેલા ન હતા. આજે યુનાઈટેડ નેશન્સ ૧૮૫ દેશોનું બનેલું છે. પરંતુ, જ્યારે ૧૯૪૫માં યુનાઈટેડ નેશન્સ રચવામાં આવ્યું ત્યારે એઓમાંના ૧૧૬ દેશોનું સ્વતંત્ર અસ્તિત્વ પણ ન હતું!
“સૌથી નોંધપાત્ર એક બનાવ”
ઓગણીસમી સદી પૂરી થઈ તેમ, રશિયન સામ્રાજ્ય જગતમાં સૌથી મોટી સત્તા હતી. પરંતુ, ઝડપથી તે પોતાનો ટેકો ગુમાવી રહ્યું હતું. લેખક જેફ્રી પોનટોન પ્રમાણે, ઘણા લોકોને થયું કે “સુધારો કરવાને બદલે ક્રાન્તિની જરૂર છે.” તે કહે છે: “પરંતુ આ ક્રાંતિ લાવવા માટે એક વિશ્વયુદ્ધ શરૂ કરવું પડ્યું જે વિશ્વવ્યાપી અંધાધૂંધી તરફ લઈ ગયું, અને મુશ્કેલીઓનો દોર શરૂ થયો.”
બોલ્શેવિક રશિયામાંથી ઊભું થયું. એ રીતે નવું સામ્રાજ્ય ઊભું થયું, અને સામ્યવાદને સોવિયેત યુનિયને ટેકો આપ્યો. જોકે, જગતમાં યુદ્ધો ભભૂકી રહ્યા હતા અને રશિયામાંથી સામ્રાજ્યનો ઉદય થયો. છતાં, તેનો અંત યુદ્ધથી આવ્યો ન હતો. મીખાએલ ડોબઝનું પુસ્તક, મોટા ભાઈની પડતી (અંગ્રેજી)ના કહેવા પ્રમાણે, ૧૯૭૦ના અંત સુધીમાં, સોવિયેત યુનિયન, “વિશાળ વિવિધ રાષ્ટ્રોના સામ્રાજ્યની છેલ્લી હદે પડતી થઈ.”
છતાં, એ અચાનક પડી ભાંગ્યું. નોરમન ડેવીશનું પુસ્તક, યુરોપનો ઇતિહાસ (અંગ્રેજી) કહે છે: “યુરોપના ઇતિહાસમાં બીજા દેશોની પડતી થઈ એના કરતાં સોવિયેત યુનિયનની સૌથી ઝડપી, . . . અને એ સારા કારણથી પડતી થઈ.” પોનટોન કહે છે કે, સાચે જ “સોવિયેત યુનિયનની ચડતી અને પડતી . . . ૨૦મી સદીમાં માની ન શકાય એ રીતે થઈ.”
ખરેખર, ૨૦મી સદીમાં સોવિયેત યુનિયનની પડતીમાં જે એક પછી એક મોટા મોટા ફેરફારો આવ્યા એનાથી ખૂબ જ ઊંડી અસર પહોંચી. જોકે, રાજકીય ફેરફારોમાં
આ કંઈ નવું નથી. આવું તો હજારો વર્ષોથી થઈ રહ્યું છે.પરંતુ, વીસમી સદીમાં સરકારને લગતી બાબતમાં જે એક મોટો ફેરફાર થયો એ ખૂબ મહત્ત્વનો છે. એ ફેરફાર શું છે અને તમને કઈ રીતે અસર કરે છે એની ચર્ચા પછીથી કરીશું.
પ્રથમ તો, ચાલો ૨૦મી સદીની વૈજ્ઞાનિક સફળતાઓ તપાસીએ. આના વિષે પ્રાધ્યાપક મિખઓલ હાવડે અંતમાં કહ્યું: “પૂર્વીય યુરોપ અને ઉત્તર અમેરિકાના લોકોને ઇતિહાસમાં નવા અને આનંદિત યુગ તરીકે વીસમી સદીને આવકારવા માટે યોગ્ય કારણ જણાયું છે.” શું આ કહેવાતી સફળતાઓ સારા જીવન તરફ દોરી જશે?
[પાન ૨-૭ પર ચાર્ટ/ચિત્રો]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
૧૯૦૧
૬૪ વર્ષના રાજ પછી રાણી વિક્ટોરિયા મરણ પામી
જગતની વસ્તી ૧.૬ અબજે પહોંચી
૧૯૧૪
આર્કડ્યૂક ફરદીનાન્દની કતલ થઈ. પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું
છેલ્લો ઝાર, નિકોલસ બીજો, પોતાના કુટુંબ સાથે
૧૯૧૭
લેનીન રશિયાને ક્રાંતિમાં દોરી જાય છે
૧૯૧૯
લીગ ઑફ નેશન્સ રચાયું
૧૯૨૯
યુ.એસ.ના શેરબજારની પડતી થવાથી બેકારી આવી
ભારતની સ્વતંત્રતા માટે ગાંધીની લડત
૧૯૩૯
એડોલ્ફ હિટલરે પોલૅન્ડ પર ચઢાઈ કરી, બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું
વીન્સ્ટન ચર્ચિલ ૧૯૪૦માં ગ્રેટ બ્રિટનના વડા પ્રધાન બને છે
કત્લેઆમ
૧૯૪૧
પર્લ હાર્બર પર જાપાનનો બૉમ્બમારો
૧૯૪૫
યુનાઈટેડ સ્ટેટ્સે હિરોસીમા અને નાગાશાકી પર અણુબૉમ્બ નાખ્યો. બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો
૧૯૪૬
યુનાઈટેડ નેશન્સની પહેલી સભા
૧૯૪૯
માઓ ત્સે ટુંગે ચીનમાં લોકશાસનને જાહેર કરે છે
૧૯૬૦
સત્તર નવાં આફ્રિકી રાષ્ટ્રો રચાયાં
૧૯૭૫
વિયેટનામ યુદ્ધનો અંત
૧૯૮૯
બર્લિનની દિવાલ પડી ભાંગી અને સામ્યવાદનો અંત આવ્યો
૧૯૯૧
સોવિયેત યુનિયનનું વિભાજન