સારા જીવનની શોધમાં
સારા જીવનની શોધમાં
“વીસમી સદીએ પ્રગતિ કરી તેમ, ઘણા લોકોના રોજિંદા જીવનને . . . વિજ્ઞાન અને ટેકનોલૉજીના વિકાસે બદલ્યું છે.” —ધી ઑક્ષફર્ડ હિસ્ટરી ઑફ ધ ટ્વેન્ટિએથ સેન્ચુરી.
આ યુગમાં સૌથી મોટો ફેરફાર વસ્તી વધારામાં જોવા મળે છે. બીજી કોઈ પણ સદીમાં આવો વસ્તી વધારો જોવા મળ્યો નથી. અઢારમી સદીની શરૂઆતમાં જગતની વસ્તી ૧૦૦ કરોડ અને ૧૯મી સદીની શરૂઆતમાં લગભગ ૧૬૦ કરોડ હતી. અને વર્ષ ૧૯૯૯માં વસ્તીમાં ૬૦૦ કરોડ સુધી વધારો થયો! વધુમાં આ વધતી વસ્તી સારું જીવન જીવવાની ઇચ્છા ધરાવે છે.
આ વસ્તી વધારામાં દવા અને સારું સ્વાસ્થ્ય મહત્વનો ફાળો આપે છે. સદીની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયા, જર્મની, જાપાન અને યુનાઈટેડ સ્ટેટ્સમાં સામાન્ય રીતે લોકો ૫૦ વર્ષ જીવતા હતા, પરંતુ હવે તેઓનું જીવન ધોરણ ઊંચું જવાથી તેઓ ૭૦ કરતાં વધુ વર્ષ જીવે છે. તેમ છતાં, એવા પણ દેશો છે જેમાં આ સંભાવના ઓછી જોવા મળે છે. લગભગ ૨૫ દેશોમાં લોકો ૫૦ વર્ષ કે એનાથી પણ ઓછા વર્ષ જીવે છે.
‘પહેલા લોકો શું કરતા હતા . . . ?’
યુવાનોને ઘણી વાર એ નથી સમજાતું કે તેમના પૂર્વજોને વિમાન, કૉમ્પ્યુટર, ટેલિવિઝન વગર કઈ રીતે ચાલતું હશે, કારણ કે હવે આ બાબતોને સામાન્ય ગણવામાં આવે છે અને ધનવાન દેશોમાં લોકો એને જરૂરિયાત તરીકે જુએ છે. દાખલા તરીકે, વિચાર કરો કે કઈ રીતે વાહનોએ આપણા જીવનોને બદલ્યા છે. એનું નવસર્જન ૧૯મી સદીના અંતમાં કરવામાં આવ્યું હતું, પરંતુ ટાઈમ સામયિક નોંધે છે: “મોટરગાડીઓનું નવસર્જન એ ૨૦મી સદીની શરૂઆતથી અંત સુધીનો જરૂરી ભાગ બન્યું છે.”
વર્ષ ૧૯૭૫માં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે વાહનોનું ઉત્પાદન અચાનક બંધ કરવામાં આવે તો, યુરોપમાં આશરે દસ ટકા લોકોને બેરોજગાર બનવું પડે. એ ઉપરાંત વાહનોનું ઉત્પાદન કરતા કારખાનાઓ પર અસર પડે, બેંક, બજાર અને એવા રેસ્ટોરંટ કે જ્યાં કારમાંથી ઉતર્યા વિના જ વસ્તુઓ મેળવી શકાય છે તથા બીજી જગ્યાઓએ જ્યાં વાહન ધરાવતા લોકો ગ્રાહકો પર આધાર રાખે છે તે બધાનો ધંધો ઠપ થઈ જાય. ખેડૂતોને અનાજ બજાર સુધી પહોંચાડવા માટેનો કોઈ માર્ગ નહિ હોય તો, અનાજ પહોંચાડવાની જે સરળ પદ્ધતિ છે એ અટકી જશે. શહેરની બહાર રહેતા કામદારો પોતાના નોકરીના સ્થળે પહોંચી નહિ શકે. મોટા મોટા ધોરીમાર્ગોનો ઉપયોગ પણ બંધ થઈ જશે.
મોટરગાડીઓના ઉત્પાદનની સાથે ખર્ચ ઓછો કરવા માટે આ સદીની શરૂઆતમાં એસેમ્બ્લી લાઈન દાખલ કરવામાં આવી જે આજે મોટા ભાગનાં કારખાનાંઓમાં સામાન્ય બાબત છે. (એસેમ્બ્લી લાઈનને કારણે બીજા ઉત્પાદનો જેવા કે રસોડાંના ઘરવપરાશનાં સાધનોનું ઉત્પાદન કરવું સહેલું બન્યું છે.) સદીની શરૂઆતમાં અમુક દેશોમાં ધનવાનો મોટરગાડીને રમકડું સમજતા હતા, પરંતુ આજે જગતભરમાં સામાન્ય લોકો માટે એ આવવા જવાનું એક સાધન બની ગયું છે. એક લેખક વ્યક્ત કરે છે કે, “૨૦મી સદીમાં મોટરગાડી વગર જીવવું પણ અશક્ય છે.”
મનોરંજનનો પીછો કરવો
મુસાફરી કરવાનો અર્થ, એવી જગ્યાએ જવું જ્યાં તમારું જવું જરૂરી હોય. પરંતુ ૨૦મી સદી દરમિયાન આ બાબત ખાસ કરીને વિકસિત દેશોમાં બદલાઈ છે. આજે સપ્તાહમાં કામ કરવાના કલાકો ૪૦ અથવા એનાથી પણ ઓછા કરવામાં આવ્યા છે, સારા પગારવાળી નોકરી પણ મળે છે. હવે મુસાફરીનો અર્થ તમે જ્યાં જવા ઇચ્છતા હોય ત્યાં જવું થાય છે. કાર, બસ અને વિમાનોએ દૂર દૂર જગ્યાઓએ આનંદપ્રમોદ કરવાનું સહેલું બનાવ્યું છે. પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પ્રવાસ કરવો એ સામાન્ય બની ગયું છે. આમ પ્રવાસ એક મોટો ઉદ્યોગ બની ગયો છે.
ધ ટાઈમ્સ એટલાસ ઑફ ધ ટ્વેન્ટિઅથ સેન્ચુરી પ્રમાણે પ્રવાસની “બંને દેશો પર, એટલે કે જે દેશમાં પર્યટકોનો આવકાર કરવામાં આવે છે તે અને જે દેશમાંથી પર્યટકો બીજા દેશોમાં જાય છે એઓ પર બહું મોટી અસર થાય છે.” ઘણી વાર એની નકારાત્મક અસરો પણ પડી છે. અવારનવાર મુસાફરો સુંદરતાને જોવા માટે દૂર દૂરથી આવતા હોય છે, અને એ જ સુંદરતાને તેઓ નુકસાન પહોંચાડતા હોય છે.
હમણાં લોકો પાસે રમતગમત પાછળ ફાળવવાનો ઘણો સમય છે. ઘણાઓ રમતનો એક ભાગ બની ગયા છે; બીજાઓ પોતાના માનીતાં જૂથ અથવા ખેલાડીઓ માટે ઘણી વાર તોફાનો કરે છે. ટેલિવિઝન આવવાથી લગભગ દરેક વ્યક્તિને રમતગમત જોવા મળે છે. પોતાના દેશમાં તેમ જ કોઈ પણ દેશમાં રમાતી આંતરરાષ્ટ્રીય રમતોને જોવા માટે હજારોથી લાખો લોકો ઉત્સાહપૂર્વક ટેલિવિઝન સામે બેઠા હોય છે.
ધ ટાઈમ્સ એટલાસ ઑફ ધ ટ્વેન્ટિઅથ સેન્ચુરી કહે છે, “રમતગમત અને સિનેમાએ ઉદ્યોગમાં પોતાની એક જગ્યા બનાવી લીધી છે, આખી દુનિયામાં આ ક્ષેત્રની અંદર સૌથી વધારે લોકો કામ કરે છે અને વધારે કમાય પણ છે.” દર વર્ષે લોકો મનોરંજન પાછળ ૧૦૦ કરોડ
ડૉલર ખર્ચે છે, એમાં લોકોનું મનગમતું મનોરંજન અને જુગારનો સમાવેશ થાય છે. દાખલા તરીકે, કાળજીપૂર્વક તપાસ કર્યા બાદ ૧૯૯૧માં ખબર પડી કે યુરોપિયન સમાજના મોટા મોટા ઉદ્યોગમાં જુગારનો ૧૨મો નંબર આવ્યો, એની વાર્ષિક કમાણી ૫૭ અબજ ડૉલર હતી.મનોરંજન લોકોમાં સામાન્ય બાબત બની ગઈ છે એથી તેઓએ નવા નવા રોમાંચ સુધી પહોંચવાની શરૂઆત કરી છે. દાખલા તરીકે, કેફી પદાર્થનો ઉપયોગ કરવો. ઓગણીસો નેવુના દાયકામાં કેફી પદાર્થના વ્યાપારને ગેરકાયદેસર માનવામાં આવતો હતો, એની વાર્ષિક કમાણી અંદાજે ૫૦૦ અબજ ડૉલર હતી. એક ઉદ્ભવકર્તા કહે છે, “આ વ્યાપારમાં એટલો બધો ફાયદો છે કે જેની સરખામણી બીજા કોઈ સાથે થઈ શકે નહિ.”
“મનોરંજનમાં રચ્યાપચ્યા રહેવું”
ટેકનોલૉજીની મદદથી આખા વિશ્વનું શહેરમાં બદલાણ થયું છે. રાજકારણ, અર્થશાસ્ત્ર અને સંસ્કૃતિમાં ફેરફાર થતાં તરત જ જગતભરના લોકો પર એની અસર પડે છે. વર્ષ ૧૯૭૦માં પુસ્તક ભાવિ આઘાત (અંગ્રેજી)ના લેખક, પ્રાધ્યાપક એલ્વીન ટૉફરે કહ્યું, “પહેલાના જીવનકાળમાં પણ ક્રાંતિઓ થતી હતી. પરંતુ આવો ધિક્કાર અને ક્રાંતિ એક સરહદ પૂરતા અથવા એક સમાજની મર્યાદામાં હતા. આ સીમાઓને પાર કરવા માટે કેટલીય પેઢીઓ અને સદીઓ પસાર થઈ ગઈ છે . . . આજે સમાજમાં લોકો એકબીજાના એટલા સંપર્કમાં છે કે કંઈ પણ બને એ તરત જ આખા વિશ્વમાં ખબર પડી જાય છે.” આમ જગત ફરતે ખબર પહોંચાડવા માટે ટેલિવિઝન અને ઇંટરનેટ પણ મોટો ભાગ ભજવે છે.
કેટલાક કહે છે કે ટેલિવિઝન ૨૦મી સદીનું અસરકારક સાધન છે. એક લેખકે ટીકા આપી: “કેટલાક લોકો ટેલિવિઝનમાં બતાવવામાં આવતા કાર્યક્રમ વિષે દલીલ કરે છે પરંતુ એ કેટલું શક્તિશાળી છે એની કોઈ પણ ચર્ચા કરતું નથી.” ટેલિવિઝનમાં બતાવવામાં આવતા કેટલાક કાર્યક્રમોને આપણે ખરાબ ગણીએ છીએ, પરંતુ એ માટે એના બનાવનારાઓ જવાબદાર છે. એથી આ કાર્યક્રમોની જેટલી સારી અસરો છે એટલી જ એની ખરાબ અસરો પણ છે. અમુક કાર્યક્રમોમાંથી સારું માર્ગદર્શન મળતું નથી, જેવા કે હિંસા અને અનૈતિકતાથી ભરેલા કાર્યક્રમો જે કેટલાક લોકો જોવા માટે ઘણા જ ઇચ્છુક હોય છે. આવા કાર્યક્રમો માનવીય સંબંધોમાં સુધારો કરવાને બદલે એને બગાડે છે.
નીલ પોસતમન પોતાના પુસ્તક, મનોરંજનમાં રચ્યાપચ્યા રહેવુંમાં બીજા એક ભય વિષે કહે છે: “સમસ્યા એ નથી કે ટેલિવિઝનના કાર્યક્રમો મનોરંજનના વિષય પર રજૂ કરવામાં આવે છે પરંતુ સમસ્યા એ છે કે બધા જ વિષયોને, પછી ભલે એ સારા હોય કે ખરાબ, મનોરંજનની દૃષ્ટિએ રજૂ કરવામાં આવે છે. . . . શું વર્ણન કરે છે અને કઈ દૃષ્ટિએ એનું વર્ણન કરવામાં આવે છે એમાં કંઈ વાંધો નથી, મહત્વની બાબત એ છે કે મોટા ભાગના લોકોના માનવા પ્રમાણે બધા જ કાર્યક્રમો આપણાં મનોરંજન માટે હોય છે.”
લોકો આત્મિક અને નૈતિક બાબતો કરતાં મનોરંજનને વધારે અગ્રિમતા આપે છે. ધ ટાઈમ એટલાસ ઑફ ધ ટ્વેન્ટિએથ સેન્ચુરી કહે છે, “૨૦મી સદી દરમિયાન જગત ફરતે લોકો ધર્મનો ધીરે ધીરે ત્યાગ કરે છે.” આત્મિક બાબતોથી ફરી જવાને લીધે લોકો પોતાના જીવનમાં મનોરંજનને અગ્રિમતા આપે છે.
“સર્વ પીળી વસ્તુઓ . . .”
વીસમી સદીમાં ઘણા બદલાણો થયા છે જે સુધારો અને વિકાસનું વર્ણન કરે છે, પરંતુ કહેવત પ્રમાણે “દરેક પીળી દેખાતી વસ્તુ સોનું હોતી નથી.” દરેક વ્યક્તિ લાંબુ જીવવાની ઇચ્છા રાખે છે, પરંતુ વસ્તી વધારાને કારણે નવી નવી સમસ્યાઓ ઊભી થાય છે. નેશનલ જિઓગ્રાફિક સામયિકે તાજેતરમાં જ નોંધ્યું: “નવી સહસ્ત્રવર્ષાવધિમાં જતા આપણા માટે સૌથી મોટી સમસ્યા વસ્તી વધારો હશે.”
વાહનો આનંદદાયક અને ઉપયોગી સાબિત થયા છે પરંતુ એ ખતરનાક પણ છે, કારણ કે દર વર્ષે જગતફરતે અંદાજે ૨.૫ અબજ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યું પામે છે. વાહનો પ્રદૂષણ ફેલાવે છે. પુસ્તક ૫૦૦૦ ડેઇઝ ટુ સેવ ધ પ્લેનેટના લેખક કહે છે કે પ્રદૂષણ “હવે ગોળાવ્યાપી છે અથવા ઉત્તરથી દક્ષિણ સુધીના વાતાવરણને બગાડ્યું છે. એટલુ જ નહિ પૃથ્વી પરના બધા જ મનુષ્યો અને પ્રાણીઓનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે.”
૨૦મી સદી દરમિયાન પ્રદૂષણ એક મોટી સમસ્યા થઈ જશે એ વિષે તો અગાઉની સદીઓમાં કોઈએ વિચાર્યું પણ ન હતું. નેશનલ જિઓગ્રાફિક પુસ્તક કહે છે, “પહેલા કોઈએ વિચાર્યું પણ ન હતું કે માનવોના કાર્યની ખરાબ અસર આખી પૃથ્વી પર પડશે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે ઇતિહાસમાં પહેલી વાર આવું બદલાણ જોવા મળ્યું છે.” એ ચેતવણી આપે છે: “આખી પૃથ્વી પર જો માનવીઓ આવું જ નુકશાન કરતા રહેશે તો એક જ પેઢીમાં પૃથ્વી પર રહેતા સર્વ જીવોનો નાશ થઈ જશે.”
સાચે જ, ૨૦મી સદી અજોડ છે. લોકોએ સુખ-સગવડવાળું જીવન જીવવા માટે ઘણું કર્યું છે, તો પણ, છેવટે તો તેઓએ જ પોતાના જીવનોને ભયમાં મૂક્યા છે!
[ચાર્ટ/પાન ૮, ૯ પર ચિત્રો]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
૧૯૦૧
માર્કોની પ્રથમવાર ઍટલૅન્ટિક મહાસાગરની બીજી પાર રેડિયો સિગ્નલ મોકલે છે
૧૯૦૫
આઇન્સ્ટાઇને પોતાના સાપેક્ષતાવાદના સિદ્ધાંત પર પુસ્તક છાપ્યું
૧૯૧૩
ફોર્ડ, મૉડલ-ટી કાર બનાવવા માટે એસેમ્બ્લી લાઈન ખોલે છે
૧૯૪૧
વ્યાપારી ધોરણે ટીવીનું ઉત્પાદન શરૂ થાય છે
૧૯૬૯
માણસ ચંદ્ર પર જાય છે
પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પ્રવાસ મોટો ઉદ્યોગ બની ગયો છે
ઇંટરનેટ પ્રખ્યાત થાય છે
૧૯૯૯
વિશ્વની વસ્તી ૬ અબજ સુધી પહોંચે છે