સારા જીવન માટે એક નોંધપાત્ર ફેરફાર
સારા જીવન માટે એક નોંધપાત્ર ફેરફાર
“લોકો ૧૯મી સદીની શરૂઆતના યુગમાં પ્રવેશવા માટે રાહ જોઈને બેઠા હતા. એવો યુગ કે જે માનવ ઇતિહાસને બદલી નાખશે. જૂની વ્યવસ્થા જતી રહેશે અને નવી વ્યવસ્થા આવશે.”—વીસમી સદીનો ટાઈમ્સ એટલાસ (અંગ્રેજી).
ઉપર નોંધવામાં આવેલો એટલાસ કહે છે, ૨૦મી સદીની શરૂઆતમાં “જગત એવા યુગમાં પ્રવેશ્યું છે જે તોફાન અને હિંસાથી ભરેલું છે.” આ સદીએ બીજી કોઈ સદી કરતાં વધારે યુદ્ધો જોયા છે કે જેમાં ૧૦ કરોડ કરતા વધારે લોકો યુદ્ધમાં માર્યા ગયા.
આ યુગની અંદર યુદ્ધમાં સામાન્ય માણસોની અગાઉ પ્રકટીકરણ ૬:૩, ૪; માત્થી ૨૪:૩-૭.
કરતાં વધારે કતલ થઈ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ૧૫ ટકા સામાન્ય લોકો માર્યા ગયા. પરંતુ, બીજા વિશ્વયુદ્ધમાં અમુક દેશોમાં જેટલા સૈનિકો માર્યા ગયા એના કરતાં વધારે સામાન્ય લોકો મરણ પામ્યા હતા. યુદ્ધમાં લાખો લોકો મરણ પામ્યા એમાં સૌથી વધારે સામાન્ય જનતાનો સમાવેશ થતો હતો. આ સર્વ હિંસાએ “લાલ ઘોડો” કે જેને “પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી” એ બાઇબલ ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરી છે.—નીતિ નિયમોની પડતી
વીસમી સદીમાં ૨ તીમોથી ૩:૧-૫ની ભવિષ્યવાણી પણ પરિપૂર્ણ થઈ જે કહે છે: “છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ. કેમકે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપનું સન્માન નહિ રાખનારા, કૃતઘ્નો, અધર્મી, પ્રેમરહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, દેવ પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા; ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહિ કરનારા થશે.”
અમુક અંશે અપૂર્ણ મનુષ્યોમાં હંમેશા આ ગુણલક્ષણો જોવા મળે છે. વીસમી સદીમાં લોકોમાં આવા લક્ષણોનો વધારો થતો રહ્યો છે અને ચોતરફ એનો પ્રસાર થયો છે. પ્રાચીન સમયમાં પણ લોકો ઉપર પ્રમાણેના અવગુણો ધરાવતા હતા, ત્યારે તેઓ ફક્ત દુષ્ટ જ નહિ પરંતુ સમાજ વિરોધી તરીકે ગણાતા હતા. પરંતુ આજે લોકો “ભક્તિભાવનો ડોળ” કરે છે તેઓ આવા લક્ષણોને સામાન્ય ગણી લે છે.
એક સમયે ધાર્મિક લોકો વિચારી પણ શકતા ન હતા કે એક પુરુષ અને સ્ત્રી લગ્ન કર્યા વિના સાથે રહી શકે. કુંવારી માતા બનવું એ સજાતીય સંબંધો રાખવા જેટલું જ શરમજનક હતું. ઘણા લોકો માટે ગર્ભપાત અને છૂટાછેડા લેવાનો વિચાર કરવો પણ પાપ હતું. વ્યાપારમાં બેઇમાની કરવી પણ ગુનો હતો. પરંતુ એક સંસ્થા પ્રમાણે આજે, “બધુ જ ચાલે છે.” શા માટે? કારણ કે “લોકો પોતાનું જ પેટ ભરવા ચાહે છે, અને તેઓને બીજા કંઈ કહે તે પસંદ નથી. તેઓ પોતાની મરજી પ્રમાણે જ કરવા ઇચ્છે છે.”
આ સદીમાં નૈતિક ધોરણોને તરછોડવાને લીધે લોકોના જીવનમાં જે પ્રથમ સ્થાને આવવું જોઈએ એમાં ફેરબદલ થઈ. વીસમી સદીનો ટાઈમ્સ એટલાસએ સમજાવ્યું: “વર્ષ ૧૯૦૦માં રાષ્ટ્રો અને વ્યક્તિઓ એકબીજાની કિંમત પૈસાથી કરતા ન હતા. . . . પરંતુ ૨૦મી સદીના અંત સુધીમાં તો કયો દેશ ધનવાન છે એના આધારે સફળતા નક્કી કરવામાં આવતી હતી. . . . એવી જ રીતે લોકો પણ જેની પાસે વધારે પૈસા હોય તેને સફળ માનવા લાગ્યા.” આજે જગતમાં જુગાર રમવો સામાન્ય બાબત થઈ ગઈ છે, એનાથી લોકો વધારે લલચાય છે. રેડિયો, ટેલિવિઝન, સિનેમા અને વિડીયો લોકોને ધનવાન બનવા માટે વધારે ઉત્તેજન આપે છે. ઈનામી યોજનાઓ અને જાહેરાતો પણ એ જ સંદેશો આપે છે કે પૈસા જ બધુ નથી, પરંતુ જો પૈસા ના હોય તો સમજી લો કંઈ જ નથી.
એક સાથે છતાં અલગ
વીસમી સદીની શરૂઆતમાં મોટા ભાગના લોકો ગામડાંમાં રહેતા હતા. પરંતુ ૨૧મી સદીની શરૂઆતમાં અડધા કરતાં વધારે લોકો શહેરમાં રહેવા આવી જશે એમ કહેવામાં આવે છે. પુસ્તક ૫૦૦૦ ડેઇઝ ટુ સેવ ધ પ્લેનેટ કહે છે: “આવતી પેઢીની તો વાત જ જવા દો, આજે શહેરના રહેવાસીઓ માટે સારું જીવન જીવવું પણ અઘરું બની ગયું છે. એનો સામનો કરતા એવી સમસ્યાઓ ઊભી થાય છે જેનો કોઈ ઉકેલ નથી.” યુએનના વર્લ્ડ હેલ્થ સામયિકે નોંધ્યું: “શહેરોમાં રહેતા લોકોની વસતી વધતીને વધતી જ જાય છે, . . . હવે શહેરોમાં આવા કરોડો લોકો છે . . . તેઓ એવા ગંદા વિસ્તારોમાં રહે છે કે, જેનાથી બીમારી જ નહિ પરંતુ તેઓનું જીવન પણ જોખમમાં છે.”
લોકો ગામ છોડીને શહેરમાં જાય છે, પરંતુ વાસ્તવમાં તેઓ એકબીજાની નજીક રહેતા હોવા છતાં એકબીજાથી ઘણા દૂર થઈ જાય છે, કેવો વિરોધાભાસ! આજે ટેલિવિઝન, ટેલિફોન, ઇંટરનેટ તથા કૉમ્પ્યુટર ઉપયોગી છે. પરંતુ, જેટલો મોઢા-મોઢ વાતચીતથી ફાયદો થાય છે એટલો એનાથી નથી થતો. એથી જર્મન વર્તમાનપત્ર બેરલીનર ઝેટ્યૂંગ નિષ્કર્ષ આપે છે: “૨૦મી સદી ફક્ત વસ્તી વધારાની જ સદી નથી. પરંતુ, એ એકલવાયા જીવનની સદી પણ છે.”
આમ, એકલવાયા જીવનથી બહું જ ખરાબ પરિણામ આવે છે. જેમ જર્મનીના હેમ્બુર્ગ શહેરમાં રહેતા એક વ્યક્તિના કિસ્સામાં બન્યું હતું. તેની લાશ તેના જ ઓરડામાંથી મળી આવી અને તેનું મરણ થયું હતું એને પાંચ વર્ષ થઈ ગયા હતા! જર્મનીનું સામયિક ડેર સ્પીગલ કહે છે, “કોઈને પણ ખબર ન હતી કે એ વ્યક્તિ આટલાં વર્ષોથી ગુમ થયેલી હતી. તેમના સગાં, પડોશીઓ કે અધિકારીઓએ પણ તે વ્યક્તિને શોધવાનો પ્રયત્ન કર્યો ન હતો. આ હકીકત બતાવે છે કે, મોટાં મોટાં શહેરોમાં એટલા બધા લોકોની વચ્ચે રહેતા હોવા છતાં તેઓ અજાણ હોય છે.”
જગતની આવી ખરાબ પરિસ્થિતિ માટે આપણે વિજ્ઞાન અને ટેકનોલૉજીને દોષિત ઠરાવવા ન જોઈએ. એ માટે મોટા ભાગે લોકો જ જવાબદાર છે. આ સદીમાં અગાઉ કરતાં વધારે લોકો “સ્વાર્થી, દ્રવ્યલોભી, . . . કૃતઘ્નો, . . . પ્રેમરહિત, ક્રૂર, . . . શુભદ્વેષી, . . . દેવ પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા” થયા છે.—૨ તીમોથી ૩:૧-૫.
૧૯૧૪, એક મહત્ત્વનું વર્ષ
વીન્સ્ટન ચર્ચિલ પ્રમાણે, “૨૦મી સદીની શરૂઆતમાં એમ લાગતું હતું કે આ શાંતિની સદી છે, અને માણસોનું ભવિષ્ય સારું થશે.” ઘણા લોકો વિચારતા હતા કે આ સદીમાં ખૂબ જ શાંતિ અને આબાદી અનુભવાશે. છતાં, સપ્ટેમ્બર ૧, ૧૯૦૫ના વૉચ ટાવરએ ચેતવણી આપી: “જલદી જ બહુ મોટા પાયા પર યુદ્ધો શરૂ થશે,” અને એ પણ જણાવ્યું કે ૧૯૧૪માં “મહાન વિપત્તિ” શરૂ થશે.
જોકે ૧૮૭૯માં, વૉચ ટાવરમાં જણાવવામાં આવ્યું હતું કે ૧૯૧૪નું વર્ષ મહત્ત્વનું વર્ષ હશે. થોડાં વર્ષો પછી એ વૉચ ટાવરએ બાઇબલમાં, દાનીયેલના પુસ્તકમાં નોંધવામાં આવેલી ભવિષ્યવાણી પ્રમાણે બતાવ્યું કે ૧૯૧૪માં દેવનું રાજ્ય આકાશમાં સ્થપાશે. (માત્થી ૬:૧૦) આ રાજ્યનો સંપૂર્ણ રીતે પૃથ્વી પર શાસન કરવાનો સમય ન હતો. પરંતુ, એ શાસન શરૂ કરવાનો સમય હતો.
બાઇબલ ભવિષ્યવાણી કહે છે: “તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય [આકાશમાં] સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ.” (દાનીયેલ ૨:૪૪) એ રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્ત છે, તે પૃથ્વી પરથી એવા લોકોને ભેગા કરે છે, જેઓ દેવનો ભય રાખે છે અને તેમની પ્રજા બનવા માટે ઇચ્છુક છે.—યશાયાહ ૨:૨-૪; માત્થી ૨૪:૧૪; પ્રકટીકરણ ૭:૯-૧૫.
વર્ષ ૧૯૧૪માં આકાશમાં થયેલા બનાવો સાથે પૃથ્વી પર ‘છેલ્લા સમયની’ શરૂઆત થઈ. પરંતુ, આ વ્યવસ્થાના અંતથી છેલ્લા સમયનો અંત આવશે. ઈસુએ અંત વિષે ભાખ્યું હતું એની શરૂઆત વિશ્વયુદ્ધ, ખોરાકની અછત, બીમારીઓ, ઠેરે ઠેર ધરતીકંપો, કાયદાની પડતીથી થશે તેમ જ લોકોનો દેવ અને માણસો પ્રત્યેનો પ્રેમ ઠંડો થઈ જશે. તેમણે એમ પણ કહ્યું આ બધી બાબતો “તો દુઃખોનો આરંભ જ છે.”—માત્થી ૨૪:૩-૧૨.
જલદી જ સંપૂર્ણ નવી દુનિયા આવશે
‘છેલ્લા સમયની’ શરૂઆત થઈ એને હવે ૮૫ વર્ષ પસાર થઈ ગયા છે, અને આપણે આ વ્યવસ્થાના અંતની નજીક આવી રહ્યાં છે. જલદી જ દેવનું રાજ્ય, અને એના રાજા ઈસુ ખ્રિસ્ત “આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.”—દાનીયેલ ૨:૪૪; ૨ પીતર ૩:૧૦-૧૩.
હા, દેવ પૃથ્વી પરથી બધી જ દુષ્ટતાને કાઢી નાખશે અને ન્યાયી લોકોને તે સંપૂર્ણ નવી દુનિયામાં લઈ જશે. “સદાચારીઓ દેશમાં વસશે, અને નીતિસંપન્ન જનો તેમાં જીવતા રહેશે. પણ દુષ્ટો દેશ પરથી નાબૂદ થશે.”—નીતિવચન ૨:૨૧, ૨૨.
કેવો આનંદભર્યો સંદેશો! સાચે જ બધાને આ સંદેશો જણાવવો જોઈએ! જલદી જ દેવનું રાજ્ય ૨૦મી સદીએ ઊભી કરેલી સમસ્યાઓનો ઉકેલ લાવશે: યુદ્ધ, ગરીબી, બીમારી, અન્યાય, ધિક્કાર, અસહિષ્ણુતા, બેકારી, ગુનો, દુઃખ અને મરણ.—જુઓ ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; ૪૬:૮, ૯; ૭૨:૧૨-૧૪, ૧૬; યશાયાહ ૨:૪; ૧૧:૩-૫; ૨૫:૬, ૮; ૩૩:૨૪; ૬૫:૨૧-૨૩; યોહાન ૫:૨૮, ૨૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪.
શું તમે પણ ન્યાયી દુનિયામાં હંમેશ માટે જીવવા ઇચ્છો છો જ્યાં સુખ જ સુખ હોય? વધારે જાણકારી મેળવવા માટે યહોવાહના સાક્ષીઓને મળો. તેઓ તમને તમારા જ બાઇબલમાંથી બતાવશે કે ૨૦મી સદીમાં જે બદલાણ થયું એનો જલદી જ અંત આવશે અને એ પછી તમે હંમેશા આશીર્વાદનો આનંદ માણશો!
[પાન ૧૦ પર ચિત્ર]
જલદી જ સંપૂર્ણ નવી દુનિયા આવશે