સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુદરતી રચનામાંથી શીખવું

કુદરતી રચનામાંથી શીખવું

કુદરતી રચનામાંથી શીખવું

“આપણે શોધ કરેલી સૌથી સારી ચીજોમાંની ઘણી કુદરતી વસ્તુઓની નકલ છે.”—ફિલ ગેટ્‌સ, વાઇલ્ડ ટેકનોલૉજી.

આપણે આગળના લેખમાં જોયું તેમ, વૈજ્ઞાનિકો કુદરતની જીવંત વસ્તુઓની નકલ કરીને સૌથી સારા યંત્રો અને ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે. પરંતુ, કુદરતી વસ્તુઓ ઉત્પન્‍ન થતા પ્રદૂષણ થતું નથી. ઉપરાંત, એ વસ્તુઓ ટકાઉ, હલકી અને મજબૂત હોય છે.

દાખલા તરીકે, હાડકાની સાથે સ્ટીલ સરખાવીએ તો, હાડકું સ્ટીલ કરતાં વધારે મજબૂત છે. એનું કારણ શું છે? એ એના આકાર અને બંધારણના કારણે મજબૂત હોય છે. ફિલ ગેટ્‌સ સમજાવે છે કે, “દરેક જીવંત વસ્તુઓ નાના નાના ભાગોથી બનાવવામાં આવી હોય છે, તેથી એ ટકે છે.” વૈજ્ઞાનિકો બંધારણનો અભ્યાસ કરીને એવા પદાર્થો શોધી શક્યા છે, જે હાડકા જેવા મજબૂત અને રેશમ જેવા હલકા હોય. તેમ જ, કુદરતી રીતે એ અલગ અલગ રસાયણોથી બનેલા જોવા મળે છે.

તત્ત્વોના ચમત્કાર

બેથી વધારે તત્ત્વોથી પદાર્થ બને છે. એના અગાઉના પદાર્થો કરતાં વધારે ગુણ હોવાથી એ મજબૂત બને છે. આ બાબતને સ્પષ્ટ રીતે સમજવા માટે ફાઈબરગ્લાસના કૃત્રિમ મિશ્રણનો વિચાર કરો. સામાન્ય રીતે ફાઈબરગ્લાસનો * [કાચતંતુનો] ઉપયોગ જહાજની નીચેનો ભાગ, માછલી પકડવાનો દંડો, તીર અને રમતગમતનાં સાધન બનાવવા માટે થાય છે. કાચતંતુઓને પ્રવાહી સાથે મિલાવવામાં આવે છે, જેને (પૉલિમર [બહુલક] કહેવામાં આવે છે). પૉલિમર જામી જાય છે ત્યારે, એ એકદમ હલકું અને મજબૂત પ્લાસ્ટિક જેવું બની જાય છે. જો ભિન્‍ન ભિન્‍ન તત્ત્વોને પદાર્થ સાથે મિશ્રણ કરવામાં આવે તો એનાથી જાત જાતની વસ્તુઓ બની શકે છે. જોકે, માણસો, પ્રાણીઓ અને વનસ્પતિમાં જે કુદરતી તત્ત્વો મળી આવે છે એની સરખામણીમાં માણસો જે વસ્તુઓ બનાવે છે એ નાજુક હોય છે.

માણસ અને પ્રાણીઓના શરીરમાં કાચ કે કાર્બનના રેસા નથી હોતા. પરંતુ, કૉલેજન નામનું રેસાળું પ્રોટીન જોવા મળે છે. આ પ્રોટીન ચામડી, આંતરડાં, કૂર્ચા, સ્નાયુઓ, હાડકા અને (દાંતની ઉપરના પડ સિવાય) મજબૂત બનાવે છે. * એક પુસ્તક જણાવે છે કે કૉલેજન પ્રોટીનથી બનેલા “મિશ્રણમાં એટલી પ્રગતિ થઈ છે કે, એ અન્ય મિશ્રણ કરતાં આગળ નીકળી ગયું છે.”

દાખલા તરીકે, સ્નાયુઓનો વિચાર કરો, જે માંસ અને હાડકાંને જોડી રાખે છે. સ્નાયુ તંતુઓથી બનેલા હોવાથી, અજોડ નથી, પણ કૉલેજનને કારણે મજબૂત છે. વળી, આ તંતુ સરસ રીતે ગૂંથાએલું હોય છે. જેનીન બેનીયશના કુદરતી જીવન પરથી નકલ વિષેના પોતાના પુસ્તકમાં લખે છે કે, સ્નાયુનો અભ્યાસ કરવાથી જાણવા મળે છે કે, “માની ન શકાય એટલી ઝીણવટથી એ બન્યો છે. પુલને તારથી લટકાવવામાં આવે છે એવો તમારી કોણી અને કાંડાં વચ્ચેનો ભાગ સ્નાયુઓથી લટકતો હોય એવું લાગે. દરેક પાતળા પાતળા તારની જેમ સ્નાયુઓ અણુથી બાંધેલા જોવા મળે છે. આ અણુ બાંધેલા સર્પાકાર પરમાણુના સમૂહથી બનેલા હોય છે. એ એટલી સરસ રીતે બનેલા હોય છે કે એના વિષે આપણે જેટલો ઊંડાણથી અભ્યાસ કરીશું, એટલું જ નવું નવું જાણવા મળશે.” એના વિષે એ આગળ કહે છે કે, એ તો “ઇજનેરી” જેવું છે. વૈજ્ઞાનિકો કહે છે કે, કુદરતી રચનામાંથી પ્રેરણા મળે એમાં કંઈ આશ્ચર્ય છે?—સરખાવો અયૂબ ૪૦:૧૫, ૧૭.

અગાઉ જણાવ્યા મુજબ કુદરતી વસ્તુઓની સામે, માણસોએ બનાવેલી વસ્તુઓ નાજુક હોય છે. છતાં, પ્લાસ્ટિકમાંથી બનાવેલી વસ્તુઓ ખૂબ જ અજોડ છે. હકીકતમાં, છેલ્લા ૨૫ વર્ષમાં જે વસ્તુઓ બનાવવામાં આવી છે, એમાં પ્લાસ્ટિકની વસ્તુઓ દસમો નંબર લઈ જાય છે. દાખલા તરીકે, ગ્રેફાઇટ અને કાર્બનના તંતુઓથી બનેલા મિશ્રણના કારણે આપણે એવા યુગમાં જીવીએ છીએ, જ્યાં વિમાન, અવકાશમાં મોકલાતી શટલના ભાગો, રમતગમતનાં સાધનો, હરીફાઈની કારો, નૌકાઓ અને કૃત્રિમ અંગો બનાવવામાં આવે છે. આ બધુ કુદરતી રચનાની શોધ પરથી થઈ શક્યું છે.

અજોડ મોટી વ્હેલ માછલી

વ્હેલ અને ડૉલ્ફિનને પણ ખબર નથી કે તેમનું શરીર એવા અજોડ પદાર્થથી બનેલું છે, જે એક પ્રકારની ચરબી છે. કુદરતી વસ્તુની નકલ વિષય પર એક પુસ્તક કહે છે કે, “વ્હેલની ચરબી ખૂબ જ ઉપયોગી છે.” આ પુસ્તક આગળ જણાવે છે કે, વ્હેલની ચરબી એને તરવામાં મદદ કરે છે જેનાથી એ પાણીની ઉપર આવીને શ્વાસ લઈ શકે છે. એ ચરબી આ માછલીને સમુદ્રના પાણીમાં ઠંડીથી પણ રક્ષણ આપે છે. વ્હેલ કંઈ પણ ખોરાક લીધા વિના હજારો કિલોમીટર મુસાફરી કરે છે, ત્યારે એને આ ચરબીમાંથી તાકાત મળે છે. નવાઈની વાત તો એ છે કે, પ્રોટીન અને ખાંડમાંથી મળતી તાકાત કરતાં, આ ચરબી બે કે ત્રણ ગણી વધારે તાકાત આપે છે.

ઉપર જણાવવામાં આવેલા પુસ્તક અનુસાર “એ ચરબી રબર જેવી છે. અમારા ઊંડા અભ્યાસ મુજબ આ માછલી પોતાની પૂંછડી ઉપર નીચે કરે છે ત્યારે, દર વખતે એની ગતિ વધે છે. સાથોસાથ એ લાંબા સમય સુધી સતત તરી શકે છે, અને જેટલી તાકાતની એને જરૂર હોય એનાથી ૨૦ ટકા તાકાત એ બચાવી શકે છે.”

લોકો આ વ્હેલ માછલીનો સદીઓથી શિકાર કરતા આવ્યા છે. પરંતુ, તાજેતરમાં જ તેઓને ખબર પડી છે કે એનું અડધું શરીર કૉલેજન તંતુઓથી બનેલું છે. વૈજ્ઞાનિકો અત્યારે પણ એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, એની ચરબી શાનાથી બનેલી છે. એક વાત ચોક્કસ છે કે તેઓને આ એક બીજી સુંદર રચના જોવા મળી છે, જેના પરથી તેઓ જાતજાતની નકલ કરી શકે.

આઠ પગવાળો કરોળિયો

તાજેતરમાં વૈજ્ઞાનિકોએ કરોળિયા પર ઘણી શોધખોળ કરી છે. તેઓ જાણવા માંગે છે કે, કરોળિયો રેશમ કઈ રીતે બનાવે છે. વળી, તેઓ એ પણ જણાવે છે કે, આ રેશમ શાનું બનેલું છે. એ સાચું છે કે, એવા ઘણા જંતુ છે જે રેશમ બનાવે છે. પરંતુ, રેશમ બનાવતા કરોળિયાની વાત જ કંઈક અલગ છે. આ રેશમ દુનિયાના સૌથી મજબૂત પદાર્થોમાંથી એક છે. વિજ્ઞાનના એક લેખકે કહ્યું: “એ એક અદ્‍ભુત પદાર્થ છે.” કરોળિયાના રેશમમાં એટલા બધા અજોડ તત્ત્વો રહેલા છે કે, એની યાદીનો કોઈ પાર નથી.

વૈજ્ઞાનિકો કરોળિયાના રેશમ વિષે વાત કરે છે ત્યારે, તેઓ શા માટે આટલા બધા વખાણ કરે છે? એનું કારણ એ છે કે, રેશમમાં એવા તત્ત્વો હોય છે, જે સ્ટીલથી પાંચ ગણા વધારે મજબૂત અને વળી શકે એવા હોય છે. એવા પદાર્થો જલદી જોવા મળતા નથી. જોકે, કરોળિયાનું રેશમ રબરની સરખામણીમાં ઘણું જ ખેંચી શકાય છે. કરોળિયાનું જાળું તેને સ્પ્રિંગની જેમ ફેંકી દેતું નથી. વિજ્ઞાન સમાચાર (અંગ્રેજી) મેગેઝીન કહે છે: “એ જાણે માછીમારની એવી જાળ છે, જેનાથી તમે પેસેન્જર વિમાન પકડી શકો.”

એવું માનવામાં આવે છે કે, કરોળિયાની બે જાત એવી છે જે સાત પ્રકારના રેશમ ઉત્પન્‍ન કરે છે. એ રેશમ બનાવવા માટે જે તત્ત્વોને ઉપયોગ કરોળિયો કરે છે, એનો વૈજ્ઞાનિકો ઉપયોગ કરી શકે તો, એનાથી તેઓને કેટલા ફાયદાઓ થાય એનો વિચાર કરો! એનાથી કારમાંના સીટ બેલ્ટ, ઑપરેશનમાં વપરાતા દોરા, શરીરના કૃત્રિમ હાથ-પગ, પાતળા કેબલ અને બુલેટપ્રૂફ કાપડ બની શકે. વળી, વૈજ્ઞાનિકો એ પણ જાણવાનો પ્રયત્ન કરે છે કે, કરોળિયો ઝેરી તત્ત્વોનો ઉપયોગ કર્યા વગર એ કઈ રીતે રેશમ બનાવી શકે છે.

કુદરતી એન્જિન અને ગીયરબોક્સ

આજે એન્જિન અને ગીયરબોક્સથી આખી દુનિયાના ચાલે છે. પરંતુ, શું તમે જાણો છો કે કુદરત આગળ પડતી છે? દાખલા તરીકે, ગીયરબોક્સનો વિચાર કરો. તમારી કારમાં ગીયરબોક્સ હોય છે. જેથી ગીયર બદલીને તમે સારી કાર ચલાવી શકો. કુદરતી ગીયર બૉક્સમાં ચક્રો જોવા મળતા નથી. પરંતુ એની પાંખો હોય છે! આપણે કઈ પાંખોની વાત કરી રહ્યા છીએ? આપણે તો માખીની પાંખો વિષે વાત કરી રહ્યા છીએ. એની પાંખોમાં ત્રણ ગીયર હોય છે અને ઉડતી વખતે આ ગીયરની મદદથી એ પોતાની ગતિ બદલે છે.

ઑક્ટોપસ કે નોટીલસને તરવા માટે જાણે કોઈ પ્રકારનું એન્જિન હોય એવું લાગે છે. આ એન્જિન જોઈને વૈજ્ઞાનિકોને ઈર્ષા આવે છે. તેઓને શા માટે ઈર્ષા આવે છે? એનું કારણ કે એ એન્જિન નરમ અંગોથી બનેલું છે, છતાં એ બગડતું નથી. વળી, એકદમ શાંતિથી તે તરે છે અને સહેલાઈથી ઊંડે સુધી જઈ શકે છે. વાઇલ્ડ ટેકનોલૉજી પુસ્તક કહે છે કે, ઑક્ટોપસ બીજાના મોંમાંથી બચવા માટે પોતાના જેટ એન્જિનની મદદથી કલાકના ૩૨ કિલોમીટરની ઝડપે તરી શકે છે. તેમ જ એ “ક્યારેક તો પાણીની બહાર ઉછળીને જહાજ ઉપર પણ આવી જાય છે.”

હા, જો આપણે અમુક સમય કાઢીને કુદરતી વસ્તુઓ તપાસીએ તો, ખરેખર આપણી એની ઊંડી કદર વધે છે. કુદરત સાચે જ એક જીવતું જાગતું ઉખાણું છે જે માણસોના મનમાં એક પછી એક પ્રશ્નો ઊભા કરે છે. દાખલા તરીકે આગિયાનો વિચાર કરો, જે રસાયણોના ચમત્કારથી રાતના પ્રકાશે છે. એ કઈ રીતે બની શકે? શિયાળામાં આર્કટિક વિસ્તારની અમુક માછલીઓ અને દેડકા ઠંડીમાં થીજી ગયા પછી પણ બરફ ઓગળે ત્યારે, ફરીથી તરવા માંડે છે. વ્હેલ અને સીલ સમુદ્રના ઊંડાણમાં લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર કઈ રીતે રહી શકે છે? તેમ જ, સમુદ્રના ઊંડાણમાં જવાથી પાણીના દબાણના કારણે તેઓને બેન્ડ્‌સ રોગ કેમ નથી લાગતો? કાચીંડો અને સેપીઆ માછલી આજુબાજુના રંગોમાં મળી જવા કઈ રીતે પોતાનો રંગ બદલે છે? હમિંગબર્ડ ત્રણ ગ્રામથી પણ ઓછી ચરબીના ઇંધણથી મૅક્સિકોની ખાડી કઈ રીતે પાર કરે છે? જોકે, આવા પ્રશ્નોનો કોઈ પાર નથી.

ખરેખર, મનુષ્ય આવી વસ્તુઓને જોઈને વિચારતા રહી જાય છે. આગળ જણાવાયેલું પુસ્તક કહે છે કે, વૈજ્ઞાનિકો કુદરતી વસ્તુઓમાં સંશોધન કરે છે ત્યારે, “તેઓની કદર વધતીને વધતી જાય છે.”

રચના કરનાર રચનાકાર!

જીવન વિજ્ઞાનના એક પ્રોફેસર માઈકલ બેહે જણાવે છે કે, જીવંત કોષ પરનું સંશોધન એક જ વાત જણાવે છે કે, “એની રચના થઈ છે!” તે ઉમેરે છે કે એ સંશોધન એટલું “સ્પષ્ટ અને અગત્યનું છે કે, એને વિજ્ઞાનના ઇતિહાસની સૌથી મોટી સફળતામાંની એક માની શકાય.”

પરંતુ, રચના કરનારના પુરાવા ઉત્ક્રાંતિમાં માનનારાઓ માટે સમસ્યા ઊભી કરે છે, કેમ કે દરેક જીવંત વસ્તુઓમાં કોષો અને અણુની અદ્‍ભુત રચના તેઓ સમજાવી શકતા નથી. પ્રોફેસર બેહે કહે છે કે, “જીવન વિષેનું ડાર્વિનનું શિક્ષણ હંમેશા છેતરનારું જ રહેશે.”

ડાર્વિનના સમયમાં લોકો એમ માનતા હતા કે, જીવન કોષ એકદમ સાદો છે. એ સમયે જીવન વિષે લોકો થોડું જ જાણતા હોવાથી ઉત્ક્રાંતિમાં માનવા લાગ્યા. પરંતુ, વિજ્ઞાનને કારણે આપણે હવે ઘણું જાણીએ છીએ. વૈજ્ઞાનિક સિદ્ધિઓએ સાબિત કર્યું છે કે, કોષો કંઈ સામાન્ય નથી. પરંતુ, એ એટલા વ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યા છે કે આધુનિક પ્રક્રિયાથી બનેલી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને મશીનોના ભાગ પણ એની સામે કંઈ જ નથી.

દરેક વસ્તુઓની કુશળ રચના આપણને એક જ વાત જણાવે છે, પ્રોફેસર બેહે કહે છે: “કોઈ બુદ્ધિશાળી સર્જનહારે જીવનની રચના કરી છે.” તેથી, શું એમ માની ન શકાય કે એ બુદ્ધિશાળી રચનાકારના મનમાં માણસ માટે મહત્ત્વનો હેતુ હોવો જ જોઈએ? એમ હોય તો, એ હેતુ શું છે? શું આપણે આ રચનાર વિષે વધુ જાણી શકીએ? હવે પછીનો લેખ આ મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપશે.

[ફુટનોટ્‌સ]

^ સાદા શબ્દમાં કાચના રેસાઓના મિશ્રણને ફાઈબરગ્લાસ કહેવામાં આવે છે. પરંતુ, સામાન્ય રીતે લોકો આ શબ્દનો ઉપયોગ પ્લાસ્ટિક અને ફાઈબરગ્લાસથી બનેલા મિશ્રણ માટે કરે છે.

^ વનસ્પતિમાંથી મળતા પદાર્થો કૉલેજન કરતાં સેલ્યુલોસ પર આધારિત છે. સેલ્યુલોસ લાકડાને એવા ગુણધર્મ આપે છે કે, એ બાંધકામમાં બહુ જ ઉપયોગી થઈ પડે છે. એમ કહેવાય છે કે, સેલ્યુલોસ જેવી “બીજી કોઈ ટકાઉ વસ્તુ નથી.”

[પાન ૫ પર બોક્સ]

માખીની નકલ કરી સોલર પેનલમાં સુધારો

નવો વૈજ્ઞાનિક (અંગ્રેજી) મેગેઝીન જણાવે છે કે, એક વૈજ્ઞાનિકે મ્યુઝિયમમાં એવી માખીના ચિત્ર જોયા, જેની જાતિ મરી પરવારી છે. એ માખીની આંખોને ઝીણવટથી જોતા માલૂમ પડ્યું કે એની આંખોની ઉપર જાળી જેવી ડિઝાઈન હતી. તેણે વિચાર્યું કે એ જ કારણે માખીની આંખો વધારે પ્રકાશ ઝીલી શકતી હશે, ખાસ કરીને જ્યારે એ ત્રાંસું જુએ છે. એ શોધી કાઢવા, તેણે બીજા વૈજ્ઞાનિકો સાથે મળીને સંશોધન શરૂ કર્યું. છેવટે, તેની વાત સાચી નીકળી.

સોલર પેનલથી વધારે ઉર્જા મળી શકે એ આશાથી, વૈજ્ઞાનિકોએ માખીની આંખો પરની જાળી જેવી ડિઝાઈનની નકલ કરી. તેઓએ સોલર પેનલના કાચ પર એવી જ ડિઝાઈન રાખી. સોલર પેનલને સૂર્યની દિશામાં રાખવા માટેનું યંત્ર પણ ખૂબ જ મોંઘું હોય છે. પરંતુ, આ નવી રીતથી એ યંત્રની જરૂર પડતી નથી. આ રીતના સોલર પેનલને કારણે પ્રદુષણમાં ઘટાડો થશે. કઈ રીતે? એ સુધારેલા સોલર પેનલોથી વધારે ઉર્જા મળશે અને લોકો કોલસા અને ગૅસનો ઓછો ઉપયોગ કરશે. જોકે, આવી શોધખોળોથી આપણને ખાતરી થાય છે કે માણસોની દરેક ભવ્ય રચના પાછળ કુદરતી રચના હોય છે. પરંતુ, બાબત ફક્ત એટલી જ છે કે કોઈએ કુદરતની રચનાઓને શોધી અને સમજવાની જરૂર છે, અને બની શકે તો એની નકલ કરીને ઉપયોગી વસ્તુઓ બનાવવાની જરૂર છે.

[પાન ૬ પર બોક્સ]

ખરા હકદારને માન આપો

વર્ષ ૧૯૫૭ની આ વાત છે, જ્યોર્જ ડે મિસ્ટ્રાલ નામના એક સ્વિસ એંજીનિયરે જોયું કે, તેમના કપડા પર નાના નાના કાંટાળાં બી ચોંટેલાં છે. તેમણે આ બી અને એના કાંટાનો અભ્યાસ કર્યો. તેમનું મગજ હંમેશા કંઈક નવું બનાવવાની કલ્પના કરતું હોવાથી, તેમને એક વિચાર આવ્યો. એ પછીના આઠ વર્ષ સુધી તેણે બી પરના કાંટાની નકલ કરી. તેમના આ સંશોધનથી આખી દુનિયા આશ્ચર્ય પામી, અને આજે એ વસ્તુ દરેક ઘરમાં જોવા મળે છે. એ સંશોધન હતું, વેલ્ક્રો, એટલે કે ટ્રેઈનર્સ જેવા બૂટોમાં આવતી ચોંટાડવાની કાંટાળી ટેપ.

જરા વિચારો, એ જાતની ટેપ જાતે જ બની ગઈ છે એવું કહેવામાં આવે તો, ડે મિસ્ટ્રાલને કેટલું દુઃખ થાય. ખરેખર, એ વાજબી છે કે એના ખરા હકદારને એ માન મળવું જ જોઈએ. એટલા માટે શોધખોળ કરનારા ઘણી વાર સંશોધન પાછળ પોતાનું નામ લગાવે છે. જેથી પોતાના સંશોધનનું માન ફક્ત પોતાને જ મળે. એ સાચું છે કે કુદરતી રચનાની સરખામણીમાં એ શોધખોળનું કંઈ જ મૂલ્ય નથી. છતાં, એ સંશોધનો માટે માણસોને માન મળે છે, અને ઇનામ તરીકે મોટી રકમ પણ આપવામાં આવે છે. વળી, તેમની રચના માટે ઘણી વાહ વાહ કરવામાં આવે છે. આપણા બુદ્ધિશાળી સર્જનહારે કોઈની પણ નકલ કર્યા વિના સર્વ વસ્તુઓ બનાવી છે, જેમાં કોઈ પણ જાતની ખામી નથી. તો શું કુદરતી રચનાની કદર આપણે ન કરવી જોઈએ? શું આપણી રચના કરનારનો ઉપકાર ન માનવો જોઈએ?

[પાન ૫ પર ચિત્ર]

સ્ટીલ કરતાં હાડકું મજબૂત છે

[ક્રેડીટ લાઈન]

Anatomie du gladiateur combattant...., Paris, 1812, Jean-Galbert Salvage

[પાન ૭ પર ચિત્ર]

વ્હેલની ચરબી તરવા, ગરમી આપવા, અને ખાવાનું સંઘરવા મદદ કરે છે

[ક્રેડીટ લાઈન]

© Dave B. Fleetham/ Visuals Unlimited

[પાન ૭ પર ચિત્ર]

મગરની ચામડીને તીર, ભાલા અને ગોળીઓની અસર થતી નથી

[પાન ૭ પર ચિત્ર]

કરોળિયાનું રેશમ સ્ટીલથી પાંચ ગણુ મજબૂત છતાં, રબર જેવું છે

[પાન ૮ પર ચિત્ર]

લક્કડખોદના મગજનું રક્ષણ કરવા એક મજબૂત હાડકાની રચના થયેલી છે

[પાન ૮ પર ચિત્ર]

કાંચીડો આજુબાજુના રંગોમાં ભળી જવા પોતે રંગ બદલે છે

[પાન ૮ પર ચિત્ર]

નોટીલસને ખાસ ખાનાઓ હોય છે, જેથી એ તરી શકે

[પાન ૯ પર ચિત્ર]

લાલ ગળાવાળું હમિંગબર્ડ ત્રણ ગ્રામ કરતાં પણ ઓછી ચરબીથી ૧,૦૦૦ કિલોમીટર સુધી મુસાફરી કરે છે

[પાન ૯ પર ચિત્ર]

ઑક્ટોપસ એંજીનની જેમ કામ કરે છે

[પાન ૯ પર ચિત્ર]

રસાયણિક ફેરફારોથી આગિયો પ્રકાશે છે

[ક્રેડીટ લાઈન]

© Jeff J. Daly/Visuals Unlimited