સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તમારો ખૂબ જ આભાર!”

“તમારો ખૂબ જ આભાર!”

“તમારો ખૂબ જ આભાર!”

કેરોલે યહોવાહના સાક્ષીઓની કૅનેડા શાખાને કાગળ લખ્યો. તેણે કાગળમાં લખ્યું હતું કે, “માર્ચ ૮, ૧૯૯૮ના સજાગ બનો! મેગેઝીનમાં સ્ટ્રોક પર આપવામાં આવેલા લેખોએ મારી મમ્મીનું જીવન બચાવ્યું.” એક દિવસે કેરોલની મમ્મીને ડાબા હાથમાં ખાલી ચઢી હોય એવું લાગ્યું, અને બીજા દિવસે તો તેમની નજરમાં પણ મુશ્કેલી ઊભી થઈ. કેરોલ કહે છે કે, “મારી મમ્મી ચેકીંગ કરવા જવા માટે બીજા દિવસ સુધી રાહ જોવા માંગતા હતા. તેથી, મેં તેમને ઉત્તેજન આપ્યું કે, તે સજાગ બનો! મેગેઝીનમાં સ્ટ્રોક પરના લેખ વાંચે. પંદર મિનિટની અંદર જ મારી મમ્મીએ મને ફોન કરીને કહ્યું કે, તેમને અત્યારે જ હૉસ્પિટલે જવું છે. પછી, હૉસ્પિટલના ડૉકટરોએ તપાસ કરવા મારી મમ્મીને એક રાત રાખ્યા. સવારે ડૉક્ટરોએ જણાવ્યું કે, મમ્મીને સ્ટ્રોકની ચેતવણી આપતા બે-એક હુમલા થઈ ચૂક્યા હતા. તેથી, મમ્મી જ્યારે હૉસ્પિટલમાં દાખલ થયા, એમાં જ શાણપણ હતું. ખરેખર, અમે એ લેખો માટે ખૂબ જ આભારી છીએ!”

તમને નવાઈ લાગશે કે શારીરિક અને માનસિક બીમારી વિષે પણ બાઇબલમાં સલાહ આપવામાં આવી છે. સર્વ લોકો માટેનું પુસ્તક નામની પુસ્તિકાના ૨૦, ૨૧, ૨૫ અને ૨૬ પાન પર તમે એ વિષે વાંચી શકો છો. તમને આ મેગેઝીન વિષે વધારે માહિતી આપવામાં અમને ખૂબ જ આનંદ થશે. તમે વધુ જાણવા માંગતા હો તો, અમે અમારા કોઈ પ્રતિનિધિને તમારા ઘરે મોકલીશું. એ માટે તમે આ કૂપન ભરો અને એમાં આપવામાં આવેલા સરનામે અથવા તમારી સગવડતા મુજબ પાન ૫ પર આપવામાં આવેલા કોઈ સરનામે કૂપન મોકલો.

□ મારા ઘરે તમારા કોઈ પ્રતિનિધિને મોકલો

□ બાઇબલની ચર્ચા કરવા મારો સંપર્ક સાધો.