સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મહાન રચનાર કોણ છે?

મહાન રચનાર કોણ છે?

મહાન રચનાર કોણ છે?

સર્વ કુદરતી રચના એક પુસ્તક જેવી છે. એ સાબિતી આપે છે કે આ દુનિયા રચનાર, કુશળ કારીગર છે, અને વૈજ્ઞાનિકો પણ એ કબૂલે છે. ઘણાં વર્ષો પહેલાં ઈશ્વરભક્ત પાઊલે પરમેશ્વર વિષે આમ લખ્યું: “અદૃશ્ય ગુણો, એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ, જગત ઉત્પન્‍ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે.” (રૂમી ૧:૨૦) પરંતુ, પરમેશ્વર અને તેમની ઇચ્છા વિષેની બધી જ માહિતી કંઈ તેમના સર્જનમાંથી મળતી નથી. એનાથી આપણે એ નથી જાણી શકતા કે, જીવનનો હેતુ શું છે. તેથી, સર્જનહારે પોતાના વિષે જણાવવા આપણને બીજું એક પુસ્તક પણ આપ્યું છે. એ માટે આપણે ખૂબ જ આભારી છીએ. એ પુસ્તક તેમની પ્રેરણાથી લખવામાં આવ્યું છે, જે પવિત્ર બાઇબલ છે.—૨ તીમોથી ૩:૧૬.

ખરું જોવા જઈએ તો, બાઇબલ વિજ્ઞાનનું પુસ્તક નથી. પરંતુ, એમાં મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે, જે કુદરતી રચનામાંથી નથી મળતા. કોઈ સુંદર વસ્તુ જોઈએ છીએ ત્યારે, આપણા મનમાં પહેલો પ્રશ્ન ઊભો થાય છે કે, આ કોણે બનાવ્યું? એ મહત્ત્વના પ્રશ્નનો જવાબ પણ આપણને બાઇબલમાંથી મળે છે. સૃષ્ટિની રચના વિષે પ્રકટીકરણ ૪:૧૧ કહે છે કે, “ઓ અમારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે; કેમકે તેં સર્વેને ઉત્પન્‍ન કર્યાં, અને તારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.” હા, દુનિયાની સર્વ વસ્તુઓના રચનાર તથા કુશળ કારીગર, યહોવાહ પરમેશ્વર છે. તેમનું નામ મૂળ હેબ્રી બાઇબલમાં લગભગ ૭,૦૦૦ વખત મળી આવે છે.

આપણા આ વૈજ્ઞાનિક યુગથી કંઈક ૩,૫૦૦ વર્ષ અગાઉ અયૂબ નામનો એક માણસ રહેતો હતો. તે કુદરતી રચના પર વિચારનાર, અને હોંશિયાર માણસ હતો. તે જોઈ શક્યા કે, યહોવાહ પરમેશ્વરે જ આખું વિશ્વ બનાવ્યું છે. તેમણે કહ્યું કે, “પશુઓને પૂછો, એટલે તેઓ તમને શીખવશે; અને ખેચર પક્ષીઓને પૂછો, એટલે તેઓ તમને કહેશે; અથવા પૃથ્વીને પૂછો, અને તે તમને ખુલાસો આપશે; અને સમુદ્રનાં માછલાં તમને વિદિત કરશે. એ સર્વ ઉપરથી કોણ જાણતું નથી કે યહોવાહને હાથે એ સર્વ સૃજાએલાં છે?”—અયૂબ ૧૨:૭-૯.

આપણી માટે યહોવાહ દેવનો હેતુ

બાઇબલ એ પણ જણાવે છે કે, આપણી માટે યહોવાહ દેવનો હેતુ શું છે? આપણી આખી પૃથ્વી સુંદર બગીચા જેવી બનશે એવો યહોવાહ દેવનો હેતુ છે, જેમાં ન્યાયી લોકો હંમેશ માટે જીવે. ગીતશાસ્ત્ર ૩૭:૨૯ કહે છે કે, “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” એ જ રીતે ઈસુએ પણ કહ્યું કે, “જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ પૃથ્વીનું વતન પામશે.”—માત્થી ૫:૫.

તે ઉપરાંત, બીજી એક આનંદની વાત એ છે કે, આખી પૃથ્વી હંમેશા એક સુંદર બગીચા જેવી બની જશે. એક ખાસ પ્રકારના જ્ઞાનને કારણે એ શક્ય બનશે. એ જ્ઞાન વિષે યશાયાહ ૧૧:૯ કહે છે: “મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ; કેમકે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.” ‘યહોવાહનું જ્ઞાન’ લેનારા લોકો હંમેશ માટે શાંતિ અને આનંદથી જીવશે. એના વિષે ઈસુએ પણ કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

યહોવાહ દેવના મૂળ હેતુ પ્રમાણે લોકોને હંમેશનું જીવન મળશે ત્યારે, તેઓ પૃથ્વી અને એમાંની સર્વ રચનાનો પૂરેપૂરો આનંદ માણશે. એ સમયે જીવન કંટાળાજનક નહિ હોય, કારણ કે માણસ હંમેશા નવી નવી વસ્તુઓની શોધખોળ કરતો રહેશે. આમ, કાયમી જીવન ખરેખર રોમાંચક અને આનંદી બનશે.

નવું નવું શીખવાની દુનિયા!

સભાશિક્ષક ૩:૧૧ કહે છે: “તેણે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે; વળી તેણે તેઓનાં હૃદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે અથથી તે ઈતિ સુધી ઇશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકે નહિ.” આપણે દરેકને હંમેશ માટે જીવવાની આશા હોય છે, જે જલદી જ પૂરી થશે. એથી ‘અથથી ઈતિ સુધી ઇશ્વરે જે કંઈ કર્યું છે તેનો પાર પામવા’ પ્રયત્ન કરી શકીશું. હા, આખી પૃથ્વી જાણે કે એક સ્કૂલ જેવી હશે, જેમાં યહોવાહ દેવ આપણા શિક્ષક હશે. આપણું જીવન એક એવી મુસાફરી હશે, જેમાં આપણે કાયમ નવું નવું શીખતા રહીશું, અને એનો કદી અંત આવશે નહિ.

તમે કલ્પના કરો કે, તમે એ સુંદર, સુખી પૃથ્વીમાં છો. તમારું તન-મન સ્વસ્થ છે, અને તમારામાં કોઈ ખામી નથી. તમે કંઈ પણ કરવા ખુશીથી તૈયાર થશો, જે આજે સપનામાં પણ કરી ન શકાય. વળી, તમને ખાતરી હશે કે, તમે જે કંઈ શરૂ કરો, એ ચોક્કસ પૂરું કરી શકશો, ભલેને એને માટે સો કે હજાર વર્ષ કેમ ન લાગે. અરે, તમે પરમેશ્વર યહોવાહની રચનાની કંઈક નકલ પણ કરી શકશો, કારણ કે તમે હંમેશા નવું નવું શીખતા હશો. તેમ જ, તમે જે કંઈ બનાવશો એ સર્વ હમણાંના કરતાં લાખ દરજ્જે સારી હશે. આજે મોટા ભાગે કંઈ બનાવતા કોઈને કોઈ રીતે બીજાને હાનિ થાય છે, અને પ્રદૂષણ ફેલાય છે. પરમેશ્વર યહોવાહની જેમ, તમે પણ હંમેશા બીજાઓનું ભલું ચાહશો.—ઉત્પત્તિ ૧:૨૭; ૧ યોહાન ૪:૮

આપણે કઈ રીતે કહી શકીએ કે, આ કંઈ માત્ર સ્વપ્ન નથી? એનું કારણ એ કે, એની સાબિતી પરમેશ્વર યહોવાહનાં બે મહાન ‘પુસ્તકો’ આપે છે. એક બાઇબલ, અને બીજું તેમણે કરેલી રચના. વળી, એ આપણા મહાન રચનાર અને કુશળ કારીગર હોવાથી તેમના માટે કંઈ જ અશક્ય નથી. તેથી, આપણે તેમના વિષે અને તેમના પુત્ર ઈસુ વિષે વધારે જાણવું જ જોઈએ. એનાથી રોમાંચક, લાભદાયી, અને મહત્ત્વની બીજી કોઈ બાબત નથી.

[પાન ૧૦ પર ચિત્રો]

બાઇબલ અને કુદરતી રચના આપણને મહાન રચનારની ઓળખ આપે છે