સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારી હજામત, ચહેરો સલામત

સારી હજામત, ચહેરો સલામત

સારી હજામત, ચહેરો સલામત

ઑસ્ટ્રૅલિયાના અમારા લેખક તરફથી

એક માણસને દાઢી કરતા પાંચ મિનિટ લાગતી હોય, અને ૫૦ વર્ષ સુધી દરરોજ એમ કરતો રહે તો, તેના જીવનના ૬૩ દિવસ તે દાઢી કરવામાં વાપરે છે! દરરોજની આ વિધિ વિષે પુરુષોને કેવું લાગે છે?

દાઢી કરવા વિષે તાજેતરમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું. અમુક પુરુષોએ આમ કહ્યું: “મને જરાય નથી ગમતું.” “મને ખૂબ જ કંટાળો આવે છે.” “એ જીવનનો ખતરો છે.” “દાઢી કર્યા વિના ચલાવી લેવાતું હોય તો એમ કરવું જોઈએ.” જો એમ હોય તો, પુરુષો શા માટે દાઢી કરે છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા ચાલો આપણે દાઢી કરવા વિષે થોડું જાણીએ. કદાચ આપણને એનો જવાબ મળશે.

છીપલાથી રેઝર સુધી

તમે કલ્પના કરી શકો કે, છીપલાથી કે શાર્ક માછલીના દાંતથી અથવા તીક્ષ્ણ પથ્થરથી તમને દાઢી કરવી પડે તો કેવું લાગે? દાઢી કરવા માટે પુરુષોએ અનેક વસ્તુઓનો ઉપયોગ કર્યો છે! પ્રાચીન સમયમાં ઇજિપ્તના લોકો દાઢી કરવા નાની કુહાડીના જેવી તાંબાની બ્લેડનો ઉપયોગ કરતા. પરંતુ, ૧૮મી અને ૧૯મી સદીમાં ઇંગ્લૅંન્ડના શેફીલ્ડમાં દાઢી કરવા માટે છરી જેવો અસ્ત્રો બનાવવાની શરૂઆત થઈ. એમ કહેવામાં આવે છે કે, એ બ્લેડ એટલી ધારદાર હતી કે, એનાથી ગળું કપાઈ જવાની શક્યતા રહેતી. આ અસ્ત્રો સ્ટીલમાંથી બનાવવામાં આવતો. આજે ખિસ્સાકદનું ચપ્પુ મળે છે, એ રીતે બંધ કરીને રાખવામાં આવતો હતો. એના હાથા પર ઘણી વાર ડિઝાઇન મૂકવામાં આવતી. દાઢી કર્યા પછી એને ચપ્પુની જેમ બંધ કરવાથી એના હાથામાં બ્લેડ ચાલી જતી. પ્રથમ વાર એનો ઉપયોગ કરનારે ખૂબ જ સંભાળીને કર્યો હશે. એ વાપરતાં શીખ્યો હશે ત્યારે કેટલીયે વાર કપાઈ ગયો હશે. વળી, એનો અનુભવ ન હોવાનું દુઃખ થયું હશે. પરંતુ, વીસમી સદીમાં મોટો ફેરફાર થયો.

વર્ષ ૧૯૦૧માં અમેરિકાના કિંગ કેમ્પ જિલેટ નામના માણસે એક એવું જ રેઝર બનાવ્યું, જેને તમે એકાદ વાર વાપરીને ફેંકી દઈ શકો. એની આ શોધની અસર આખી દુનિયામાં થઈ. તેની શોધથી જાતજાતના ડિઝાઈનવાળા રેઝર બનવા લાગ્યા, અરે કેટલાક રેઝરના હાથા પર તો સોના કે ચાંદીનો ઢોળ પણ ચઢાવવામાં આવે છે. વધારે સંશોધનથી આજે અનેક પ્રકારના રેઝરો મળી શકે છે. એકાદ વાર વાપરીને ફેંકી દેવા જેવું રેઝર અથવા બે કે ત્રણ બ્લેડવાળું રેઝર, જેનું માથું ફરી પણ શકે, એવા દાઢી કરવાના રેઝર હવે મળે છે.

વર્ષ ૧૯૩૧માં પહેલી વાર ઇલેક્ટ્રીક રેઝર બજારમાં વેચાવા લાગ્યું. ધીરે ધીરે એમાં ઘણા સુધારા કરવામાં આવ્યા જેનાથી એ પણ લોકપ્રિય થયું. પરંતુ, ઘણા પુરુષો ઇલેક્ટ્રીક રેઝર કરતાં, અસ્ત્રો વધારે પસંદ કરે છે. એનું કારણ એ કે, એનાથી દાઢી એકદમ લીસી કરી શકાય છે.

દાઢીની ફૅશનની આવ-જા

વરસોથી દાઢીની ફૅશનમાં આવ-જાવ થઈ રહી છે. પ્રાચીન ઇજિપ્તનું રોજિંદું જીવન (અંગ્રેજી) પુસ્તક કહે છે કે, એ સમયમાં ઇજિપ્તના લોકો “પોતાના શરીર પર એક પણ વાળ રહેવા દેતા નહિ અને એનાથી તેઓ પ્રખ્યાત હતા. તેથી, તેઓ પોતાને ચડિયાતા માનતા. તેઓ અસ્ત્રો વાપર્યા પછી એને ચામડાના પાકીટમાં રાખતા.” હવે આપણે સમજી શકીએ છીએ કે, યહુદી કેદી યુસુફે ફારૂનની આગળ જતા પહેલાં શા માટે હજામત કરી હતી.—ઉત્પત્તિ ૪૧:૧૪.

આશ્શૂરના પુરુષો તેઓની દાઢી ખૂબ જ સુંદર રીતે રાખતા. તેઓ પોતાની દાઢીના પ્રેમમાં પડી જતા, અને એની ખૂબ જ કાળજી રાખતા. અરે ઘણા પુરુષોને તો પોતાની દાઢીનું ખૂબ જ અભિમાન હતું. તેઓ દાઢીના વાળને એકદમ વાંકોડીયા બનાવતા, એની ચોટલીઓ વાળતા અને હંમેશા વ્યવસ્થિત રાખતા.

ઈસ્રાએલી લોકો યોગ્ય લંબાઈની દાઢી રાખતા, અને વધારે લાંબી થાય તો થોડી કાપી નાખતા. પરંતુ, પરમેશ્વરના નિયમોમાં ઈસ્રાએલી પુરુષોને શા માટે આજ્ઞા આપવામાં આવી હતી કે, દાઢીના ખૂણા ન બગાડશો? એનો અર્થ એ ન હતો કે, ઈસ્રાએલી પુરુષો પોતાના વાળ કે દાઢી કપાવી ન શકે. પરંતુ, ઈસ્રાએલી પુરુષો આજુબાજુના દેશોના ધાર્મિક રિવાજો પ્રમાણે વાળ ન કાપે, એ માટે તેઓને આજ્ઞા આપવામાં આવી હતી. *લેવીય ૧૯:૨૭; યિર્મેયાહ ૯:૨૫, ૨૬; ૨૫:૨૩; ૪૯:૩૨.

પ્રાચીન ગ્રીક સમાજમાં રાજવંશી પુરુષો સિવાય સર્વ પુરુષો દાઢી રાખતા હતા. રોમમાં દાઢી કરવાનો રિવાજ કદાચ બીજી સદી બી.સી.ઈ.માં શરૂ થયો હોય શકે, અને ત્યાર પછીથી લોકો દરરોજ દાઢી કરવા લાગ્યા.

પરંતુ, રોમ સામ્રાજ્યની પડતી પછી પુરુષો ફરીથી દાઢી રાખવા લાગ્યા અને આ રિવાજ લગભગ હજાર વર્ષ સુધી ચાલ્યો. એટલે કે લગભગ ૧૭મી સદીની મધ્ય સુધી લોકો દાઢી રાખતા હતા. એના પછી ફરીથી દાઢી કરવાની ફૅશન ૧૮મી સદી સુધી ચાલી. વળી, લગભગ ૧૯મી સદીની મધ્યથી ફરીથી દાઢી રાખવાની ફૅશન આવી. તેથી, આપણે વૉચ ટાવર સોસાયટીના પ્રથમ પ્રમુખ સી. ટી. રસેલ અને તેમના ખ્રિસ્તી ભાઈ વીલીયમ. ઈ. વાન આમબર્ગના ફોટામાં આપણને એ બંનેની ખૂબ જ સારી રીતે રાખેલી દાઢી જોવા મળે છે. એ જમાનામાં એને યોગ્ય રીતે જોવામાં આવતી. જોકે, વીસમી સદીની શરૂઆતમાં ફરીથી દાઢી કરવાની ફૅશન શરૂ થઈ, જે આજ સુધી ચાલુ છે.

શું તમે પણ ઘણા પુરુષોની જેમ દરરોજ અરીસા સામે ઊભા રહીને રેઝરથી દાઢી કરો છો? એમ હોય તો, તમને વાગે નહિ કે લોહી નીકળે નહિ, અને ચહરો સુંદર દેખાય એ રીતે દાઢી કરવાનું ઇચ્છતા હશો. તેથી, “રેઝરથી દાઢી કરવાની રીતો” બૉક્સ જુઓ. એમાંનાં સૂચનો તમને મદદરૂપ થઈ શકે. કેટલાંક સૂચનો પ્રમાણે તમે કરતા પણ હશો. ગમે તે હોય, પણ ચહેરો સલામત રાખો, અને દાઢી કરવાનો આનંદ માણો!

[ફુટનોટ]

^ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત ઈન્સાઈટ ઓન ધ સ્ક્રિપ્ચર્સના પહેલા ગ્રંથનું પાન ૨૨૬ અને ૧૦૨૧ જુઓ.

[પાન ૨૩ પર બોક્સ/ચિત્રો]

રેઝ રથી દાઢી કર વાની રીતો

રેઝરથી સારી રીતે દાઢી કરવાની નીચે આપેલી માહિતી પુરુષોના વાળ (અંગ્રેજી) પુસ્તકમાંથી લેવામાં આવી છે. *

૧. દાઢી-મૂછ નરમ કરો: ચહેરા પરના વાળને નરમ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો. બની શકે તો નહાવા પછી દાઢી કરો, કેમ કે નાહતી વખતે પાણીથી ચહેરાના વાળ એકદમ નરમ થઈ જાય છે.

૨. દાઢી કરતા પહેલાં શેવીંગ ક્રીમ લગાવો: સાબુ, ક્રીમ અથવા જેલથી ત્રણ હેતુ પાર પડે છે. (૧) વાળમાં ભેજ રહેશે, (૨) વાળ ઊભા રહેશે અને (૩) ચામડી લીસી બનાવશે, એટલે રેઝર સરળતાથી ફરી શકશે. તમારા ચહેરા માટે યોગ્ય હોય એવું ક્રીમ વાપરો. શું તમે હૅર કંડિશ્નરનો ઉપયોગ કર્યો છે? એનાથી પણ વાળ નરમ થાય છે.

૩. યોગ્ય રેઝરનો યોગ્ય રીતે ઉપયોગ કરો: નવા રેઝરનો ઉપયોગ કરો, નહિતર તમારી ચામડીને નુકશાન થઈ શકે. જે દિશામાં વાળ ઉગે છે એ જ દિશામાં હજામત કરો. એનું કારણ કે, વિરુદ્ધ દિશામાં હજામત કરવાથી ચક્ચકાટ થઈ શકે છે. પરંતુ, એનાથી ચામડીની નીચેના મૂળ પાસેના વાળ કપાઈ જશે. તેથી, વાળ ચામડીથી બહાર આવવાને બદલે અંદરને અંદર વધ્યા કરશે. અમુક માહિતી પ્રમાણે જે પુરુષો અને સ્ત્રીઓ બેદરકારીથી શેવ કરે છે, તેઓને મસા જેવો ચેપ થઈ શકે છે.

૪. શેવ કર્યા પછી ચામડીનું રક્ષણ કરો: શેવ કરતી વખતે તમારી ચામડીની ઉપરનું પડ દૂર થાય છે. એનાથી ચામડીને નુકશાન થવાનું જોખમ રહે છે. તેથી, જરૂરી છે કે તમે શેવ કર્યા પછી તમારો ચહેરો ચોખ્ખા પાણીમાં, પહેલા ગરમ અને પછી ઠંડા પાણીમાં ધોઈ નાખો. જેથી ચામડીના છિદ્રો બંધ થઈ જાય અને ભીનાશ અંદર રહે. ચામડીની સલામતી અને તાજગી માટે તમે આફ્ટર-શેવ પણ લગાવી શકો.

[ફુટનોટ]

^ આ લેખ ખાસ કરીને પુરુષોની દાઢી કરવા વિષે જણાવે છે. પરંતુ કેટલાક દેશોમાં, સ્ત્રીઓ પણ પોતાના અમુક અંગોના વાળ કાઢતી હોય છે. તેથી, તેઓને પણ આ માહિતી ઉપયોગી નીવડી શકે.

[પાન ૨૪ પર બોક્સ/ચિત્ર]

થોભિયા એટલે શું?

થોભિયા મોઢા પર ઉગતા વાળને કહેવાય છે. આ વાળ કીરેટીન પ્રોટીન અને એવા જેવા બીજા પ્રોટીનથી બનેલા હોય છે. આ પ્રોટીન માણસ અને પશુઓના શરીરમાં બને છે અને એમાં રેશા તથા ગંધક હોય છે. એનાથી વાળ, નખ, પાંખ, ખરી અને શિંગડા બને છે. શરીર પરના વાળમાંથી થોભિયા સૌથી મજબૂત અને ટકાઉ હોય છે. વાળ જેવા તાંબાના પાતળા તાર કરતાં પણ એ કાપવામાં મુશ્કેલી પડી શકે. પુરુષના ચહેરા પર લગભગ ૨૫,૦૦૦ વાળ હોય છે, અને એ ૨૪ કલાકમાં અડધા મિલિમીટરના દરે વધે છે.

[ક્રેડીટ લાઈન]

Men: A Pictorial Archive from Nineteenth-Century Sources/Dover Publications, Inc.

[પાન ૨૪ પર ચિત્રો]

દાઢીની ફૅશનની આવ-જાવ

ઇજિપ્તવાસી

આશ્શૂરી

રૂમી

[ક્રેડીટ લાઈન્સ]

Museo Egizio di Torino

Photographs taken by courtesy of the British Museum