અમારા વાચકો તરફથી
અમારા વાચકો તરફથી
માતૃભાષામાં અમેરિકન બાઇબલ “ગ્રામ્ય અમેરિકનો અને બાઇબલ,” (જૂન ૮, ૧૯૯૯) સજાગ બનો!માંનો આ લેખ મને ખૂબ ગમ્યો. મેસાચુસેટ્સ ઇન્ડિયનો માટે છાપવામાં આવેલા જોન એલીયટના બાઇબલનો તમારો ઉલ્લેખ મને ગમ્યો. મેં અને મારા પતિએ આ બાઇબલની એક પ્રત, કેલિફોર્નિયાના સેન મેરિનોની હન્ટીંગ્ટન લાઇબ્રેરીમાં જોઈ હતી. એ બાઇબલમાં ગીતશાસ્ત્રનું પુસ્તક ખુલ્લું હતું, અને એમાં અનેક જગ્યાએ પરમેશ્વરનું નામ યહોવાહ લખેલું હતું. એ ૧૭મી સદીના બાઇબલમાં પરમેશ્વર યહોવાહનું નામ વાંચીને અમે આનંદવિભોર થઈ ગયા!
બી. જે., યુનાઈટેડ સ્ટેટ્સ
બાળ મજૂરી “બાળ મજૂરી—એનો અંત હાથવેંતમાં!” (જૂન ૮, ૧૯૯૯) લેખો માટે તમારો ખૂબ જ આભાર. સજાગ બનો!ના કવર પરનું ચિત્ર જોઈને મને થયું કે, એ માહિતી મારા દેશને જરાય લાગુ પડશે નહિ. પરંતુ, મેં વાંચવાનું શરૂ કર્યું, ત્યારે હું વધારે ને વધારે વાંચવા ચાહતી હતી. સાચું કહું તો, એ વાંચીને મારા રુંવાડા ઊભા થઈ ગયા. તાજેતરમાં જ હું હાથથી બનાવેલું ટેડી-બેર એકદમ સસ્તામાં લઈ આવી, જે અહીં જાપાનમાં બન્યું હોત તો ખૂબ જ મોંઘું હોત. એને બનાવવા ભોળા બાળકોની મજૂરી કરી હોય શકે, જેથી એ સસ્તામાં વેચી શકાય, એ વિચારીને મને ખૂબ જ દુઃખ થયું.
એસ. ઓ., જાપાન
વજન હું દસ વર્ષની છું “યુવાનો પૂછે છે . . . હું વજન વિષેના સતત વિચારોને કઈ રીતે કાબૂમાં રાખી શકું?” (જૂન ૮, ૧૯૯૯) લેખ માટે તમારું ખૂબ જ આભાર માનું છું. હું પોતાને ખૂબ જ જાડી માનતી હતી. પરંતુ આ લેખને વાંચીને હું સમજી શકી કે આપણે જાડા હોઈએ કે પાતળા, સૌથી મહત્ત્વનું તો આપણા ગુણ છે.
એમ. એસ., રશિયા
“યુવાનો પૂછે છે . . . હું વજન વિષેના સતત વિચારોને કઈ રીતે કાબૂમાં રાખી શકું?” (જૂન ૮, ૧૯૯૯) લેખ માટે તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. કેટલાક વખતથી હું રાત-દિવસ મારા વજન અને આકાર વિષે જ વિચાર્યા કરું છું. મને અરીસામાં જોવાની પણ શરમ આવે છે, અને મારું વજન કેટલું છે, એ જોવાની હું ભાગ્યે જ દરકાર કરું છું. પરંતુ, આ લેખ વાંચ્યા પછી મને ખાતરી થઈ કે, હું બહારથી કેવી છું એ નહિ, પણ અંદરથી કેવી છું એ વધારે મહત્ત્વનું છે.
એલ. આર., ફ્રાંસ
દેવની નજરમાં તમારું મૂલ્ય હું એકદમ નિરાશા અને નકામી હોવાનો અનુભવ કરતી હતી. ઘણી વખત એમ લાગતું કે હું પ્રચારમાં બહુ સારું કરી શકતી નથી તો, હું શા માટે પૂરા-સમયની સેવામાં છું? પરંતુ, “બાઇબલ શું કહે છે: તમે દેવની નજરમાં મૂલ્યવાન છો!” (જુલાઈ ૮, ૧૯૯૯) લેખે મને ખૂબ જ મદદ કરી. આ લેખથી મને ખબર પડી કે શેતાન એવું જ ઇચ્છે છે કે આપણે નિરાશ થઈને યહોવાહની સેવા પડતી મૂકીએ.
એલ. ડબલ્યુ., કૅનેડા
આ લેખને વાંચીને મને ઘણું સારું લાગ્યું. અત્યાર સુધી મને લાગતું કે યહોવાહ મારી એકેય પ્રાર્થના સાંભળતા નથી. પરંતુ, આ લેખ વાંચ્યા પછી મને યહોવાહમાં અને મારામાં ભરોસો ઉત્પન્ન થયો છે. કૃપા કરીને તમે આવા લેખો આપતા રહેજો.
આર.વી.ટી., બેલ્જિયમ
ખોટા નિર્ણયો લેવાને કારણે મારે ખૂબ જ તકલીફો વેઠવી પડી. આ દુઃખદ યાદોને કારણે હું એકદમ ભાંગી પડી હતી. પરંતુ, હવે યહોવાહ દેવ સાથેના મારા પ્રેમાળ સંબંધથી અને એ જાણવાથી હું ખુશી અને સલામતી અનુભવું છું કે યહોવાહ ખૂબ જ પ્રેમાળુ પિતા છે, જેમની સરખામણી કોઈ સાથે થઈ શકે નહિ.
વી.એસ.સી., બ્રાઝિલ
મેં હમણાં જ કૅસેટથી આ લેખ સાંભળ્યો. હું લગભગ ૪૪ વર્ષથી આંધળો છું, અને બાપ્તિસ્મા પામ્યા પછી પણ મને એમ જ લાગતું કે હું શું કામનો છું? પરંતુ, આ લેખ મને સ્પર્શી ગયો. હું યહોવાહ પરમેશ્વરનો આભારી છું કે તે આપણી નજરે જોતા નથી.
એ. કે., ઇટાલી
આખો દિવસ મને નિરાશાભર્યા વિચારો જ આવ્યા કરતા હતા. પરંતુ હું આ લેખ વાંચતી હતી ત્યારે, મને એમ લાગ્યું કે જાણે યહોવાહ પ્રેમાળ રીતે મારી સાથે વાત કરી રહ્યા હતા. પોતાના વિચારો બદલવા સહેલા નથી, પણ હું લેખમાં જે કહેવામાં આવ્યું એ યાદ રાખવાની પૂરી કોશિશ કરીશ: “પ્રેમાળ માબાપની જેમ યહોવાહ, ‘પાસે છે’—વધારે જાગૃત, કાળજી રાખનાર અને મદદ કરવા તૈયાર છે.—ગીતશાસ્ત્ર ૧૪૭:૧, ૩.”
કે. એફ., જાપાન