સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપઘાત - એક છૂપી સમસ્યા

આપઘાત - એક છૂપી સમસ્યા

આપઘાત - એક છૂપી સમસ્યા

જોન અને મેરી * અમેરિકાના એક ગામમાં નાનકડા ઘરમાં રહે છે અને તેઓની ઉંમર લગભગ ૬૦ વર્ષની છે. જોનને શ્વાસની અને હૃદયની બીમારી હોવાથી તેનું આયુષ્ય ઘટી રહ્યું છે. તેથી, મેરીનું કાળજું કપાઈ રહ્યું હતું. અરે જોનના મરણ પછી શું થશે એ વિષે પોતે જરાય વિચારી શકતી નથી. જો કે મેરી પોતે પણ ઘણા વર્ષોથી બીમાર અને ઉદાસ રહે છે. વળી, આજકાલ મેરી આપઘાત વિષે વધારે વાત કરે છે, તેથી જોન વધુ ચિંતા કરે છે. અનેક દવાઓને કારણે તેના મગજ પર ભારે અસર થઈ હોવાથી, તે સારી રીતે વિચારી પણ નથી શકતી. તે કહે છે કે, હું વિધવા થઈ જઈશ, એ ભય મને કોરી ખાય છે.

જોનની હૃદયની બીમારી અને મેરીની ઉદાસીનતા કાબૂમાં રાખવા તેઓના ઘરમાં જાતજાતની દવાઓ મળી આવે છે. એક દિવસે વહેલી સવારે મેરી ઊઠીને રસોડામાં ગઈ, અને મન ફાવે એમ ગોળીઓ ગળવા માંડી. જોન અચાનક ત્યાં આવી પહોંચ્યા અને તેના હાથમાંથી ગોળીઓ છીનવી લીધી. તેમણે મદદ માટે ફોન કર્યો ત્યાં સુધીમાં તો મેરી કોમામાં હતી. જોન પ્રાર્થના કરવા લાગ્યા કે, મોડું ન થયું હોય તો સારૂં.

આંકડા શું બતાવે છે?

આજે ઘણા યુવાનો આપઘાત કરી રહ્યા છે. તેથી, આ સમસ્યા વિષે અનેક લેખો છાપવામાં આવ્યા છે. પોતાની ઇચ્છા પ્રમાણે જીવવા આખી જિંદગી હોય છે. છતાં તેઓ આપઘાત કરે છે, એ કેટલી દુઃખની વાત છે. પરંતુ, બીજી તર્ફે મોટી ઉંમરના લોકો પણ આપઘાત કરે છે, ત્યારે કેટલાક દેશોમાં એ પ્રત્યે કંઈ ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. આ લેખના બૉક્સમાં જુદા જુદા દેશોમાં આપઘાતનો દર આપવામાં આવ્યો છે. ભલે એ દર ઊંચો હોય કે નીચો, પણ હકીકત એ છે કે, મોટી ઉંમરના લોકોમાં પણ આપઘાતનો દર દરેક દેશોમાં વધી રહ્યો છે.

યુનાઇટેડ સ્ટેટ્‌સમાં રોગો કાબૂ રાખવાના કેન્દ્રોના જણાવ્યા મુજબ, અમેરિકાના નાગરિકોમાં ૧૯૮૦ કરતાં, ૧૯૯૬માં ૬૫થી મોટી ઉંમરના લોકોમાં આપઘાત કરનારાઓની સંખ્યામાં ૩૬ ટકાનો વધારો થયો છે. મોટી ઉંમરના લોકોમાં વધારો થયો છે, એ એક કારણ છે, પણ એ મુખ્ય કારણ નથી. વર્ષ ૧૯૯૬માં જ ૬૫ વર્ષથી મોટી ઉંમરના લોકોમાં આપઘાત કરનારાની સંખ્યામાં ૯ ટકા વધારો થયો છે. જો કે એટલો વધારો તો કદી છેલ્લા ૪૦ વર્ષોમાં થયો નથી. અમેરિકામાં વાગવાથી થતા મરણમાં ફક્ત પડી જવાથી અને વાહન અકસ્માતમાં જ ઘણા વૃદ્ધો મરણ પામે છે. જો કે આ આંકડા બતાવે છે, એનાથી પણ વધુ મરણ થતા હોય શકે. આપઘાત વિષે અભ્યાસનું પુસ્તક (અંગ્રેજી) નોંધે છે કે, “મરણ થવાનું કારણ બતાવતા સર્ટિફીકેટ અનુસાર દર્શાવેલા આંકડા કરતાં, આપઘાત કરનારાઓની સંખ્યા ઘણી વધારે હોય શકે.” આ પુસ્તક આગળ જણાવે છે કે, અમુક અંદાજ પ્રમાણે જણાવાયેલા આંકડા કરતાં સાચી સંખ્યા બે ગણી વધારે છે.

પરિણામ શું આવ્યું? યુનાઇટેડ સ્ટેટ્‌સમાં પણ અન્ય દેશોની જેમ મોટી ઉંમરના લોકોમાં આપઘાતની સમસ્યાઓ વધી રહી છે. આ વિષયના એક્સપર્ટ ડૉક્ટર હર્બટ હેંડીન કહે છે: “અમેરિકામાં મોટી ઉંમરના લોકો વધુને વધુ આપઘાત કરી રહ્યા છે, એ હકીકત હોવા છતાં, એ વિષે કંઈ કરવામાં આવું નથી.” શા માટે એમ છે? તે એવું સૂચવે છે કે, વૃદ્ધોમાં તો આપઘાતનો દર હંમેશાં વધી જ રહ્યો છે. “તેની સાથે ઘણા યુવાનો પણ આપઘાત કરે છે, તેથી અચાનક આંકડો વધવાથી લોકોમાં જરાય ખળભળાટ થતો નથી.”

દુઃખદ ચોક્સાઈ

જો કે આ આંકડાઓ જાણવાથી જ આપણા રુંવાડા ઊભા થઈ જાય છે. પરંતુ એ તો ફક્ત કાગળ પર લખેલા આંકડા છે. એનાથી જીવનસાથીને મરણમાં ગુમાવવાથી આવતું દુઃખ, એકલાપણાથી મનનું દુઃખ, ઉદાસીનતા, ગંભીર બીમારીથી ઉદાસી બની જવાથી જીવવાની કોઈ આશા જ રહેતી નથી. દુઃખની વાત છે કે, યુવાનિયાઓ તો નાની સૂની મુશ્કેલીના લીધે આપઘાત કરે છે. પરંતુ વૃદ્ધો તો એવી મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે જેનો ઉકેલ હોતો નથી. તેથી, તેઓ આપઘાત કરે છે ત્યારે, એમાં જીવ લેવાની પૂરી ચોક્સાઈ રાખે છે.

અમેરિકામાં આપઘાત (અંગ્રેજી) પુસ્તકમાં ડૉક્ટર હેંડીન કહે છે: “તાજેતરમાં મોટી ઉંમરનાઓ યુવાનિયાઓ કરતાં વધારે આત્મહત્યા કરે છે, એટલું જ નહિ. પરંતુ એમ કરવામાં પણ બંને વચ્ચે મોટો તફાવત છે. ખાસ કરીને આપઘાત કરવાનો પ્રયત્ન કરનારાઓ અને ખરેખર આપઘાત કરનારાઓમાં મોટો તફાવત જોઈ શકાય છે. આખી દુનિયાની વસ્તીમાં અંદાજ મુજબ આપઘાત કરવાનો પ્રયત્ન કરનારા અને ખરેખર આપઘાત કરનારા વચ્ચેનો તફાવત ૧૦માંથી ૧ છે; યુવાનોમાં (૧૫-૨૪ ઉંમરના) ૧૦૦માંથી ૧ છે; પરંતુ, ૫૫ વર્ષથી વધારે ઉંમરના લોકોમાં ૧માંથી ૧ છે.”

એ કેટલા દુઃખ પહોંચાડતા આંકડા છે! કેવી દુઃખની વાત છે કે, આપણે પણ એક દિવસ ઘરડાં, અશક્ત થઈ જઈશું. જાતજાતની બીમારી થશે, અને દુઃખ-તકલીફો સહેવી પડશે! એમાં કંઈ નવાઈ નથી કે આટલા બધા આપઘાત થાય છે. પરંતુ, ભલે ગમે એટલી ખરાબ હાલત હોય છતાં, જીવનનો ખજાનો સાચવવા આપણી પાસે ખૂબ જ મહત્ત્વનું કારણ છે. ચાલો આપણે જોઈએ કે શરૂઆતમાં જણાવેલી મેરીનું શું થયું.

[ફુટનોટ]

^ નામો બદલવામાં આવ્યાં છે.