સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લોકોને સાચી આશા આપનાર

લોકોને સાચી આશા આપનાર

લોકોને સાચી આશા આપનાર

એક ૧૭ વર્ષના યુવાન અગાઉના સોવિયેત પ્રજાસત્તાકના મોલ્ડોવામાંથી યહોવાહના સાક્ષીઓની શાખાને સપ્ટેમ્બર ૮, ૧૯૯૮ના સજાગ બનો! (અંગ્રેજી)ના શરૂઆતના લેખ “આજના યુવાનો માટે કોઈ આશા?” માટે આભાર માનતો પત્ર લખ્યો. તેણે નીચે પ્રમાણે લખ્યું:

“હું મારા આંસુ રોકી શકતો નથી, અને તમારો ઉપકાર માનવા માટે લખવું જ પડ્યું. જો કે એ લેખ વાંચતી વખતે થોડા સમય અગાઉ જે બનાવ બન્યો હતો, એ મને ફરી યાદ આવ્યો. એક વખતે હું આપઘાત કરવાની તૈયારીમાં હતો ત્યારે, યહોવાહના સાક્ષીઓએ મને બચાવી લીધો, પણ તેઓ એ જાણતા ન હતા. ભાવિ વિષે તેઓ સાથે વાત કરતી વખતે મારો વિશ્વાસ દૃઢ થયો કે, પરમેશ્વર દયા બતાવે છે. તેથી, ધીરે ધીરે મને જીવવાની આશા મળી. . . .

“તમે સુખ-શાંતિભર્યું જીવન લાવવાના પરમેશ્વરના હેતુ વિષે જણાવીને લોકોને મદદ કરી રહ્યા છો, એ તમારા પડોશી પ્રત્યેના પ્રેમ પરથી દેખાઈ આવે છે. તમારી મહેનત સાચે જ સફળ થઈ રહી છે. તમે સમાજની અનેક મુશ્કેલીઓ વિષે ચિંતા કરો છો એ માટે હું તમારી પ્રશંસા કરું છું. તમે આ મહત્ત્વનું કામ કરતા રહો એવું હું ચાહું છું. હું તમારા મેગેઝીનના દરેક નવા અંકની રાહ જોઈશ.”

“સજાગ બનો! શા માટે પ્રકાશિત કરવામાં આવે છે,” એ દરેક અંકના પાન ૪ પર જણાવવામાં આવે છે. જે જણાવે છે: “આ સામયિક, વર્તમાન દુષ્ટ, નિયમવિહીન વ્યવસ્થાને દૂર કરીને, શાંતિપૂર્ણ અને સલામત નવી દુનિયા લાવવાના, ઉત્પન્‍નકર્તાના વચનમાં ભરોસો દૃઢ કરે છે.” બાઇબલમાં આપેલું પરમેશ્વરનું આ વચન, આખી દુનિયાના લાખો લોકોને મુસીબતોનો સામનો કરવા હિંમત આપે છે.

જીવનનો હેતુ શું છે? તમે એ કઈ રીતે મેળવી શકો? ૩૨-પાનની પુસ્તિકામાં આપણા ઉત્પન્‍નકર્તાના વચન વિષે જણાવે છે. “દેવનો હેતુ જલદી જ અનુભવાશે” અને “પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવો” ભાગ વાંચો. આ ૩૨ પાનની પુસ્તિકા મેળવવા નીચેની કૂપન ભરીને, એના પરના સરનામે અથવા આ મેગેઝીનના પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે મોકલો.

જીવનનો હેતુ શું છે? તમે એને કઈ રીતે મેળવી શકો? પુસ્તિકાની એક પ્રત મને મોકલો.

◻ બાઇબલની ચર્ચા કરવા મારો સંપર્ક સાધો.