એલ નીન્યો શું છે?
એલ નીન્યો શું છે?
પેરુના લીમા શહેર પાસે આપરીમાક નદી સામાન્ય રીતે સૂકી રહે છે. પરંતુ, આ સૂકી નદીમાં અચાનક પૂર આવ્યું. એનાથી એક જ ઝાપટામાં આજુબાજુના વિસ્તારનું સર્વસ્વ નાશ પામ્યું. આ પૂરનો ભોગ બનેલી સ્ત્રીપોક મૂકીને કહે છે: “આ દુર્ઘટનાની અસર મને એકલીને જ થઈ નથી. મારા જેવા તો ઘણા છે.” એ ઉપરાંત પેરુમાં ઉત્તરના ભાગમાં સેચૂરા રણમાં સખત વરસાદ પડ્યો હોવાથી લગભગ ૫,૦૦૦ ચોરસ કિલોમીટરના રણમાં પાણી પાણી થઈ ગયું હતું. પૂરના કારણે થોડાક જ દિવસ પેરુમાં એ બીજા નંબરનું સરોવર બની ગયું હતું. એ જ રીતે પૃથ્વીના અન્ય ભાગોમાં પણ આવી દુર્ઘટનાઓ થાય છે. જેમ કે અસામાન્ય પૂર, સખત તોફાન અને દુકાળ. પૃથ્વી પર બધે જ પૂરના કારણે ભૂખમરો, રોગચાળો, જંગલમાં આગ, પાકનું નુકસાન, મિલકત અને પર્યાવરણને હાનિ પહોંચી છે. એનું કારણ શું છે? ઘણા એલ નીન્યો તરફ આંગળી ચીંધે છે. એલ નીન્યોની શરૂઆત ૧૯૯૭ના અંતના ભાગમાં કર્ક-મકર કે ભૂમધ્ય રેખા અથવા મહાસાગરમાં થઈ હતી. એનાથી લગભગ આઠ મહિના સુધી વિનાશ થતો રહ્યો.
પરંતુ આ એલ નીન્યો છે શું? એની શરૂઆત કઈ રીતે થઈ? શા માટે એની અસર દૂર દૂર સુધી થઈ છે? હવે એ ક્યાં થશે એમ પારખવું શક્ય છે? જેથી, લોકોને ચેતવણી આપીને જીવન અને મિલકત બચાવી શકાય.
સમુદ્રનું તાપમાન વધવાથી એ થાય છે
ન્યૂઝવીક મેગેઝીન કહે છે, “સાદા શબ્દમાં ગરમ પાણીના પ્રવાહને એલ નીન્યો કહેવામાં આવે છે. જે દર બેથી સાત વર્ષે પેરુના દરિયા કિનારેથી શરૂ થાય છે.” એકસોથી વધારે વર્ષોથી નાવિકોને ખબર પડી હતી કે, સમુદ્રના પાણીનું તાપમાન વધી જાય છે. આ ગરમ પાણીનો પ્રવાહ હંમેશા નાતાલના સમયે શરૂ થતો હતો. એને એલ નીન્યો કહેવાય છે જેનો અર્થ સ્પૅનિશમાં ‘નાના ઈસુ’ થાય છે.
પેરુના દરિયાકાંઠે પાણીનું તાપમાન વધવાથી વાદળા છવાઈ જાય છે અને ધોધમાર વરસાદ પડે છે. આવો વરસાદ પડે છે ત્યારે રણમાં ચોતરફ લીલોતરી છવાઈ જાય છે. તેમ જ સખત વરસાદ પડે ત્યારે આ વિસ્તારમાં પૂર આવે છે. એની સાથે સમુદ્રનું વધારે તાપમાનવાળું પાણી નીચેના ઠંડા પાણીને ઉપર આવવાથી રોકે છે. તેથી, જીવજંતુઓ અને અમુક પક્ષીઓ પણ ખોરાકની શોધમાં માટે બીજા સ્થળોએ જતા રહે છે. થોડા સમય પછી આ એલ નીન્યોની અસર પેરુ દરિયાકાંઠેથી ઘણે દૂર સુધી પહોંચે છે. *
પવન અને પાણીની અસર
પેરુના દરિયાકાંઠાનું પાણીનું તાપમાન શા માટે ઝડપથી વધે છે? એને સમજતા પહેલાં, આપણે એક મોટા ચક્રને સમજવાની જરૂર છે. આ ચક્રને વૉકર સર્ક્યૂલેશન કહેવામાં આવે છે અને એ કર્ક-મકર રેખાના પ્રશાંત મહાસાગરના પશ્ચિમ અને પૂર્વ વચ્ચેના વાતાવરણમાં જોવા મળે છે. * સૂર્ય પશ્ચિમના એટલે કે ઇંડોનેશિયા અને ઑસ્ટ્રેલિયા પાસેના પાણીને ગરમ કરે છે. તેમ જ ગરમ અને ભેજવાળો પવન ફૂંકાવા લાગે છે અને એનાથી પાણીનું દબાણ ઓછું થવા લાગે છે. આ ભેજવાળો પવન ઉપર આવે છે ત્યારે ઠંડો પડી જાય છે. જેનાથી આ વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે. ભેજ નહિ રહેવાથી પવન હલકો અને સૂકો થઈ જાય છે અને એને ઉપરના વાતાવરણનો પવન પૂર્વ દિશા તરફ લઈ જાય છે. આ પવન પૂર્વ તરફ જાય છે તેમ, એનું તાપમાન ઘટવા લાગે છે અને એ ભારે થવા માંડે છે અને પેરુ તથા ઇક્વેડોર સુધી પહોંચતા એ એકદમ નીચે આવી જાય છે. એનાથી આ વિસ્તારની પાસેના મહાસાગરની સપાટી પર દબાણ વધે છે. આમ પવનનો વેગ ઇંડોનેશિયા તરફ વધે છે અને એનાથી આ ચક્ર પૂરું થાય છે.
કર્ક-મકર રેખાની પાસે પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાન પર આ પવનની શું અસર પડે છે? ન્યૂઝવીક મેગેઝીન કહે છે, “આ પવન જાણે નાના તળાવમાં લહેરાતા મંદ મંદ પવનની જેમ વાય છે. આ પવન પોતાની સાથે ગરમ પાણીને પશ્ચિમ પ્રશાંત તરફ ધકેલે છે જેનાથી સમુદ્ર સપાટી બે ફૂટ ઊંચી થઈ જાય છે. તેથી, ઇક્વેડોર જેવા સ્થળોએ પાણીનું તાપમાન ૮ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જાય છે.” પૂર્વીય પ્રશાંતમાં જૈવિક-ભોજનથી ભરેલું ઠંડુ પાણી નીચેથી ઉભરાઈને ઉપર આવે છે જેનાથી સમુદ્રનું પાણી વધવા માંડે છે. એથી જે વર્ષોમાં એલ નીન્યો નથી આવતો એ વર્ષ, પશ્ચિમ પ્રશાંતની સરખામણીમાં પૂર્વીય સમુદ્ર-સપાટીનું તાપમાન ઘટે છે.
વાતાવરણમાં કયા ફેરફારોના કારણે એલ નીન્યો આવે છે? નૅશનલ જીઓગ્રાફીક મેગેઝીન કહે છે, “ઘણી વાર પવન ધીમો પડી જાય છે અથવા બંધ થઈ જાય છે. પરંતુ, આવું કેમ થાય છે એ વૈજ્ઞાનિકો અત્યાર સુધી સમજી શક્યા નથી.” આ પવન ધીમો પડી જાય છે તેમ, ઇંડોનેશિયા પાસે ભેગું થયેલું
ગરમ પાણી ધીરે ધીરે ફરીથી પૂર્વ તરફ વહેવા લાગે છે. તેથી, પેરુ અને પૂર્વના બીજા સ્થળોએ સમુદ્ર સપાટીનું તાપમાન વધી જાય છે. એની અસર વાતાવરણ પર પડે છે. એક પુસ્તક કહે છે, “પૂર્વીય કર્ક-મકર રેખા પાસે મહાસાગરનું પાણી ગરમ થાય છે ત્યારે, એ વૉકર સર્ક્યૂલેશન ચક્રને નબળું પાડી દે છે. એનાથી પશ્ચિમ ક્ષેત્રમાં ભારે વરસાદ પડવાને બદલે પૂર્વીય કર્ક-મકર રેખા પાસે મહાસાગરના વિસ્તારોમાં પડે છે.” તેથી ભૂમધ્ય રેખા પાસે મહાસાગરના મોસમ પર ભારે અસર પડે છે.પાણીમાં ખડક જેવું
એલ નીન્યો ઘણે દૂર સુધી કઈ રીતે અસર કરે છે? એ વાતાવરણ ચક્રનો ઉપયોગ કરે છે. કોઈ વાતાવરણમાં થોડોક ફેરફાર દૂર દૂરના સ્થળો સુધી અસર કરે છે. એની સરખામણી પાણીની વચ્ચોવચ મોટા ખડક સાથે થઈ શકે, જેનાથી ચારે બાજુ તરંગો થવા લાગે છે. તેથી, પાણીથી વાદળા ઘેરાવા લાગે છે. આ વાદળા વાતાવરણમાં એક મોટા ખડકની જેમ અડચણરૂપ થઈ જાય છે અને એની અસર હજારો માઇલ દૂર સુધી મોસમ પર પડે છે.
ઊંચા અક્ષાંશોમાં એલ નીન્યો એકદમ શક્તિશાળી બની જાય છે. જેમ કે પૂર્વ તરફ ફૂંકાતા પવનની જેમ બની જાય છે. આ તોફાની પવનની દિશા બદલાતી હોવાથી મોસમ પર અસર પડે છે. દાખલા તરીકે, અમેરિકાના ઉત્તર ભાગમાં એલ નીન્યોના શિયાળામાં બહુ ઠંડી હોતી નથી. જ્યારે કે દક્ષિણમાં ભારે વરસાદ પડે છે અને કડકડતી ઠંડી પડે છે.
શું આગાહી કરવી શક્ય છે?
તોફાની વાવાઝોડાં થવાના હોય એના થોડા દિવસ પહેલાં ખબર પડી શકે. પરંતુ શું એલ નીન્યો વિષે થોડા દિવસ પહેલા આગાહી કરી શકાય? ના. એનું કારણ એ છે કે, એલ નીન્યોની આગાહી કરવા માટે ઘણા મહિના સુધી અમુક વિસ્તારના વાતાવરણનો અભ્યાસ પહેલાં કરવો પડે છે. વાતાવરણનો અભ્યાસ કરનારાઓ એલ નીન્યોની આગાહી સારી રીતે કરી શક્યા છે.
દાખલા તરીકે ૧૯૯૭-૯૮માં, એલ નીન્યોના લગભગ છ મહિના અગાઉ એટલે કે, મે ૧૯૯૭માં આગાહી કરવામાં આવી હતી. આજે પણ મહાસાગરમાં ૭૦ મોટાં મોટાં બોયાં તરતાં જોવા મળે છે. એમાં યંત્ર હોવાથી પાણીની ઉપરના પવનને અને મહાસાગરના ૧,૬૦૦ ફૂટ સુધી ઊંડા તાપમાનને માપે છે. આ બધા આંકડા કૉમ્પ્યુટરમાં હવામાનનો અભ્યાસ કરનાર પ્રોગ્રામમાં આવે છે. આમ, મોસમની આગાહી કરી શકાય છે.
અગાઉથી એલ નીન્યોની ચેતવણી લોકોને આપવામાં આવે તો તેઓને મદદ મળી શકે. દાખલા તરીકે, ૧૯૮૩થી પેરુમાં એલ નીન્યો વિષે ખેડૂતોને અગાઉથી ચેતવણી આપવામાં આવી હોવાથી, તેઓ મોસમ પ્રમાણે પશુપાલન કરવા લાગ્યા. તેમ જ, જે શાકભાજી ચોમાસામાં સારી રીતે થાય, એ ઉગાવવા લાગ્યા. વળી, માછીમારો પણ માછલી પકડવાનું છોડીને ઝીંગા પકડવાનું શરૂ કર્યું, જે ગરમ પાણી સાથે આવ્યા. હા, આ રીતે અગાઉથી આગાહી કરવામાં આવે તો, નુકસાન ઓછું થવાની શક્યતા રહેલી છે.
વૈજ્ઞાનિકોએ આપણી પૃથ્વીના હવામાનનું નિયંત્રણ કરતી પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, એ રાજા સુલેમાને લગભગ ૩,૦૦૦ વર્ષ અગાઉ પરમેશ્વરની પ્રેરણાથી લખેલા શબ્દો સાચા ઠરાવે છે. તેમણે લખ્યું: “પવન દક્ષિણ તરફ જાય છે, અને પાછો ફરીને ઉત્તરમાં આવે છે; તે પોતાની ગતિમાં આમથી તેમ નિરંતર ફર્યા કરે છે, અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે.” (સભાશિક્ષક ૧:૬) આજે માણસને પવન અને મહાસાગરના પ્રવાહનો અભ્યાસ કરવાથી મોસમ વિષે ઘણી માહિતી મળી છે. ચાલો આપણે પણ એલ નીન્યો જેવી ઘટનાઓ વિષેની ચેતવણીને ધ્યાન આપીએ જે આપણને જ લાભદાયી થશે.
[ફુટનોટ્સ]
^ એનાથી ભિન્ન, લા નીન્યો (સ્પૅનિશમાં અર્થ થાય કે, “નાનકડી છોકરી”) દક્ષિણ અમેરિકાના પશ્ચિમ દરિયાકાંઠાના પાણી અમુક સમયે ઠંડું પાડે છે. એલ નીન્યોથી પણ દૂર દૂર સુધી અસર થાય છે.
^ વૉકર સર્ક્યૂલેશન ચક્રનું નામ અંગ્રેજ વૈજ્ઞાનિક, સર ગિલ્બર્ટ વૉકરના પરથી રાખવામાં આવ્યું છે. તેમણે ૧૯૨૦માં એનો અભ્યાસ કર્યો હતો.
[પાન ૨૭ પર બોક્સ]
એલ નીન્યોએ સર્જેલો વિનાશ
■ ૧૫૨૫: ઇતિહાસમાં પહેલી વાર પેરુમાં એલ નીન્યોની નોંધ.
■ ૧૭૮૯-૯૩: એલ નીન્યોના કારણે ભારતમાં લગભગ ૬,૦૦,૦૦૦થી વધારે લોકોનું મૃત્યુ અને આફ્રિકામાં સખત દુકાળ થયો હતો.
■ ૧૯૮૨-૮૩: એલ નીન્યોને કારણે લગભગ ૨,૦૦૦થી પણ વધારે લોકો માર્યા ગયા હતા, અને મિલકતનું નુકસાન જેનો ખર્ચ ૧૩ અબજ ડોલરથી પણ વધારે થાય છે.
■ ૧૯૯૦-૯૫: એલ નીન્યોની ત્રણ ઘટનાઓ વારાફરતી થવાથી એની અસર સૌથી લાંબો સમય ચાલી.
■ ૧૯૯૭-૯૮: એલ નીન્યોને કારણે પૂર અને દુકાળથી લોકોનું જીવન બચાવવા માટે આગાહી કરવાથી સારાં પરિણામો આવ્યાં હતાં. છતાં, લગભગ ૨,૧૦૦ લોકો માર્યા ગયા, અને મિલકતનું જે નુકશાન થયું એનો ખર્ચ કંઈક ૩૩ અબજ ડૉલર હતો.
[પાન ૨૪, ૨૫ પર ડાયગ્રામ/નકશો]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
સામાન્ય
વૉકર સર્ક્યૂલેશન ચક્ર
સખત પવન
મહાસાગરનું ગરમ પાણી
મહાસાગરનું ઠંડુ પાણી
એલ નીન્યો
ફુંકાતો પવનનો માર્ગ બદલે છે
ધીમો પવન
પૂર્વ તરફ જઈ રહેલા ગરમ પાણી
સામાન્ય કરતાં ગરમ અને સૂકો
સામાન્ય કરતાં ઠંડો અને ભેજવાળો
[ડાયગ્રામ/પાન ૨૬ પર ચિત્રો]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
એલ નીન્યો
ઉપર આપેલા ગોળાના ચિત્રમાં લાલ રંગનો અર્થ થાય કે પાણીનું તાપમાન સામાન્ય કરતાં વધારે છે
સામાન્ય
પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં ગરમ પાણી ભેગું થાય છે જેનાથી પૂર્વમાં જૈવિક-ભોજનવાળું ભરપૂર ઠંડુ પાણી ઉપર આવે છે
એલ નીન્યો
નબળા પવનથી ગરમ પાણી ફરીથી પૂર્વીય દિશામાં વહેવા લાગે છે અને ઠંડા પાણીને ઉપર આવતા રોકે છે
[પાન ૨૪, ૨૫ પર ચિત્રો]
પેરુ
સેચૂરા રણમાં પૂર
મૅક્સિકો
હરિકેન લિંડા
કેલિફોર્નિયા
જમીન સરકવી
[ક્રેડીટ લાઈન્સ]
પાન ૨૪-૫ ડાબેથી જમણે: Fotografía por Beatrice Velarde; Image produced by Laboratory for Atmospheres, NASA Goddard Space Flight Center; FEMA photo by Dave Gatley