સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રેમ દરેક મુશ્કેલીને આંબે છે

પ્રેમ દરેક મુશ્કેલીને આંબે છે

પ્રેમ દરેક મુશ્કેલીને આંબે છે

સ્પેનમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી

કલ્પના કરો કે તમે પરણવા માટે એક છોકરી શોધી રહ્યા છો. પરંતુ, મુશ્કેલી એ છે કે તમારી આંખો નબળી છે અને તમે ફક્ત નજીકની વસ્તુઓ જ જોઈ શકો છો. છોકરીઓ પણ અંધારું થયા પછી જ બહાર નીકળતી હોય તો, તમે શું કરશો? બિચારા એમ્પરર મૉથને પણ આ જ સમસ્યા છે. પરંતુ, ખાસ આવડતથી આ ચાલાક જંતુ પોતાની આ સમસ્યા હલ કરે છે.

ઉનાળામાં એ એક ઇયળના રૂપમાં જ હોય છે અને આખો દિવસ ખાયા કરે છે. જેથી, બીજી વસંતમાં એ એક પતંગિયું બને ત્યારે પોતાની આખી જિંદગી ન ખાય તો ચાલી શકે, એટલું બધુ એણે ખાય લીધું હોય છે. જો કે ઇયળથી પતંગિયું બન્યા પછી એનું જીવન લગભગ બે મહિના જ હોય છે.

એની ખાવાની સમસ્યા તો હલ થઈ ગઈ. પરંતુ હવે બીજી સમસ્યા ઊભી થાય છે, એણે પોતાના માટે પત્ની શોધવાની હોય છે. એક ખાસ અંગને કારણે પતંગિયાની આ સમસ્યા પણ હલ થઈ જાય છે, નહિતર ચંદ્રના પ્રકાશમાં પોતાના માટે વહુ શોધવી એ ઘાસની ગંજીમાં સોય શોધવા જેવી વાત થાય.

આ પતંગિયાના માથા પર નાના નાના બે પાંદડા જેવા એન્ટેના હોય છે. આ એન્ટેના સુગંધ પારખવામાં પ્રથમ નંબરે આવે છે. માદા, ફેરોમોન નામની સુગંધ છોડે છે, જેને આ એન્ટેના તરત જ સૂંઘીને પારખી લે છે.

માદા ભલેને નર પતંગિયાથી ખૂબ જ દૂર હોય છતાં, તેની સુગંધથી તે પારખી શકે છે એ ક્યાં છે. નર પતંગિયાનું “નાક” એટલું જોરદાર હોય છે કે ૧૧ કિલોમીટર દૂર રહીને પણ માદાની સુગંધ પારખી લે છે. આ રીતે દરેક સમસ્યાનો અંત આવે છે, આ રાજાને પોતાની રાણી મળી જાય છે અને તેઓ આનંદથી પોતાનું જીવન વિતાવે છે. જોયું ને, જીવજંતુની દુનિયામાં પણ પ્રેમ દરેક મુશ્કેલીઓને આંબે છે.

પરમેશ્વરની ઉત્પત્તિમાં તો અનેક આશ્ચર્યજનક માહિતી અને અદ્‍ભુત રચનાઓ છે! એથી ગીતકર્તાએ લખ્યું: “હે યહોવાહ, તારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તેં તે સઘળાંને ડહાપણથી પેદા કર્યાં છે.”—ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪.

[પાન ૧૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

© A. R. Pittaway