સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું મૅક્સિકોમાં વધારે ‘સ્વતંત્રતા’ મળશે?

શું મૅક્સિકોમાં વધારે ‘સ્વતંત્રતા’ મળશે?

શું મૅક્સિકોમાં વધારે ‘સ્વતંત્રતા’ મળશે?

મૅક્સિકોમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી

મૅ ક્સિકોનો કાયદો નાગરિકોને ધર્મની સ્વતંત્રતા આપે છે. છતાં, ધર્મ વિષેના અમુક નિયમો પૂરેપૂરી ‘સ્વતંત્રતા’ આપતા નથી. દાખલા તરીકે, મૅક્સિકોમાં અંતઃકરણને આધારે કોઈ લશ્કરમાં જોડાવાની ના પાડે, એ નવું છે. એ ધ્યાનમાં રાખીને, કાયદાકીય બાબતોની તપાસ કરનાર, મૅક્સિકોની નૅશનલ ઑટોનોમસ યુનિવર્સિટીએ મૅક્સિકોમાં એક આંતરરાષ્ટ્રીય ચર્ચાની ગોઠવણ કરી હતી. આ મૅક્સિકોની ઇન્સ્ટીટ્યુટ સરકારના હાથ નીચે કામ કરે છે. પરંતુ એનો હેતુ એ છે કે, સરકારે બનાવેલા કાયદાઓનો સારી રીતે અભ્યાસ કરવો. એ ચર્ચાનો વિષય હતો, “યહોવાહના સાક્ષીઓ અને તેઓનો ધાર્મિક વાંધો.” એમાં યહોવાહના સાક્ષીઓના એક પ્રતિનિધિને પણ બોલાવવામાં આવ્યા હતા.

પ્રોફેસરો બોલી ઊઠ્યા

સ્પેનની ગ્રેનેડા યુનિવર્સિટી ઑફ લૉના પ્રોફેસર, ડૉ. હાવિયેર માર્ટીનેસ પોરોને એક ભાષણ આપ્યું, જેનો વિષય હતો “અંતઃકરણના આધારે નિર્ણય કરવાનો કાયદો.” તેમણે જણાવ્યું કે આખી દુનિયામાં એવો કાયદો છે કે, દરેક વ્યક્તિ પોતાના ધર્મ કે અંતઃકરણને કારણે અમુક કાયદા પાળવાની ના પાડી શકે છે. તેમણે સ્પેનમાં યહોવાહના સાક્ષીઓની અને ગ્રીસમાં કોકીનાકીસનું ઉદાહરણ આપ્યું. *

આ ઇન્સ્ટીટ્યુટના બીજા એક પ્રોફેસર, ડૉ. હોસે લુઈસ સોબેરાનેસ ફર્નાન્ડીસે “અંતઃકરણની સ્વતંત્રતા અને મૅક્સિકોની સરકારનો અનુભવ” વિષે ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે “મૅક્સિકોની ધાર્મિક સંસ્થાઓ અને ઉપાસના માટે બનાવવામાં આવેલા કાયદામાં લોકોને પોતાના ધર્મ અને અંતઃકરણ પ્રમાણે કરવાની સ્વતંત્રતા આપવામાં આવી નથી.” તેમણે બંધારણની પહેલી કલમ સૂચવી જે કહે છે: “આ દેશમાં દરેક વ્યક્તિની ફરજ છે કે, તેઓ આ દેશના નિયમ અમલ કરે. તેમ જ સરકાર પ્રત્યે તેમની જે જવાબદારી છે એનું પાલન કરે, અને કોઈને પોતાના ધર્મ કે અંતઃકરણ પ્રમાણે કરવા સ્વતંત્રતા આપવામાં આવશે નહિ.” છેલ્લે ડૉ. સોબેરાનેસે જણાવ્યું: “અમને લાગે છે કે, હવે મૅક્સિકોમાં વહેલી તકે અંતઃકરણના આધારે ધર્મ પાળવાની સ્વતંત્રતા આપતો નિયમ જરૂરી છે.”

તેમણે એમ જણાવ્યું એનું કારણ એ હતું કે, રાષ્ટ્રધ્વજને સલામ ન કરવાના કારણે દર વર્ષે યહોવાહના સાક્ષીઓનાં બાળકોને સ્કૂલમાં અનેક મુશ્કેલીઓ નડે છે. જેમ કે એવા કેટલાંક બાળકોનાં નામ સ્કૂલમાં નોંધવામાં પણ આવતાં નથી. છતાં, હ્યુમન રાઈટ્‌સ કમિશનને અપીલ કરવાથી, કેટલાંક બાળકોને ફરીથી શાળામાં દાખલ કરવામાં આવ્યાં છે. જો કે ઘણી વખતે ધાર્મિક માન્યતાને કારણે યહોવાહના સાક્ષીઓના બાળકોને શાળામાંથી કાઢી મૂકવામાં ન આવે, એ માટે અમુક શિક્ષણ અધિકારીઓએ ઘણી કોશિશ કરી છે. છતાં, કેટલાક શિક્ષકો તેઓના આ નિર્ણય પ્રત્યે આંખ આડા કાન કર્યા છે. જો કે અહીંના અધિકારીઓ, યહોવાહના સાક્ષીઓની માન્યતા વિષે જાણે છે અને તેઓને કોઈ વાંધો નથી. પરંતુ, આના વિષે કોઈ નિયમ ન હોવાથી મૅક્સિકોની સ્કૂલો ગમે એ કરી શકે છે.

આ ચર્ચામાં અન્ય ધર્મોના પ્રતિનિધિઓ પણ આવ્યા હતા. તેઓએ પણ પોતાના ધર્મની માન્યતાઓના આધારે અમુક બાબતો રજૂ કરી. જેમ કે તેઓના અમુક ધાર્મિક દિવસોમાં તેઓને ફરજિયાત કામ કરવું પડે છે. અથવા તેઓની ધાર્મિક માન્યતાઓની વિરુદ્ધ તેઓને કામ પર અમુક પ્રકારના કપડાં ફરજિયાત પહેરવાં પડે છે. લશ્કરમાં જોડાવામાં શું વાંધો છે? તેમ જ અમુક પ્રકારની સારવાર અને દવા લેવામાં શું વાંધો છે? એના વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી.

યહોવાહના સાક્ષી અને સરકાર

મૅક્સિકોની શાખામાંથી એક ભાઈએ આ ચર્ચામાં યહોવાહના સાક્ષીઓની માન્યતા વિષે જણાવ્યું. તેમણે કહ્યું કે, અમે બાઇબલ સિદ્ધાંતોનું પાલન કરીએ છીએ. જેમ કે, લુક ૨૦:૨૫ અનુસાર “જે કાઈસારનાં છે તે કાઈસારને” ભરી આપીએ છીએ. તેમ જ, તેમણે રૂમી ૧૩:૧નો પણ ઉલ્લેખ કર્યો, જેમાં ખ્રિસ્તીઓને દુન્યવી સત્તાને માન આપવાનું જણાવવામાં આવ્યું છે. તેમણે એ પણ જણાવ્યું કે, યહોવાહના સાક્ષીઓ સામાન્ય લોકો છે. તેઓ પણ સારા નાગરિકોની જેમ સરકારી વેરો ભરે છે, કાયદાનું પાલન કરે છે, અને શાંતિથી રહે છે. તેઓ પોતાનું ઘર અને ઘરની આજુબાજુ સાફસૂફ રાખે છે. તેમ જ પોતાનાં બાળકોને સારું શિક્ષણ આપવાનો પ્રયત્ન કરે છે.

પછી તેમણે બાઇબલમાંથી જણાવ્યું કે, શા માટે યહોવાહના સાક્ષીઓ ધ્વજને સલામ ભરતા નથી. તેમણે બતાવ્યું કે, અમારી આ માન્યતા બાઇબલ પર આધારિત છે. બાઇબલમાં નિર્ગમન ૨૦:૩-૫માં આપવામાં આવેલી ૧૦ આજ્ઞાઓમાં લખેલું છે કે, “મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. તું તારે સારૂ કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની તળેનાં પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર; તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર.”

યહોવાહના સાક્ષીઓ ફક્ત પરમેશ્વર યહોવાહને ભજે છે, અને કોઈ પણ પ્રકારની મૂર્તિઓને ભજતા નથી. છતાં, તેઓ કોઈ રાષ્ટ્રીય પ્રતીકોનો અનાદર કરતા નથી. તેમ જ તેના વિષે તેઓ કંઈ ખરાબ બોલતા નથી.

તેઓ ફક્ત યહોવાહ પરમેશ્વરને જ ભજે છે, એ ભારપૂર્વક સમજાવવા માટે તેમણે પર્પલ ટ્રાયંગલ્સ નામની વિડીયો કૅસેટ બતાવી. આ કૅસેટમાં બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે યહોવાહના સાક્ષીઓ નાત્ઝી જર્મની (૧૯૨૨-૪૫)માં પણ પોતાના વિશ્વાસમાં મક્કમ રહ્યા. એમાં કુસરો કુટુંબ વિષે બતાવવામાં આવ્યું છે, જેઓ નાત્ઝી શાસનમાં વિશ્વાસમાં દૃઢ રહ્યા હતા. *

પછી તેમણે એ પણ જણાવ્યું કે, શા માટે યહોવાહના સાક્ષીઓ લોહી લેતા નથી. (ઉત્પત્તિ ૯:૩, ૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯) તેમ જ, યહોવાહના લોકોને મદદ કરવામાં હૉસ્પિટલ લિએઝોન સમિતિઓ શું કરે છે. વળી, તેમણે જણાવ્યું કે, મદદગાર ડૉક્ટરોએ યહોવાહના સાક્ષીઓની લોહીની આપ-લે વિના સર્જરી કરી છે, અને તે ઘણી સફળ થઈ છે.

દરરોજ લગભગ એકસો જેટલા લોકો આ ચર્ચામાં આવતા, જેમાંના મોટા ભાગે વકીલો હતા. એમાં મૅક્સિકોની ધાર્મિક બાબતોની તપાસ કરનાર પ્રતિનિધિઓ પણ હાજર હતા. અંતઃકરણના આધારે ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા વિષે ઍક્સપર્ટોનું શું કહેવું છે, એના વિષે બધા લોકો સાંભળી શક્યા. જો કે આ બાબત ફ્રાંસ, પોર્ટુગલ, સ્પેન અને યુનાઈટેડ સ્ટેટ્‌સ જેવા લોકશાહી દેશો ઉપરાંત ચેચીયા અને સ્લોવાકિયા જેવા અગાઉના સામ્યવાદી દેશો માટે સામાન્ય થઈ ગઈ છે. પરંતુ, મૅક્સિકોમાં કાયદા ઘડનારાઓ માટે એ એક નવી બાબત છે.

[ફુટનોટ્‌સ]

^ જુઓ સપ્ટેમ્બર ૧, ૧૯૯૩ના અંગ્રેજી ચોકીબુરજનો લેખ “યુરોપના ઉચ્ચ ન્યાયાલયે ગ્રીસમાં પ્રચારકાર્ય ચાલુ રાખવાનો ફેંસલો આપ્યો,” અને ડિસેમ્બર ૧, ૧૯૯૮ના ચોકીબુરજનો લેખ “સુસમાચારને કાયદાકીય રક્ષણ આપવું.”

^ વળી, સપ્ટેમ્બર ૧, ૧૯૮૫ ચોકીબુરજ (અંગ્રેજી)નો લેખ, “જેલ અને મૃત્યુના જોખમ છતાં પરમેશ્વર માટે મારા કુટુંબનો અજોડ પ્રેમ” અને જાન્યુઆરી ૧૫, ૧૯૯૪નું ચોકીબુરજ (અંગ્રેજી) પાન ૫, જુઓ.

[પાન ૨૩ પર ચિત્ર]

યહોવાહના સાક્ષીઓ મૅક્સિકોમાં પ્રચાર કરવાની છૂટની કદર કરે છે