સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માનવ હક્ક વિષે મદદરૂપ માહિતી

માનવ હક્ક વિષે મદદરૂપ માહિતી

માનવ હક્ક વિષે મદદરૂપ માહિતી

બેલ્જિયમમાં બ્રસલ્ઝ શહેરના એક શિક્ષણ વિભાગે યુરોપની સર્વ શાળાઓમાં એક સ્પર્ધા રાખી જેમાં વિદ્યાર્થીઓને ‘માનવ હક્ક’ વિષે નિબંધ લખવાનો હતો. સ્પેનના ગ્રાનડા શહેરમાં રહેતી ૧૭ વર્ષની એક છોકરી રૂથ હીમનેથ હીલાએ પોતાના શિક્ષકની વાત માનીને આ સ્પર્ધામાં ભાગ લીધો. થોડાક સપ્તાહ પછી રૂથને ખબર મળી કે તેનો નિબંધ સૌથી સારા નિબંધોમાંનો એક હતો. ઇનામમાં તેને સ્પેનની પ્રતિનિધિ બનાવીને બીજા વિજેતાઓ સાથે ફિનલૅન્ડ મોકલવામાં આવી. એથી રૂથે સજાગ બનો!ના પ્રકાશકોનો આભાર માનતા આ કાગળ લખ્યો.

“મારે આ નિબંધ લખવા માટે યોગ્ય માહિતીની જરૂર હતી અને નવેમ્બર ૨૨, ૧૯૯૮ના અંગ્રેજી ‘સજાગ બનો!’માં એ જ માહિતી મને મળી આવી. એમાં ‘શું કદી માનવ હક્ક મળશે?’ નામના લેખમાં જણાવવામાં આવ્યું હતું કે આજે કઈ રીતે લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. મેં ‘સજાગ બનો!’ના અન્ય લેખોમાંથી ઘણી માહિતી ભેગી કરી. એ લેખ સ્ત્રીઓના ભવિષ્ય અને યહુદી લોકોના સંહાર વિષે હતા. [મે ૮, ૧૯૯૮ ગુજરાતી અને ઑગસ્ટ ૮, ૧૯૯૮ના અંગ્રેજી સજાગ બનો!ના લેખ જુઓ.] હું નિબંધ લખવા માટે સામગ્રી શોધી રહી હતી ત્યારે મને યાદ આવ્યું કે સજાગ બનો!માં આપવામાં આવેલી માહિતી અન્ય સામયિકો કે પુસ્તકો કરતાં લાખ દરજે સારી છે. એમાં આપવામાં આવેલાં ચિત્રોથી હું પ્રભાવિત હતી અને એમાંથી અમુક ચિત્રોનો મેં મારા નિબંધમાં ઉપયોગ કર્યો.

“સૌથી સારો નિબંધ હોવાથી મને ઈનામ મળ્યું, તેથી “હું એક સપ્તાહ ફિનલૅન્ડમાં રહી હતી. અને ત્યાં મને માનવ હક્ક વિષે વધારે જણાવવા માટે ઘણી તક મળી. એ ઉપરાંત મેં ‘સજાગ બનો!’ સામયિકના મહત્ત્વ વિષે પણ જણાવ્યું કે કઈ રીતે આ સામયિક બીજા જરૂરી વિષયો પર લોકોનું ધ્યાન દોરે છે.

“જગતના તાજા બનાવો વિષે સૌથી પહેલા માહિતી આપવા બદલ તમારો ખૂબ જ આભાર. યહોવાહનો આશીર્વાદ તમારા પર હંમેશા રહે જેથી તમે આ સામયિક મારફતે લાખો લોકોને એવી માહિતી આપો જેનાથી તેઓને ફાયદો થઈ શકે.”

[પાન ૨૩ પર ચિત્રો]

રૂથ અને તેનું પ્રમાણપત્ર