સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

બાળકોને દરરોજ કેટલા પાણીની જરૂર?

જર્મનીના ડૉર્ટન્ડ શહેરમાં રિસર્ચ ઇંસ્ટિટ્યૂટ ફોર ચાઈલ્ડ ન્યુટ્રીશને એક સંશોધન કર્યું, જેનો અહેવાલ ગ્રાહકોના સામયિક ટેસ્ટમાં છપાયો. આ અહેવાલ મુજબ એકથી ચાર વર્ષનાં બાળકોને હંમેશા થોડી જ માત્રામાં પાણી કે બીજાં પીણાં આપવામાં આવે છે. એથી, ખાસ કરીને એ ઉંમરનાં બાળકોના શરીરમાં પાણીની ઉણપ જોવા મળે છે. ખોરાક સાથે તેઓને જે પીવાનું આપવામાં આવે છે, એ ઉપરાંત આખા દિવસમાં તેઓને કોઈ પણ રીતે લગભગ એક લિટર પાણી આપવું જોઈએ. પરંતુ સરવાળે, બાળકો એક લિટરથી ઓછું જ પીવે છે, જેમાં મોટે ભાગે આ નાદાન બાળકોનો વાંક નથી. સંશોધકોને એ ખબર પડી છે કે પીવા માટે કશુંક માંગવામાં આવે છે ત્યારે, પાંચમાંથી એક બાળકનાં માબાપ તેઓને ના પાડી દે છે. બાળકોને પીવડાવવા માટે સૌથી સારું પીણું શું છે? ટેસ્ટ સામયિક અનુસાર શુદ્ધ પાણી પીવડાવવું સૌથી સારું છે.

મળતાવડા રહો, લાંબુ જીવો

હાર્વર્ડ યુનિવર્સિટીના એક નવા સંશોધન મુજબ લોકો મળતાવડા રહે તો મોટેરાંઓની ઉંમર લાંબી થાય છે. નિયમિત રીતે ચર્ચ અને રેસ્ટોરંટમાં જનારાઓ, કોઈ મેચ કે ફિલ્મ જોનારાઓ એમ નહિ કરનારાઓ કરતાં અઢી વર્ષ વધારે જીવે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધક થોમસ ગ્લાસે જણાવ્યું કે ઘણા વખતથી એમ માનવામાં આવતું હતું કે એ સર્વ કામ કરવા માટે જે મહેનત કરવામાં આવે છે એનાથી મોટેરાંઓને ફાયદો થાય છે. પરંતુ તેમણે આગળ જણાવ્યું કે આ સંશોધનથી જે ખબર પડી છે એ “સૌથી મોટી સાબિતી છે કે પ્રોઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં કંઈક સારું કામ કરતા રહેવામાં આવે તો મોટેરાંઓ લાંબુ જીવી શકે.” ગ્લાસે કહ્યું કે મોટેરાંઓ ગમે તે પ્રકારનું કામ કરતા રહે તો, તેઓની ઉંમર વધે છે.

શાંતિ માટેની પ્રથમ પસંદગી

તાજેતરમાં એક સંશોધન કરતી વખતે ૩૦ અલગ અલગ દેશોમાં ૧,૦૦૦ લોકોને પૂછવામાં આવ્યું કે તણાવને દૂર કરવા માટે તેઓને શું કરવું ગમે છે. રોઈટર્સ સમાચાર એજન્સી અહેવાલ આપે છે, વિશ્વમાં જેટલાના ઇન્ટર્વ્યૂં લેવામાં આવ્યા એમાંથી ૫૬ ટકાએ જણાવ્યું, સંગીત સાંભળવું. ઉત્તર અમેરિકામાં ૬૪ ટકા અને એશિયાના દેશોમાં ૪૬ ટકા લોકો, સંગીતને પ્રથમ પસંદ કરે છે. ટીવી જોવું બીજા નંબરે છે. તણાવ દૂર કરવાની ત્રીજી પસંદગી સ્નાન કરવું કે નહાવું છે. રોપર સ્ટાર્ચ વર્લ્ડવાઈડ સંસ્થાના સંશોધનના નિર્દેશક, ટોમ મિલર મુજબ “સંગીત રેડિયો, ટીવી, સીડી પ્લેયર, ઇંટરનેટ અને બીજા અનેક માધ્યમો દ્વારા એકંદરે સહેલાયથી સાંભળી શકાય છે અને એ કંઈ ખાસ મોંઘુ પણ નથી. એથી એમાં કંઈ આશ્ચર્ય નથી કે દુનિયાના અડધાથી વધારે લોકો તણાવ દૂર કરવા માટે સંગીત સાંભળે છે.”

દુનિયાની એક સમસ્યા—ગરીબાઈ

વર્લ્ડ બૅન્કના પ્રમુખ, જેમ્સ ડી. વૉલનસોને દુનિયામાં ફેલાયેલી ગરીબાઈ પર ચિંતા વ્યક્ત કરી. મૅક્સિકો શહેરના લૉ હોર્નાડા વર્તમાનપત્ર મુજબ, વૉલનસોને જણાવ્યું કે દુનિયાની છ અબજ વસ્તીમાંથી બે અબજ લોકો અત્યારે પણ ખૂબ જ ગરીબ છે. તેમણે જણાવ્યું કે દુનિયાના અડધા લોકો આખા દિવસમાં બે ડૉલર કરતાં પણ ઓછામાં ગુજરાન ચલાવે છે; અને એક અબજ લોકો દિવસમાં એક ડૉલર કરતાં પણ ઓછામાં ગુજરાન ચલાવે છે. આખી દુનિયામાં ગરીબી પર કાબૂ મેળવવા માટે વર્લ્ડ બૅન્કને થોડી સફળતા મળી છે એ વિષે વૉલનસોન ગર્વ અનુભવે છે. તોપણ તેમણે જે આંકડા આપ્યા એનાથી ખબર પડે છે કે ગરીબીની આ સમસ્યા ચોતરફ ફેલાયેલી છે અને એના પર પૂરી રીતે કાબૂ મેળવવા માટે હજુ ઘણું કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું: “આપણને એની ખબર હોવી જોઈએ કે ગરીબાઈ આખી દુનિયાની સમસ્યા છે.”

સમય નથી

જર્મનીનું છાપુગીસન ઑલ્જીમાઈના અહેવાલ આપે છે કે યુરોપમાં વધુને વધુ લોકો પાસે સમય હોતો નથી. તેઓ બહાર કામ કરતા હોય કે ઘરમાં કે નવરાસના સમયમાં મઝા કરતા હોય તોપણ હંમેશા એ જ ફરિયાદ હોય છે. બેમબર્ગ યુનિવર્સિટીના સોશિયોલૉજિસ્ટ મેનફ્રેત ગાર્હામા કહે છે, “ચાળીસ વર્ષ પહેલાની સરખામણીમાં, આજે લોકોનો ખાવાનો અને ઊંઘવાનો સમય ઓછો થઈ ગયો છે અને તેઓ નોકરી પર જવા પણ દોડાદોડ કરતા હોય છે.” સંશોધન કરવામાં આવેલા યુરોપિય દેશોમાં જોવા મળ્યું કે રોજિંદુ જીવન ઝડપી બની ગયું છે. સમયની બચત કરનાર યંત્રોનો ઉપયોગ કરીને અને નોકરીના કલાકોમાં ઘટાડો કરવા છતાં માણસોને “શાંતિનું જીવન” કે “પૂરતો સમય” મળ્યો નથી. એને બદલે પહેલા કરતાં ખાવાનો સમય સરેરાશ ૨૦ મિનિટ અને ઊંઘવાનો સમય ૪૦ મિનિટ ઘટી ગયો છે.

તણાવનો સામનો કરો

શું તમે તણાવમાં છો? એલ યુનિવર્સલના અહેવાલ મુજબ, મૅક્સિકોની સામાજિક સલામતી સંસ્થાએ તણાવને ઓછો કરવા માટે કેટલાંક સૂચન આપ્યાં. તમારા શરીરની જરૂરિયાત પ્રમાણે આરામ કરો, એટલે કે દિવસમાં છ કલાક અથવા દસ કલાક. પેટ ભરીને સવારનો નાસ્તો કરો અને એમાં પૌષ્ટિક ખોરાક ખાવ, બપોરે એનાથી ઓછો અને સાંજે એકદમ હળવો ખોરાક લો. વધુમાં, મોટા ભાગના તજજ્ઞો મુજબ ચરબીવાળો ખોરાક ઓછો ખાવ અને મીઠાનો ઉપયોગ ઓછો કરો અને ૪૦ ઉંમર પછી દૂધ અને ખાંડ ઓછી કરી દો. મનન કરવા માટે સમય કાઢો. કુદરતી દૃષ્યો નિહાળીને પણ તણાવ ઓછો કરી શકાય છે.

હોંશિયાર પક્ષીઓ!

પ્રકૃતિ વિષેનું એક ફ્રેંચ સામયિક, ટેર સોવાજ અહેવાલ આપે છે: “કલકત્તાની ચકલીઓને મેલેરિયા નથી થતો.” તજજ્ઞો મુજબ મેલેરિયા ફેલાવાને કારણે, ચકલીઓ ઉડીને દૂર-દૂર જંગલોમાં જતી રહી. તેઓ એવા ઝાડના પાંદડા શોધી કાઢે છે જેમાં વધુ માત્રામાં ક્વિનિન મળી આવે છે. પક્ષીઓ આ પાંદડાથી પોતાનો માળો બનાવે છે અને એને ખાવાના ઉપયોગમાં પણ લે છે જેનાથી તેઓને મેલેરિયા થતો નથી. આ સામયિક જણાવે છે કે “ચકલીઓને શહેર તો ગમે છે પરંતુ મેલેરિયા ગમતો નથી, એથી લાગે છે કે તેઓએ પોતાના બચાવ માટે ઇલાજ શોધી કાઢ્યો છે.”

“પરમેશ્વર કોના પક્ષે?”

રમત વિષે લખનાર સેમ સ્મીથ કહે છે, “હું કોઈની પણ ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવા માંગતો નથી. પરંતુ શું તમને એમ નથી લાગતું કે રમતગમતમાં બધાની સામે ભક્તિનો કંઈક વધારે પડતો જ દેખાડો કરવામાં આવે છે.” ફૂટબૉલમાં [ગોલ] કર્યા પછી રમતવીર શા માટે પ્રાર્થના કરે છે?” સ્મીથ કહે છે, ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરનાર આ જ રમતવીરો લૉકર રૂમમાં “પત્રકારોને ગાળો બોલતા” જોવા મળે છે અથવા પોતાની ટીમના વિજય માટે બીજી ટીમના “રમતવીરોને ધક્કામુક્કી કરતા” નજરે પડે છે. તે જણાવે છે કે પરમેશ્વરને એક ટીમ કરતાં બીજી ટીમ વધારે પસંદ છે. એવો વિચાર કરવો એ “પરમેશ્વરમાં આપણા ​વિશ્વાસનું અપમાન કરવા બરાબર છે.” એથી તેણે પોતાના લેખમાં છેલ્લે જણાવ્યું: “આપણે રમતને રમતની જગ્યાએ જ રાખવી જોઈએ.”

નાનાં બાળકો અને ટીવી

ટોરન્ટો સ્ટાર વર્તમાનપત્રના અહેવાલ મુજબ, અમેરિકી બાળઉપચાર અકાદમી સલાહ આપે છે કે બે વર્ષ કે એથી નાની ઉંમરનાં બાળકોએ ટીવી જોવું જોઈએ નહિ. અહેવાલ જણાવે છે કે બાળકના માનસિક વિકાસ માટે તેઓ બીજાઓના સંપર્કમાં આવે એ ખૂબ જ જરૂરી છે. ટીવી જોવાથી “તેઓના વર્તન અને વિચારવાની શક્તિ પર ખૂબ જ ખરાબ અસર પડે છે” અને તેઓ લોકોમાં “ભળી શકતા નથી.” પરંતુ બધા જ તજજ્ઞો એની સાથે સહમત નથી. દાખલા તરીકે કૅનેડાની બાળઉપચાર અકાદમી કહે છે કે માબાપ બાળકોને દિવસમાં ૩૦ મિનિટ સુધી ટીવી પર કોઈ સારો કાર્યક્રમ બતાવે તો તેને “ઘણું બધું શીખવી શકાય છે.” પરંતુ આ વાત પર બંને સંસ્થાઓ સહમત છે કે નાનાં બાળકોના ઓરડામાં ટીવી કે કૉમ્પ્યુટર હોવું જોઈએ નહિ અને બાળકોને ટીવી સામે બેસાડી દેવા જોઈએ નહિ. ટીવી જોતા રહેવાથી બાળકોની તંદુરસ્તી પર ખરાબ અસર પડી શકે છે, એથી આ સલાહ આપવામાં આવે છે કે “બાળકોને બહાર રમવાની, પુસ્તકો વાંચવાની કે બુદ્ધિ કસોટીની રમતો રમવાની ટેવ પાડો.”