સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“સારું અને વ્યવહારું પુસ્તક”

“સારું અને વ્યવહારું પુસ્તક”

“સારું અને વ્યવહારું પુસ્તક”

ગયા ઉનાળામાં અરકાન્સેજ ડેમોક્રેટ ગેઝેટ વર્તમાનપત્રએ વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત થયેલાં પુસ્તકોની તપાસ કરી. આ પુસ્તકોમાંના એક વિષે વર્તમાનપત્રએ જણાવ્યું: “યુવાન લોકો પૂછે છે પુસ્તક દરેક કુટુંબ માટે સારામાં સારું અને વ્યવહારું પુસ્તક છે પછી ભલેને તેઓ ગમે તે ધર્મ પાળતા હોય . . . .

“આ પુસ્તક વાચકોને નૈતિક અને લાગણીમય બાબતો વિષે ઘણી સુંદર સલાહ આપે છે. દાખલા તરીકે, પુસ્તકના લેખકને ખબર છે કે સર્વ યુવાનો માબાપનાં બંધનોથી સ્વતંત્ર થવા માંગે છે, પરંતુ આ પુસ્તક તેઓને સલાહ આપે છે:

“ ‘શું તમને વધારે સ્વતંત્રતા અને જવાબદારી જોઈએ છે? તો પોતાને જવાબદાર સાબિત કરો. તમારાં માબાપ તમને જે કંઈ કામ સોંપે તેને ગંભીરતાથી હાથ ધરો.’

“મોટા ભાગનાં માબાપને ચોક્કસ આ પુસ્તક ગમશે, જે યુવાનોને શીખવે છે કે તેઓ જે કંઈ કરશે એના માટે તેઓ પોતે જવાબદાર છે. અને યુવાનોને એ પણ સલાહ આપે છે કે તેઓ પોતાને અને બીજાઓને માન આપે. એમાં આપવામાં આવેલી સર્વ સલાહ બાઇબલમાંથી લેવામાં આવી છે છતાં, એ સલાહ એકદમ વ્યવહારુ અને ફાયદાકારક છે. . . . આ પુસ્તકમાં આત્મ-સન્માનનો ભાગ ખૂબ જ સરસ છે, કારણ કે ઘણા યુવાનોને લાગે છે કે આત્મ-પ્રશંસા કરવી ખોટી છે.”

આ પુસ્તકમાંથી ટાંક્યા પછી વર્તમાનપત્ર આગળ જણાવે છે: “પોતાને મહાન સમજવું એક પ્રકારનું અભિમાન છે અને નમ્રતાથી રહેવું એ એક ખ્રિસ્તીના જીવનનો પાયારૂપ ગુણ છે. યુવાનો પોતાના મિત્રો અને હાલના સલાહકારોની પોકળ વાતોને માનવાને બદલે આ પુસ્તકની સુંદર સલાહને માનવા ચોક્કસ પ્રેરાશે.”

પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે પુસ્તક વિષે અમે વધારે માહિતી આપવા માંગીએ છીએ. તમે ઇચ્છો તો તમારા વિસ્તારમાંના અમારા કોઈ પ્રતિનિધિ તમારી પાસે આવીને તમને મળી શકે. એ માટે તમે આ કુપન ભરીને આપેલા સરનામે અથવા આ સામયિકના પાન ૫ પર આપવામાં આવેલા કોઈ નજીકના સરનામે મોકલો.

□ કૃપા કરીને મારી મુલાકાત માટે તમારા કોઈ પ્રતિનિધિને મોકલો

□ વિનામૂલ્યે બાઇબલની ચર્ચા કરવા મારો સંપર્ક સાધો.