સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કૌટુંબિક જીવનનો આનંદ કઈ રીતે માણવો

કૌટુંબિક જીવનનો આનંદ કઈ રીતે માણવો

કૌટુંબિક જીવનનો આનંદ કઈ રીતે માણવો

“દક્ષિણ અમેરિકાના આર્જેન્ટાઈનાથી ગ્રાસ્યેલાએ લખ્યું, “હું છેલ્લા ચાળીસ વર્ષથી ચોકીબુરજ અને સજાગ બનો! સામયિકો વાંચું છું. આટલા વર્ષો પછી, હું હૃદયપૂર્વક કહી શકું છું કે આ સામયિકોએ હંમેશા મને જરૂરી માર્ગદર્શન આપ્યું છે. નાનપણમાં, યુવાવસ્થામાં, ભાવિ લગ્‍ન સાથીને ઓળખતી વખતે અને સાંસારિક જીવનમાં તથા છ બાળકોની સંભાળ રાખવામાં આ સામયિકોએ મને ઘણી મદદ કરી છે.

“આ સામયિકોથી મને અને મારા પતિને બાળકોની સંભાળ રાખવામાં મોટી મદદ મળી છે. બાળકોના શિક્ષક સાથે વાત કરવાની હોય કે ડૉક્ટર સાથે, હું સજાગ બનો! સામયિકનો ઉપયોગ કરું છું. ઉપરાંત, સજાગ બનો!ના (માર્ચ ૮, ૧૯૯૭)માં છપાયેલા લેખોની શૃંખલાને કારણે અમને ખબર પડી કે અમારી એક છોકરી માનસિક રીતે નબળી છે. એ શૃંખલા હતી, “શીખવાની અક્ષમતાવાળાં બાળકો માટે મદદ.”

વૉચ ટાવર સોસાયટીના પુસ્તકોમાં આપવામાં આવેલી માહિતીની મદદથી, કોઈ પણ કુટુંબ કોઈ પણ સમસ્યાને હલ કરી શકે છે અને સુખી થઈ શકે છે. દાખલા તરીકે, ૧૯૨ પાનનું પુસ્તક કૌટુંબિક સુખનું રહસ્યથી પતિ, પત્ની, માબાપ, બાળકો દાદાદાદી, સર્વને લાભ મળી શકે છે. હા, આ પુસ્તક કુટુંબના બધા સભ્યો માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકના અમુક પ્રકરણો આ પ્રમાણે છે: “તમારા બાળકને બાળપણથી તાલીમ આપો,” “તમારા તરુણને આનંદથી ઉછરવામાં મદદ કરો,” “તમારા કુટુંબનું વિનાશક અસરોથી રક્ષણ કરો” અને “કુટુંબને હાનિ પહોંચાડતા કોયડા તમે આંબી શકો છો.”

તમે આ ૧૯૨ પાનના પુસ્તક, કૌટુંબિક સુખનું રહસ્ય વિષે વધારે જાણવા માંગતા હોવ તો, આ કુપનને ભરીને અહીં આપવામાં આવેલા સરનામે અથવા પાન ૫ પર આપવામાં આવેલા સૌથી નજીકના સરનામે મોકલો. આ પુસ્તક તમને ખાસ સલાહો આપશે કે તમે તમારી સમસ્યાઓને કઈ રીતે હલ કરી શકો. ઉપરાંત એ તમને જણાવશે કે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે તમારું કુટુંબ કઈ રીતે સુખી થઈ શકે.

કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તક વિષે મને વધારે માહિતી મોકલો

□ બાઇબલની ચર્ચા કરવા મારો સંપર્ક સાધો.

[પાન ૩૨ પર ચિત્ર]

ગ્રેસ્યેલા અને તેનું કુટુંબ