સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ટેલિવિઝનથી સાવધાન

ટેલિવિઝનથી સાવધાન

ટેલિવિઝનથી સાવધાન

અમેરિકામાં મિડીયા પર નજર રાખનારાઓએ જાહેર જનતા માટે સંદેશ—અમેરિકામાં ટીવી નામનો એક અહેવાલ તૈયાર કર્યો. આ અહેવાલે જણાવ્યું કે “ટીવી એક પત્રકાર છે, ટીવી જ બાળકોની સંભાળ રાખે છે અને જાહેર જનતાના વિચારોને અસર કરે છે.” એ આગળ જણાવે છે, “ચોતરફ બસ ટીવીને ટીવી જ દેખાય છે . . . ટીવી કાર્યક્રમની સરખામણી સિગારેટના ધુમાડા સાથે કરી શકાય જે આખા વાતાવરણને ઝેરીલું બનાવી દે છે.” કલાકો સુધી ટીવી સામે તાકી રહેવું એ સિગારેટનો ધુમાડો શ્વાસમાં લેવા બરાબર છે, એમ કરવાથી સર્વને અને ખાસ કરીને બાળકોને નુકશાન થાય છે.

ટીવીમાં બતાવવામાં આવતા ગુના અને હિંસા વિષે અહેવાલ કહે છે, “સંશોધનથી ખબર પડી છે કે હિંસા જોવાને કારણે બાળકોની શીખવાની ક્ષમતા અને જીવનમાં કંઈક આગળ વધવાની ઇચ્છા મરી પરવારે છે. તેઓ બીજાઓનું દુઃખ અનુભવી શકતા નથી.” વર્ષ ૧૯૯૨માં અમેરિકી ચિકિત્સા સંગઠને જણાવ્યું કે “ટેલિવિઝન પર બતાવવામાં આવતી હિંસા, બાળકોની તંદુરસ્તીને નુકશાન પહોંચાડે છે.”

ટીવી પર આવતા હિંસક કાર્યક્રમોની અસરથી તમે તમારા બાળકોને કઈ રીતે બચાવી શકો? આ વિષે આ અહેવાલ ઘણા ઉપાય આપે છે. આ ઉપાયો અનેક સાર્વજનિક સ્વાસ્થ્ય સંગઠનો તરફથી મળેલા સૂચનોમાંથી લેવામાં આવ્યા છે. એમાંથી અમુક સૂચનો અહીં નીચે આપવામાં આવ્યા છે, જે આપણને જણાવે છે કે ટીવી જોવા બાબતે કઈ રીતે કાળજી રાખવી જોઈએ.

◼ અગાઉથી જ નક્કી કરો કે કેટલો સમય ટીવી જોશો અને એ સમય થોડો જ રાખો. અને એ પણ નક્કી કરો કે બાળકો કયા સમયે ટીવી જોઈ શકે. બાળકોના ઓરડામાં ટીવી કદી ન મૂકો.

◼ ટીવીની પાસે એક પૃથ્વીનો ગોળો મૂકો જેથી કાર્યક્રમમાં બતાવવામાં આવતા સ્થળોને બાળકો એ ગોળામાં જોઈ શકે.

◼ તમારા બાળકોની સાથે બેસીને ટીવી જુઓ જેથી તમે તેઓને જણાવી શકો કે એમાં બતાવવામાં આવતી માહિતી કેટલી સાચી છે. દસ વર્ષથી નાની ઉંમરના અનેક બાળકો ટીવીમાં બતાવવામાં આવતી વાસ્તવિકતાને પારખી શકતા નથી.

◼ ટીવીને એવા શોકેશમાં મૂકો જેને તાળું મારી શકાય, જેથી કોઈ પણ વ્યક્તિ એને સહેલાઈને ચાલુ કરી શકે નહિ.