વિશ્વ પર નજર
વિશ્વ પર નજર
જગતના એક તૃત્યાંશ ક્ષયરોગના દરદી
ચાળીસ દેશોના ૮૬ તજજ્ઞો કહે છે કે વર્ષ ૧૯૯૭માં દુનિયાની લગભગ એક તૃત્યાંશ વસ્તી (૧.૮૬ અબજ)ને ક્ષયરોગ હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાના અનુમાન મુજબ એ જ વર્ષે ૧૮.૭ લાખ લોકો ક્ષયથી મરી ગયા અને ૭૯.૬ લાખ ક્ષયના નવા ભોગ બન્યા. ધ જર્નલ ઑફ ધી અમેરિકન મેડિકલ એસોસિએશન મુજબ ક્ષયના મોટા ભાગના દરદીઓ એશિયા અને આફ્રિકાના દેશોમાં છે. એક અભ્યાસ અનુસાર, “આફ્રિકાના દશમાંથી નવ દેશોનો દર વધારે છે.” કેટલાક દેશોમાં એઈડ્સની સાથોસાથ ક્ષયરોગ થવાથી મોટી સંખ્યામાં લોકો મરી જવાની શક્યતા ૫૦ ટકાથી પણ વધારે થઈ ગઈ છે. આ દેશમાં બીમારી નહિ અટકાવી શક્યા હોવાથી ક્ષયરોગના દરદીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. સંશોધકોના અનુમાન મુજબ આ વર્ષે લગભગ ૮૪ લાખ લોકોને ક્ષયરોગ થશે. અને ક્ષયના અનેક દરદીઓને ખબર પણ નહિ પડે કે તેઓને આ બીમારી થઈ છે. પરંતુ જ્યારે તેઓ સારો ખોરાક લેવાનું બંધ કરશે અથવા તેઓના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જશે ત્યારે ક્ષયરોગના જીવાણું પોતાની અસર કરવાનું શરૂ કરી દેશે.
ઊંઘણશી અને પીધેલા ડ્રાયવરો વચ્ચે સરખામણી
ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ વર્તમાનપત્ર કહે છે કે “પૂરતી ઊંઘ નહિ લેવાની અસર વધારે દારૂ ઢીંચવાની અસર જેવી હોઈ શકે છે.” સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીએ એક અભ્યાસમાં બે વૃંદના લોકોની તપાસ કરવામાં આવી. એક વૃંદમાં ૧૧૩ એવા લોકોને રાખવામાં આવ્યા જેઓને એપનિયા, એટલે કે રાત્રે નહિ પણ દિવસમાં ઊંઘ આવે છે. બીજા વૃંદમાં ૮૦ લોકોને રાખવામાં આવ્યા જેઓને ૪૦ ટકા આલ્કોહોલવાળો દારૂ પીવડાવવામાં આવ્યો. પછી આ બંને વૃંદના “સાત ટેસ્ટ લેવામાં આવ્યા જેમાં ત્રણ ટેસ્ટથી ખબર પડી કે ઊંઘની સમસ્યાવાળાઓની હાલત દારૂ પીનારા લોકો કરતાં વધારે ખરાબ હતી. અમેરિકાના ૧૬ રાજ્યમાં કાયદો છે કે જો કોઈ વ્યક્તિના લોહીમાં આલ્કોહોલની ૦.૮૦ ટકા માત્રા હોય તો એવી હાલતમાં ગાડી ચલાવવી ગેરકાયદેસર છે” ટાઈમ્સે અહેવાલ આપ્યો. સંશોધક, ડૉ. નેલ્સન બી. પવાલ મુજબ તપાસથી એ સ્પષ્ટ ખબર પડી છે કે ઊંઘતી વખતે ગાડી ચલાવવી વધારે જોખમકારક છે.
‘ચોવીસ કલાક ટીવી!’
તમારે કોઈ ટાપુ પર અમુક સમય વિતાવવાનો હોય તો, તમે તમારી સાથે શું લઈ જશો? આ પ્રશ્ન જર્મનીના ૨,૦૦૦ યુવાનોને પૂછવામાં આવ્યો. વેસ્ટફોલિસ્શે રુંડશો વર્તમાનપત્ર જણાવે છે કે મોટા ભાગના યુવાનો માટે સૌથી જરૂરી વસ્તુ ટેલિવિઝન, રેડિયો ઉપરાંત સીડી અને કૅસેટ પ્લેયર હતી. બીજા સ્થાને ખાવા-પીવાની વસ્તુઓ અને મિત્રો, કુટુંબના સભ્યો અને સંબંધીઓ ત્રીજા સ્થાને આવે છે. એક ૧૩ વર્ષનો છોકરો કહે છે “ટીવી વગર તો હું રહી જ ન શકું.” ફક્ત એક તૃત્યાંશ યુવાનોએ કહ્યું કે તેઓ પોતાની સાથે ચપ્પુ, કોદાળી અને કરવત જેવા કામ લાગે એવા હથિયારો લઈ જશે. ફક્ત ૦.૩ ટકા યુવાનોએ કહ્યું કે તેઓ પોતાની સાથે બાઇબલ લઈ જશે. આ સર્વેક્ષણમાં સૌથી નાની ઉંમરની સાત વર્ષની છોકરીએ કહ્યું, “હું મારી સાથે ફક્ત મારી મમ્મીને લઈ જઈશ. મારી મમ્મી મારી સાથે આવશે તો મને કોઈ પણ જાતની મુશ્કેલી નહિ પડે.”
બાળકો અને ધાર્મિકતા
તાજેતરમાં જ કૅનેડિયન સોશલ ટ્રેડ્સ નામનું સામયિક પૂછે છે “શું બાળકો ધાર્મિક સભાઓમાં જાય છે?” સામયિક જવાબ આપે છે કે કૅનેડાના આંકડા વિભાગ મુજબ “કૅનેડામાં ૧૨ વર્ષથી ઓછી ઉંમરના ૩૬ ટકા બાળકો ઓછામાં ઓછું મહિનામાં ફક્ત એક વાર ધાર્મિક સભામાં જાય છે. જ્યારે કે મોટા ભાગના બાળકો સપ્તાહમાં એક વાર જાય છે. ઉપરાંત, ૨૨ ટકા બાળકો વર્ષમાં લગભગ એક વાર ધાર્મિક બાબતો માટે હાજર થાય છે.” સામયિક સ્પષ્ટપણે એમ પણ કહે છે કે “બાળકો સતત ધાર્મિક બાબતો માટે જશે કે નહિ જાય, એ તેઓ કયા ધર્મ સાથે સંકળાયેલા છે એના પર છે. . . . અનેક સંશોધકોનું માનવું છે કે જે બાળકો એંગ્લીકન અને યુનાઈટેડ જેવા મુખ્ય ચર્ચમાં માને છે, તેઓ ધાર્મિક બાબતમાં ઓછો રસ ધરાવે છે (૧૮ ટકા).” રોમન કૅથલિક બાળકોની હાજરી સપ્તાહમાં ૨૨ ટકા છે. જ્યારે કે મુસલમાન બાળકોની ધાર્મિક બાબતોમાં હાજરી ૪૪ ટકા છે, પરંતુ આ સર્વેક્ષણના એક વર્ષ પહેલા “૩૯ ટકા મુસલમાન બાળકો પોતાની ધાર્મિક બાબતોમાં સહભાગી થતા નહોતા જે અન્ય ધર્મોના બાળકોની સરખામણીમાં સૌથી વધારે હતી.”