‘તમે બધાને પ્રેમ કરો છો’
‘તમે બધાને પ્રેમ કરો છો’
પ્રશંસાના આ શબ્દો યુગોસ્લાવિયામાં આવેલી યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીને લખવામાં આવ્યા હતા. આ દેશમાં સદીઓથી અલગ અલગ કોમના લોકો એકબીજા સાથે ઝઘડતા આવ્યા છે. પત્રમાં આમ જણાવવામાં આવ્યું હતું:
“માનનીય મહોદય,
મેં મારા વતન સારાયેવોમાં યહોવાહના સાક્ષીઓ વિષે ઘણું સાંભળ્યું હતું, પરંતુ તમે શું માનો છે એ વિષે વધારે જાણવાની મને કંઈ ઇચ્છા ન હતી. એક વખત મને જર્મનીમાં તમારા મહાસંમેલનમાં હાજરી આપવાની તક મળી. ક્રોએશિયા, યુગોસ્લાવિયા અને બોસ્નિયામાંથી આવેલા લોકોને શાંતિથી ભેગા બેઠેલા, એકબીજાને ભાઈ અને બહેન તરીકે બોલાવતા જોઈને હું ખૂબ જ પ્રભાવિત થયો. મેં એવું ક્યારેય જોયું નથી! તમારો અરસપરસનો પ્રેમ મજબૂત સાબિતી આપે છે કે રાજકારણ પણ તમને અલગ કરી શકે એમ નથી. તમે બધાને પ્રેમ કરો છો એ માટે પરમેશ્વર તમને આશીર્વાદિત કરે!”
લાંબા સમયથી એક બીજાને ધિક્કારતા આવ્યા હોય, એવા વિસ્તારોમાંથી મળતા આવા અહેવાલો પ્રશ્ન ઊભો કરે છે કે, શું યુદ્ધ વિનાનું જગત કદી આવશે? એક ૩૨-પાનની અંગ્રેજી પુસ્તિકાનો એ જ વિષય છે જે મજબૂત પુરાવા આપે છે કે આવું જગત ચોક્કસ આવશે. પરંતુ કઈ રીતે? અને ક્યારે?
તમારે આ ૩૨ પાનની પુસ્તિકા વિષે વધારે માહિતી જોઈતી હોય તો, આપેલ કુપનને ભરો અને આ મેગેઝિનના પાન ૫ પર આપવામાં આવેલ યોગ્ય સરનામે મોકલો. (g00 11/8)
◻ મને વીલ ધેર એવર બી અ વર્લ્ડ વીધાઉટ વૉર? મોટી પુસ્તિકાની વધારે માહિતી મોકલો.
◻ મફત ગૃહ બાઇબલ અભ્યાસ માટે મારો સંપર્ક સાધો.