સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નાજુક દાંતનું રક્ષણ કરો

નાજુક દાંતનું રક્ષણ કરો

નાજુક દાંતનું રક્ષણ કરો

તમારા દાંત ક્યારે આવ્યા? તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે તમે માતાના ગર્ભાશયમાં હતા ત્યારથી જ તમારા દાંતના મૂળ આવી ગયા હતા. અથવા તમારી માતા જાણતી પણ નહિ હોય કે તે ગર્ભવતી છે ત્યારથી આવ્યા હતા! તેથી ગર્ભવતી માતાઓ માટે એ ખૂબ જ જરૂરી છે કે તેઓ પૂરતા પ્રમાણમાં કેલ્સિયમ, ફોસ્ફરસ અને જુદા જુદા પ્રોટીન તથા વિટામિનવાળો પૌષ્ટિક આહાર લે.

નવાં જન્મેલાં બાળકો વિષે શું? ડૉક્ટરો કહે છે કે જે શિશુઓને શરૂઆતથી જ બોટલમાં દૂધ આપવામાં આવે છે તેઓના ખાસ કરીને ઉપરના દાંત જલદી સડી જાય છે. પરંતુ આમ શા માટે થાય છે? અમુક બાળકો બોટલમાંથી દૂધ, જ્યુસ, ખાંડવાળું પાણી કે મીઠું સીરપ ચૂસતાં ચૂસતાં સૂઈ જાય છે. આ પ્રવાહી પદાર્થોમાં કાર્બોહાઈડ્રેટનો સમાવેશ થાય છે જેમાં બૅક્ટેરિયા હોય છે. બૅક્ટેરિયા ઍસિડ ઉત્પન્‍ન કરતું હોય છે જેના કારણે બાળકોના દાંતને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને એવા બાળકોને નુકશાન કરે છે જેઓનાં મોઢામાં આખી રાત બોટલ હોય. તેથી અમુક બાળકોના દાંત સડીને જલદી તૂટી જાય છે અને નવા દાંતનું નીકળવું મુશ્કેલ થઈ જાય છે.

માબાપ પોતાના શિશુઓના દાંતને સડતા કઈ રીતે રોકી શકે? બાળકો માટે માતાનું દૂધ સૌથી સારું હોય છે, કેમ કે માતાનું દૂધ જીવાણુમુક્ત હોય છે અને બાળકોને રોગપ્રતિકારક શક્તિ આપે છે. ડૉક્ટરો કહે છે કે, બોટલનો ઉપયોગ કરવામાં આવતો હોય તો બાળક ૧૮ મહિનાનું થઈ જાય પછી એને બોટલ આપવી નહિ. તેઓ એ પણ કહે છે કે એનો ઉપયોગ ફક્ત બાળકની ભૂખ દૂર કરવા પૂરતો હોવો જોઈએ, બાળકને રડતું બંધ કરવા નહિ. બાળકને રાતે સુવડાવતી વખતે બોટલ આપતા હોવ તો ફક્ત સાદું પાણી ભરીને આપો. બાળકોને દૂધ પીવડાવ્યા પછી ચોખ્ખા કપડાંથી તેના દાંત સાફ કરી નાખો.

દાંતને સડવાથી બચાવી શકાય છે. હા, દાંતોની યોગ્ય સંભાળ બાળકો માટે પણ જરૂરી છે! (g00 11/22)