સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

જૂઠી વાતોનો પ્રચાર મેં હમણાં જ જૂન ૨૨, ૨૦૦૦નો (અંગ્રેજી) અંક વાંચ્યો. “શું તમારે બધુ જ માની લેવું જોઈએ?” આ લેખો માટે હું તમારો આભાર માનું છું. હું રહું છું એ વિસ્તારમાં વણઝારા લોકો વિષે જૂઠી વાતો ફેલાવવાની જાણે ફેશન થઈ ગઈ છે. તેઓ કેવી રીતે ચોરી કરે છે, એવી લોકોની માન્યતા પ્રમાણે જોક કરવામાં આવે છે. એ લેખોનો આભાર માનું છું. હવેથી એમ ન કરવાનો મેં નિર્ણય કર્યો છે.

કે. એમ., ચેક પ્રજાસત્તાક (g01 3/8)

પરદેશમાં વસવું “યુવાનો પૂછે છે . . . શું પરદેશમાં રહેવા જવું જોઈએ?” (જૂન ૨૨, ૨૦૦૦, અંગ્રેજી) આ લેખ માટે તમારો ઘણો આભાર. હું આ લેખો નિયમિત વાંચું છું. પરંતુ, મને એમ લાગતું કે તમે જે જોખમોની વાત કરો છો, એ કંઈક વધારે પડતા લાગે છે. ગયા વર્ષે મારી શાળા અને બીજી યુનિવર્સિટી વચ્ચેના અનુભવની અદલા-બદલી માટે મેં પરદેશની મુસાફરી કરી હતી. ભલે એ સારો અનુભવ હતો, છતાં આત્મિક રીતે લાભદાયી ન હતો.

એમ. પી., ઇટાલી

આ લેખ અને “યુવાનો પૂછે છે . . . પરદેશમાં હું કઈ રીતે સફળ થઈ શકું?” (જુલાઈ ૨૨, ૨૦૦૦, અંગ્રેજી) બંને મારા માટે એકદમ વખતસરના હતા. (માત્થી ૨૪:૪૫) મેં બીજી ભાષા શીખવા માટે પરદેશ જવાનું નક્કી કર્યું હતું. તેથી, હું તમારાં સૂચનો અને યોગ્ય માર્ગદર્શન માટે ખૂબ આભારી છું.

આઈ. ઝેડ., સ્વિટ્‌ઝર્લૅન્ડ (g01 3/8)

હસો “હસો—એ તમારા માટે સારું છે!” (જુલાઈ ૮, ૨૦૦૦, અંગ્રેજી) આ ખૂબ જ જરૂરી લેખ આપવા માટે ઘણો જ આભાર. એની સાથે હું પૂરેપૂરી સહમત છું. એણે મને જે સારું છે એનો વિચાર કરવા મદદ કરી, જેથી મારું સ્મિત અસલી હોય. ખરેખર, મોઢા પર મલકાટ લાવવાથી આપણે મિત્રો બનાવી શકીએ છીએ. એનાથી ટેન્શન પણ ઓછું થાય છે.

પી. સી., ચીન (g01 3/8)

ટાઈ “નેકટાઈ—પહેલાં અને હમણાં” (જૂન ૮, ૨૦૦૦, અંગ્રેજી) લેખ મને ખૂબ જ ગમ્યો, એ માટે આભાર. મારે ત્રણ બાળકો છે અને હું તેઓને યહોવાહના માર્ગે ચાલવાનું શીખવી રહી છું. મારો મોટો દીકરો ૧૩ વર્ષનો છે. તેને કે મને ટાઈ બાંધતા આવડતું નથી, જેથી તે દેવશાહી સેવા શાળામાં એ પહેરી શકે. મારા પતિ યહોવાહના સાક્ષી નથી અને તેમણે પણ કદી ટાઈ પહેરી નથી. પરંતુ, આ સાદી રીતે ટાઈ પહેરવાનું બતાવવા માટે તમારો ઘણો આભાર.

એમ. બી., યુનાઈટેડ સ્ટેટ્‌સ

હું ૧૧ વર્ષનો છું. તમને કદાચ નવાઈ લાગે, પણ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આખરે હું મારી ટાઈ બાંધતા શીખી ગયો. હવે કબાટમાં છે, એ બધી ટાઈ હું બાંધી શકીશ!

એ. પી., ઇટાલી (g01 2/22)

ઍનાકોંડા હું રહું છું ત્યાં ઍનાકોંડા સાપ જોવા મળે છે. ઘણી વાર લોકો આ સાપ વિષે વાતો કરે છે, પણ સમજણ પડતી ન હતી કે શું માનવું અને શું ન માનવું. “ઍનાકોંડા—રહસ્ય છતું થાય છે” (ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૦) આ લેખે મને હકીકત અને વાર્તા સમજવા મદદ કરી. તેમ જ, આ અદ્‍ભુત સર્જન વિષેના મારા બધા પ્રશ્નોના જવાબ એણે આપ્યા.

જે. એસ. પી., બ્રાઝિલ (g01 2/8)