સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કિરણોત્સર્ગ ધૂળ વાતાવરણમાં મળી આવે છે—ચિંતાજનક બાબત

કિરણોત્સર્ગ ધૂળ વાતાવરણમાં મળી આવે છે—ચિંતાજનક બાબત

કિરણોત્સર્ગ ધૂળ વાતાવરણમાં મળી આવે છેચિંતાજનક બાબત

કૅ નેડાનું ગ્લોબ ઍન્ડ માલી છાપું અહેવાલ આપે છે કે, ૧૯૫૦ના દાયકામાં અણુશસ્ત્રોના અખતરા કરવાના લીધે એમાંથી નીકળતો બગાડ, એટલે કે સ્ટ્રોન્ટિયમ ૯૦ (Sr90) બાળકોના દાંતમાં જોવા મળ્યું. એ સમયે બાળકોમાં વધતા જતા કૅન્સર પાછળ એ જવાબદાર હતું.

આજે વર્ષો પછી યુ.એસ. વિકિરણ અને જાહેર આરોગ્ય યોજના સાથે મળીને કામ કરનારા વૈજ્ઞાનિકો ફરીથી ચિંતિત થયા છે. સર્જરી વગરના દરદીઓનો ઇલાજ કરવામાં નિષ્ણાત અને આ યોજના સાથે કામ કરનાર ડૉ. જેનેટ શરમન કહે છે કે, “જમીન ઉપર અણુશસ્ત્રોનું પરીક્ષણ કરવામાં આવતું હતું ત્યારે, એમાંથી નીકળતું Sr90નું જે પ્રમાણ હતું એટલું જ પ્રમાણ ૧૯૯૦થી જન્મેલાં બાળકોના દાંતોમાં જોવા મળે છે.”

તો પછી Sr90 ક્યાંથી આવે છે? અમુક વૈજ્ઞાનિકો કહે છે કે ભૂતકાળમાં થયેલા અણુ અકસ્માતને કારણે અથવા સારી રીતે કામ કરતા અણુમથકના વિકિરણોથી કે ઘણાં વર્ષો પહેલાં કરેલા અણુ બૉમ્બના અખતરાના કારણે એ કદાચ આવી શકે છે. * એ ભલે ગમે ત્યાંથી આવ્યું હોય, પરંતુ માનવીઓમાં Sr90 દૂષિત શાકભાજી ખાવાથી અને દૂષિત ઘાસ ખાતી ગાયોના દૂધ દ્વારા આવે છે જેનાથી હાનિ પહોંચે છે. ખરેખર જોતાં, સારાયણિક રીતે Sr90 અને કેલ્શિયમ એકબીજાને મળતા આવે છે. એ કારણે આ કિરણોત્સર્ગ પદાર્થ માનવીઓના હાડકાઓમાં જમા થાય છે જેનાથી હાડકાનું કૅન્સર અને લ્યુકેમિયા થવાનું જોખમ વધી જાય છે.

ગ્લોબ છાપું આવનાર પેઢી પર વિકિરણોની કેવી અસર થશે એ વિષે પણ ચિંતા બતાવે છે. છાપું સમજાવે છે, “[અણુ કચરા]ને ભઠ્ઠીના મધ્ય-ભાગમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે, એ મૂકવામાં આવ્યું હોય એના કરતાં પણ દશ લાખ ગણું નુકસાનકારક હોય છે. આ અણુભઠ્ઠીમાં બળતણ તરીકે જે રસાયણો વાપરવામાં આવે છે એને એટલાં ખતરનાક માનવામાં આવે છે કે એનાથી એક મીટર દૂર ઊભેલી વ્યક્તિ પણ વિકિરણોની ઝેરી અસરથી કલાકમાં મરી જશે.”

વાતાવરણમાં જોખમી કિરણોત્સર્ગ રજનું પ્રમાણ વધતા માણસજાત પર જે ખતરો તોળાઈ રહ્યો છે એ જોઈને, શું સલામત ભવિષ્યની આશા રાખવી યોગ્ય નથી? બાઇબલ પ્રમાણે આ પૃથ્વીની સર્વ વસ્તુઓનું સૌ પ્રથમ નિર્માણ થયું ત્યારે, એ “ઉત્તમોત્તમ” હતું. (ઉત્પત્તિ ૧:૩૧) આપણે બાઇબલના વચનો પર પૂરો ભરોસો રાખી શકીએ કે જલદી જ આપણી પૃથ્વી બગીચા સમાન થશે. ત્યારે ખોરાક અને પાણી વિકિરણોથી દૂષિત નહિ હોય, એ ભૂતકાળની બાબત થઈ જશે.—ગીતશાસ્ત્ર ૬૫:૯-૧૩; પ્રકટીકરણ ૨૧:૧-૪. (g01 2/22)

[ફુટનોટ]

^ વર્ષ ૧૯૮૬માં રશિયામાં આવેલ ચેર્નોબિલ યુક્રેઈનના અણુમથકમાં થયેલા અકસ્માત પછી, જર્મન બાળકોના દાંતોમાં Sr90ના સ્તરનું પ્રમાણ દસગણું વધી ગયું હતું.

[પાન ૨૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

ફોટો: U. S. Department of Energy photograph