લાખો જઈ રહ્યા છે શું તમે જશો?
લાખો જઈ રહ્યા છે શું તમે જશો?
લાખો લોકો ક્યાં જઈ રહ્યા છે? ઈસુ ખ્રિસ્તના મરણની વાર્ષિક ઉજવણીમાં જઈ રહ્યા છે. વર્ષ ૨૦૦૦માં એ ઉજવણી માટે આખી દુનિયામાં ૧,૪૮,૭૨,૦૮૬ લોકો ભેગા થયા હતા.
શા માટે લોકો એમાં જાય છે? એનું કારણ એ છે કે મનુષ્યો માટે ખ્રિસ્તના મરણનો મહત્ત્વનો અર્થ રહેલો છે. એટલે કે જલદી જ બીમારી, દુઃખ અને મરણથી મનુષ્યોને છુટકારો મળશે. અરે, મરણ પામેલાં પ્રિયજનોને પણ સુંદર, સુખ-શાંતિવાળી પૃથ્વી પર સજીવન કરવામાં આવશે.
ઈસુનું મરણ કઈ રીતે આવા આશીર્વાદો લાવી શકે? કેમ નહિ કે તમે પોતે જ એ શોધી કાઢો. યહોવાહના સાક્ષીઓ એ મહત્ત્વના પ્રસંગે હાજર રહેવા તમને આમંત્રણ આપે છે.
તમારા ઘરની નજીકના રાજ્યગૃહમાં એ ઉજવણી માટે ભેગા મળો. આ વર્ષે રવિવાર, એપ્રિલ ૮ના રોજ, સૂર્યાસ્ત બાદ એ માટે ભેગા થવાનું છે. તમારી આસપાસના યહોવાહના સાક્ષીઓને મળીને ચોક્કસ સમય જાણી લો. (g01 3/22)