સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સર્વ માટે સારી તંદુરસ્તી શું એ ધ્યેયને પહોંચી વળાશે?

સર્વ માટે સારી તંદુરસ્તી શું એ ધ્યેયને પહોંચી વળાશે?

સર્વ માટે સારી તંદુરસ્તી શું એ ધ્યેયને પહોંચી વળાશે?

શું તમે ઇચ્છો છો કે તમે અને તમારું કુટુંબ સારી તંદુરસ્તીનો આનંદ માણે? ચોક્કસ, તમે એવું ઇચ્છશો. આપણામાંના મોટા ભાગના લોકો અમુક વખતે જ નાની-મોટી બીમારીઓના ભોગ બનતા હોઈએ છીએ. પરંતુ લાખો લોકો કોઈ રોગનો ભોગ બનવાથી આખી જિંદગી પીડાતા હોય છે.

તોપણ, બીમારીઓ ઘટાડવાના મોટા પાયા પર પ્રયત્નો કરવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ હેઠળ કામ કરનાર વિશ્વ આરોગ્ય સંસ્થા (‘હૂ’)નો વિચાર કરો. એ આરોગ્ય સંસ્થાએ ૧૯૭૮માં એક બેઠક બોલાવી હતી જેમાં, ૧૩૪ દેશોના અને ૬૭ યુએન સંસ્થાના પ્રતિનિધિઓ સહમત થયા, કે બીમારી અથવા રોગથી મુક્તિને તંદુરસ્તી ન કહેવાય. તેઓએ જાહેર કર્યું કે તંદુરસ્તી એટલે “સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીની સ્થિતિ.” ત્યાર પછી પ્રતિનિધિઓએ હિંમતથી જાહેર કર્યું કે સારી તંદુરસ્તી હોવી એ “પાયાનો માનવ હક્ક છે”! આમ, ‘હૂʼએ “જગતના બધા જ લોકો માટે સ્વીકારી શકાય એવી તંદુરસ્તી પ્રાપ્ત કરવાનો” ધ્યેય બાંધ્યો.

ખરેખર, આ ઉમદા ધ્યેય છે. પરંતુ આ ધ્યેયને પહોંચી વળાશે કે કેમ એની કેટલી શક્યતા છે? માનવે અલગ અલગ ક્ષેત્રોમાં જે પ્રયત્નો કર્યા છે એમાં, ઔષધનું ક્ષેત્ર સૌથી વધુ ભરોસાપાત્ર અને પ્રશંસાપાત્ર બન્યું છે. બ્રિટિશ છાપું ધ યુરોપિયન અનુસાર, પશ્ચિમી દેશોના લોકોમાં “‘અકસીર ઇલાજ’: બધા દર્દોની એક જ દવાની પ્રથા” પડી ગઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે તબીબી ક્ષેત્ર પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે જે બધી જ બીમારીઓનો એક સાદો ઇલાજ પૂરો પાડે. શું કદી તબીબી વ્યવસાય આવી અપેક્ષાને પૂરી કરી શકે? (g01 6/8)